વેરાવળના મત્સ્ય નિકાસકારોને માછલીની નિકાસમાં ફ્રેઈટ રેટ વધી જતાં સમસ્યા

દરિયાદેવની પૂજા કરી સિઝનના શ્રીગણેશ થયા પણ રાતા સમુદ્રમાં ચાલતી ચાંચિયાગીરીથી બધા કન્ટેનરોને વાયા સાઉથ આફ્રિકાથી ફરીને જવાની ફરજ પડતી હોવાથી ભાડા વધી ગયા પણ માછલીનો દર એનો એજ : ગુજરાતમાંથી દર વર્ષે 5,000 કરોડની માછલીની નિકાસ એમાં એકલા વેરાવળમાંથી 3000 કરોડની માછલીની નિકાસપ્રભાસપાટણ, : આજે નાળિયરેી પૂનમે દરિયાલાલની પુજા કરીને સાગરખેડૂઓએ દરિયાના ખોળે માથું મુકીને માછીમારીના શ્રીગણેશ કર્યા છે પણ હાલ નિકાસમાં મોટી માથાકૂટ હોવાથી તેમજ દરિયાઈ પરિવહનમાં ભાડામાં ત્રણ ગણો વધારો થઈ જતાં સમસ્યા વધી છે. માછલીના ભાવ યથાવત જ રહ્યા છે જયારે ભાડામાં વધારો થતાં વેરાવળના મત્સ્યોદ્યોગને ભારે આકરી પરીક્ષામાંથી પસાર થવાનો સમય આવ્યો છે.વેરાવળના મત્સ્ય ઉત્પાદનના અગ્રણી નીકાસકાર જગદીશભાઈ ફોફંડીના જણાવ્યા મુજબ  માછીમારીની સિઝનનો પ્રારંભ થયો છે પણ હાલ રેડસી મારફત જે ટૂંકા રસ્તેથી વિદેશમાં માછલીનું પરિવહન થતું હતું  એ રસ્તામાં અનેકવિધ સમસ્યાઓ અને ચાંચિયાગીરી તેમજ કન્ટેનરો પર હુમલાઓ થવાની ભીતિના કારણે તેમજ અન્ય સમસ્યાઓના લીધે બધા કન્ટેનરોને ફરી ફરીને વાયા સાઉથ આફ્રિકાથી જવું પડે છે. જેમાં માલ પહોંચાડવાના સમયનો પણ ત્રણ ગણો વધારો થયો છે. આ ઉપરાંત પરિવહન અંતર વધી જતાં ભાડા(ફ્રેઈટ)માં પણ ત્રણ ગણો વધારો થયો છે. જે માછીમારી ઉદ્યોગ માટે અસહ્ય છે. બીજી તરફ ખરીદદાર દેશો માછલીના ભાવ એના એ જ ચૂકવે છે. એકલા વેરાવળમાંથી ચીનમાં રીબન ફીશ,ક્રોકર, થાઈલેન્ડમાં વેરાવળની ખાસ વેરાઈટી ઈન્ડીયન મેકલ, યુરોપ દેશોમાં સ્કવીડ માછલીની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. 1600  કિલોમીટર ધરાવતા ગુજરાતમાંથી દર વર્ષે 5,000 કરોડની માછલીની નીકાસ થાય છે એમાં એકલા વેરાવળનો હિસ્સો 3,000 કરોડ છે. જે ચીન થાઈલેન્ડ, વિએટનામ યુરોપ સહિતના દેશોમાં નિકાસ કરે છે. વેરાવળની માછલી રીબન ફીશ,ક્રેકરનો સૌથી મોટો ખરીદદાર દેશ ચીન છે. તા. 16મીથી વ્યવસ્થિત રીતે માછીમારી સિઝનનો પ્રારંભ થયો છે. માછીમારોને માછલીની શોધ માટે જુદા જુદા સાગર બેલ્ટમાં જવાનો પ્રારંભ થઈ ગયો છે.માંગરોળ, વેરાવળ પોરબંદર, અમરેલી જિલ્લાના બંદરો ઉપરથી ગોદી ઉપરથી બોટો ઉતારીને પુજા કરીને દરિયામાં પ્રયાણ કરી રહી છે. આજે સૌરાષ્ટ્રમાંથી 1600 જેટલી નાના મોટી બોટો વિદાય થઈ હતી.

