Valbhipur રોડ પરના 4 ઓવરબ્રિજનું કામ ફરી બંધ પડ્યુ
ભાવનગર અમદાવાદ વાયા વલભીપુર રોડ પરના 4 જેટલા ઓવરબ્રિજનું કામ ફરી બંધ5 વર્ષ જેવો સમય વિતી જવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી રસ્તાના કામો ક્યારે શરૂ થશે એ વિચારવું પણ મુશ્કેલ બન્યું રાજ્ય સરકાર ભાવનગર જિલ્લાના વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે તેમ છતાં જિલ્લાનો વિકાસ થયો નથી. ભાવનગર વલભીપુર વચ્ચે આવતી ત્રણેક નદીઓના પાંચ જેટલા કુદરતી વહેણના પાણી ચોમાસા દરમ્યાન રોડ ઉપર ફરી વળતા હોય તેમજ જેના કારણે રસ્તો બંધ થઈ જતાં રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડતી હતી. 5 વર્ષ જેવો સમય વિતી જવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી આ રોડ ઉપર કાળુભાર, ઘેલો અને રંઘોળી નદીઓના પાણી ફરી વળતા કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતો હોય છે, ભાવનગર વલ્લભીપુરના આ માર્ગના નિરાકરણ માટે સરકાર દ્વારા 2018-19માં કરોડો રૂપિયાના ખર્ચે તેના ઉપર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેનું કામ પણ 2019-20 દરમ્યાન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ કોરોનાકાળ આવતા બંધ પડ્યું હતું અને ત્યારબાદ ત્રણેક વર્ષ જેટલા સમયગાળા દરમ્યાન ઓવરબ્રિજની કામગીરી બંધ ચાલુ થતી રહી છે, પરંતુ હાલ પાંચ વર્ષ જેવો સમય વિતી જવા છતાં કામગીરી પૂર્ણ નહીં થતાં એક પણ ઓવરબ્રિજ લોકોને ઉપયોગ કરવાનો મોકો મળ્યો નથી. મટીરીયલમાં ભાવ વધારો થતાં એજન્સીએ કામ છોડી દીધું આજથી ત્રણ ચાર માસ પહેલા ઓવરબ્રિજનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ખુદ સરકારી એજન્સીઓની બેદરકારીના કારણે જમીન સંપાદન સહિતના મુદ્દા તેમજ હાલ મટીરીયલમાં પણ ભાવ વધારો થતાં એજન્સીએ કામ છોડી દીધું છે. જેના કારણે ઓવરબ્રિજની કામગીરી ફરી ટલ્લે ચડી છે, આ માર્ગ ઉપરથી અલંગ, મહુવા, સોમનાથ સહિતના વાહન ચાલકો પસાર થતા હોય ઘણીવાર ટ્રાફિક જામના દૃશ્યો પણ જોવા મળતા હોય છે. રસ્તાના કામો ક્યારે શરૂ થશે એ વિચારવું પણ મુશ્કેલ બન્યું ઓવરબ્રિજ બન્યા બાદ રસ્તાને ચાર માર્ગીય બનાવવાની કામગીરી પણ શરૂ થવાની હતી, પરંતુ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી જ હજુ પૂર્ણ નથી થઈ, ત્યારે રસ્તાના કામો તો ક્યારે શરૂ થશે એ વિચારવું પણ મુશ્કેલ બન્યું છે. જો કે અધિકારીનું કહેવું છે કે આ કામ માટે હવે ફરી એક વખત ટૂંક સમયમાં નવા ટેન્ડર બહાર પાડવામાં આવશે. જમીન સંપાદન સહિતના મુદ્દાઓમાં આયોજનના અભાવે ઘણા કામો બંધ સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસના કામો મંજૂર કરવામાં આવતા હોય છે, જે બાદ રોડ રસ્તા અને ઓવરબ્રિજ બનાવવા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવતી હોય છે, પરંતુ જેતે સરકારી એજન્સીઓ દ્વારા જમીન સંપાદન, વીજપોલ ટ્રાન્સફર, વીજ લાઈન ફેરવવા સહિતની કામગીરી યોગ્ય સમયે કર્યા વગર જ વિકાસના કામો શરૂ કરી દેવામાં આવતા હોય બાદમાં આવા જમીન સંપાદન સહિતના મુદ્દાઓમાં આયોજનના અભાવે ઘણા કામો બંધ થઈ જતાં હોય છે, જેનું આ ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભાવનગર અમદાવાદ વાયા વલભીપુર રોડ પરના 4 જેટલા ઓવરબ્રિજનું કામ ફરી બંધ
- 5 વર્ષ જેવો સમય વિતી જવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી
- રસ્તાના કામો ક્યારે શરૂ થશે એ વિચારવું પણ મુશ્કેલ બન્યું
રાજ્ય સરકાર ભાવનગર જિલ્લાના વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે તેમ છતાં જિલ્લાનો વિકાસ થયો નથી. ભાવનગર વલભીપુર વચ્ચે આવતી ત્રણેક નદીઓના પાંચ જેટલા કુદરતી વહેણના પાણી ચોમાસા દરમ્યાન રોડ ઉપર ફરી વળતા હોય તેમજ જેના કારણે રસ્તો બંધ થઈ જતાં રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડતી હતી.
