પોતાની જ માલિકીની જમીનથી અજાણ અંજાર તાલુકાનું પાણી પુરવઠા વિભાગ
ટપ્પર ડેમથી ગાંધીધામ સુધીના રસ્તા પર બિલ્ડરોના અસંખ્ય દબાણોપાણી પુરવઠાને કંડલા કોમ્પ્લક્ષેને પાણી આપવા માટે નવી લાઈનો નાખવી હોય તો દબાણો કર્તા બિલ્ડરો ભાજપના નેતાઓ નાખવા દેતા નથી ભુજ: અંજાર તાલુકાના પાણી પુરવઠા વિભાગ પાસે પોતાની માલિકીની કેટલી જમીન કયા ગામે છે તેની માહિતી જ તેમની પાસે નથી. જેના કારણે વર્ષો પહેલા પાણી પુરવઠા બોર્ડે ૧૯૬૬માં જમીન સંપાદન કરી છે જેની રેવન્યુ રેકર્ડમાં નોંધ પડી હોવા છતાં આટલા વરસો પછી પણ પાણી પુરવઠાના રેકોર્ડ પર આ જમીન બોલતી નથી. પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટપ્પર ડેમથી રામબાગ સુધી કંડલા કોમ્પ્લેક્ષને પીવાનું પાણી મળી રહે તે માટે પાણીની લાઈનો તેમજ રોડ માટે ૨૪થી ૨૬ મીટર સુધી ટપ્પર, ભીમાસર, અજાપર તથા વરસામેડી ચાર ગામોની જમીનો સંપાદન કરવામાં આવી છે. પરંતુ પાણી પુરવઠા બોર્ડની બેદરકારીના કારણે આ જમીન પર બિલ્ડરોએ મોટા પાયે દબાણો કરી નાખ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ટપ્પર ડેમથી ગાંધીધામ સુધીના રસ્તા પર બિલ્ડરોના અસંખ્ય દબાણો
પાણી પુરવઠાને કંડલા કોમ્પ્લક્ષેને પાણી આપવા માટે નવી લાઈનો નાખવી હોય તો દબાણો કર્તા બિલ્ડરો ભાજપના નેતાઓ નાખવા દેતા નથી