વેરાવળના મત્સ્ય નિકાસકારોને માછલીની નિકાસમાં ફ્રેઈટ રેટ વધી જતાં સમસ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


દરિયાદેવની પૂજા કરી સિઝનના શ્રીગણેશ થયા પણ રાતા સમુદ્રમાં ચાલતી ચાંચિયાગીરીથી બધા કન્ટેનરોને વાયા સાઉથ આફ્રિકાથી ફરીને જવાની ફરજ પડતી હોવાથી ભાડા વધી ગયા પણ માછલીનો દર એનો એજ : ગુજરાતમાંથી દર વર્ષે 5,000 કરોડની માછલીની નિકાસ એમાં એકલા વેરાવળમાંથી 3000 કરોડની માછલીની નિકાસ

પ્રભાસપાટણ, : આજે નાળિયરેી પૂનમે દરિયાલાલની પુજા કરીને સાગરખેડૂઓએ દરિયાના ખોળે માથું મુકીને માછીમારીના શ્રીગણેશ કર્યા છે પણ હાલ નિકાસમાં મોટી માથાકૂટ હોવાથી તેમજ દરિયાઈ પરિવહનમાં ભાડામાં ત્રણ ગણો વધારો થઈ જતાં સમસ્યા વધી છે. માછલીના ભાવ યથાવત જ રહ્યા છે જયારે ભાડામાં વધારો થતાં વેરાવળના મત્સ્યોદ્યોગને ભારે આકરી પરીક્ષામાંથી પસાર થવાનો સમય આવ્યો છે.

વેરાવળના મત્સ્ય ઉત્પાદનના અગ્રણી નીકાસકાર જગદીશભાઈ ફોફંડીના જણાવ્યા મુજબ  માછીમારીની સિઝનનો પ્રારંભ થયો છે પણ હાલ રેડસી મારફત જે ટૂંકા રસ્તેથી વિદેશમાં માછલીનું પરિવહન થતું હતું  એ રસ્તામાં અનેકવિધ સમસ્યાઓ અને ચાંચિયાગીરી તેમજ કન્ટેનરો પર હુમલાઓ થવાની ભીતિના કારણે તેમજ અન્ય સમસ્યાઓના લીધે બધા કન્ટેનરોને ફરી ફરીને વાયા સાઉથ આફ્રિકાથી જવું પડે છે. જેમાં માલ પહોંચાડવાના સમયનો પણ ત્રણ ગણો વધારો થયો છે. આ ઉપરાંત પરિવહન અંતર વધી જતાં ભાડા(ફ્રેઈટ)માં પણ ત્રણ ગણો વધારો થયો છે. જે માછીમારી ઉદ્યોગ માટે અસહ્ય છે. બીજી તરફ ખરીદદાર દેશો માછલીના ભાવ એના એ જ ચૂકવે છે. એકલા વેરાવળમાંથી ચીનમાં રીબન ફીશ,ક્રોકર, થાઈલેન્ડમાં વેરાવળની ખાસ વેરાઈટી ઈન્ડીયન મેકલ, યુરોપ દેશોમાં સ્કવીડ માછલીની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. 1600  કિલોમીટર ધરાવતા ગુજરાતમાંથી દર વર્ષે 5,000 કરોડની માછલીની નીકાસ થાય છે એમાં એકલા વેરાવળનો હિસ્સો 3,000 કરોડ છે. જે ચીન થાઈલેન્ડ, વિએટનામ યુરોપ સહિતના દેશોમાં નિકાસ કરે છે. વેરાવળની માછલી રીબન ફીશ,ક્રેકરનો સૌથી મોટો ખરીદદાર દેશ ચીન છે. 

તા. 16મીથી વ્યવસ્થિત રીતે માછીમારી સિઝનનો પ્રારંભ થયો છે. માછીમારોને માછલીની શોધ માટે જુદા જુદા સાગર બેલ્ટમાં જવાનો પ્રારંભ થઈ ગયો છે.માંગરોળ, વેરાવળ પોરબંદર, અમરેલી જિલ્લાના બંદરો ઉપરથી ગોદી ઉપરથી બોટો ઉતારીને પુજા કરીને દરિયામાં પ્રયાણ કરી રહી છે. આજે સૌરાષ્ટ્રમાંથી 1600 જેટલી નાના મોટી બોટો વિદાય થઈ હતી.