5 વર્ષ જેવો સમય વિતી જવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી
આ રોડ ઉપર કાળુભાર, ઘેલો અને રંઘોળી નદીઓના પાણી ફરી વળતા કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતો હોય છે, ભાવનગર વલ્લભીપુરના આ માર્ગના નિરાકરણ માટે સરકાર દ્વારા 2018-19માં કરોડો રૂપિયાના ખર્ચે તેના ઉપર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેનું કામ પણ 2019-20 દરમ્યાન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ કોરોનાકાળ આવતા બંધ પડ્યું હતું અને ત્યારબાદ ત્રણેક વર્ષ જેટલા સમયગાળા દરમ્યાન ઓવરબ્રિજની કામગીરી બંધ ચાલુ થતી રહી છે, પરંતુ હાલ પાંચ વર્ષ જેવો સમય વિતી જવા છતાં કામગીરી પૂર્ણ નહીં થતાં એક પણ ઓવરબ્રિજ લોકોને ઉપયોગ કરવાનો મોકો મળ્યો નથી.
મટીરીયલમાં ભાવ વધારો થતાં એજન્સીએ કામ છોડી દીધું
આજથી ત્રણ ચાર માસ પહેલા ઓવરબ્રિજનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ખુદ સરકારી એજન્સીઓની બેદરકારીના કારણે જમીન સંપાદન સહિતના મુદ્દા તેમજ હાલ મટીરીયલમાં પણ ભાવ વધારો થતાં એજન્સીએ કામ છોડી દીધું છે. જેના કારણે ઓવરબ્રિજની કામગીરી ફરી ટલ્લે ચડી છે, આ માર્ગ ઉપરથી અલંગ, મહુવા, સોમનાથ સહિતના વાહન ચાલકો પસાર થતા હોય ઘણીવાર ટ્રાફિક જામના દૃશ્યો પણ જોવા મળતા હોય છે.
રસ્તાના કામો ક્યારે શરૂ થશે એ વિચારવું પણ મુશ્કેલ બન્યું
ઓવરબ્રિજ બન્યા બાદ રસ્તાને ચાર માર્ગીય બનાવવાની કામગીરી પણ શરૂ થવાની હતી, પરંતુ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી જ હજુ પૂર્ણ નથી થઈ, ત્યારે રસ્તાના કામો તો ક્યારે શરૂ થશે એ વિચારવું પણ મુશ્કેલ બન્યું છે. જો કે અધિકારીનું કહેવું છે કે આ કામ માટે હવે ફરી એક વખત ટૂંક સમયમાં નવા ટેન્ડર બહાર પાડવામાં આવશે.
જમીન સંપાદન સહિતના મુદ્દાઓમાં આયોજનના અભાવે ઘણા કામો બંધ
સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસના કામો મંજૂર કરવામાં આવતા હોય છે, જે બાદ રોડ રસ્તા અને ઓવરબ્રિજ બનાવવા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવતી હોય છે, પરંતુ જેતે સરકારી એજન્સીઓ દ્વારા જમીન સંપાદન, વીજપોલ ટ્રાન્સફર, વીજ લાઈન ફેરવવા સહિતની કામગીરી યોગ્ય સમયે કર્યા વગર જ વિકાસના કામો શરૂ કરી દેવામાં આવતા હોય બાદમાં આવા જમીન સંપાદન સહિતના મુદ્દાઓમાં આયોજનના અભાવે ઘણા કામો બંધ થઈ જતાં હોય છે, જેનું આ ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે.