Amreliના લીલીયામાં મેઘો થયો મહેરબાન, ધોધમાર વરસાદથી બજારમાં ભરાયા પાણી

અમરેલીના લીલીયામાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,લીલીયામાં બજારમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી પડી રહી છે.વહેલી સવારથી વરસાદ વરસતા વેપારીઓ અને સ્થાનિકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે.ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. બજારમાં ભરાયા વરસાદી પાણી અમરેલીના લીલીયા મોટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો.ગત રાત્રીના એક કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો તો આજે સવારથી મેઘો ફરી વરસતા ખેડૂતોમાં ખુશી તો શહેરીજનો પાણી ભરાવાની સમસ્યાથી કંટાળી ગયા હતા.મુખ્ય બજારમાં નદીઓની માફક વરસાદી પાણી વહેતા વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી પડી રહી છે.ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે અને પાક ખીલી ઉઠયો છે. રાત્રીના સમયે જામ્યો વરસાદ આસપાસના ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો. વડીયા, બગસરા શહેર સહિત સાપર, મુંજયાસર, અરજણ સુખ, રામપુર, તોરી સહિતના ગામડામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના આંબરડી સહિતના ગામડામાં વરસાદ ખાબક્યો હતો. ચલાલા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાતે મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો.વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ચેકડેમો છલકાઈ ગયા છે.ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ જશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લો-પ્રેશર એરિયા બની ગયું છે અને તેની અસર ઘણાં રાજ્યોમાં વર્તાઈ રહી છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે.  

Amreliના લીલીયામાં મેઘો થયો મહેરબાન, ધોધમાર વરસાદથી બજારમાં ભરાયા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલીના લીલીયામાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,લીલીયામાં બજારમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી પડી રહી છે.વહેલી સવારથી વરસાદ વરસતા વેપારીઓ અને સ્થાનિકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે.ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે.

બજારમાં ભરાયા વરસાદી પાણી

અમરેલીના લીલીયા મોટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો.ગત રાત્રીના એક કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો તો આજે સવારથી મેઘો ફરી વરસતા ખેડૂતોમાં ખુશી તો શહેરીજનો પાણી ભરાવાની સમસ્યાથી કંટાળી ગયા હતા.મુખ્ય બજારમાં નદીઓની માફક વરસાદી પાણી વહેતા વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી પડી રહી છે.ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે અને પાક ખીલી ઉઠયો છે.


રાત્રીના સમયે જામ્યો વરસાદ

આસપાસના ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો. વડીયા, બગસરા શહેર સહિત સાપર, મુંજયાસર, અરજણ સુખ, રામપુર, તોરી સહિતના ગામડામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના આંબરડી સહિતના ગામડામાં વરસાદ ખાબક્યો હતો. ચલાલા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાતે મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો.વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ચેકડેમો છલકાઈ ગયા છે.

ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ

ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ જશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લો-પ્રેશર એરિયા બની ગયું છે અને તેની અસર ઘણાં રાજ્યોમાં વર્તાઈ રહી છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે.