Surendranagarમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા વ્યકિતને પ્રધાનમંત્રી જનમન યોજના હેઠળ મળ્યું ઘર
સુરેન્દ્રનગર જિલ્લાના નાની કઠેચી ગામના રહેવાસી અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા દેવથળા નરેશભાઈ રમણભાઈએ સ્વપ્નેય ન હતું વિચાર્યુ કે તેમને પોતાનું ઘરનું ઘર પ્રાપ્ત થશે. અન્ય પરિવારોની જેમ નરેશભાઈના પરિવારનું પણ પાકા અને સુવિધાવાળા મકાનમાં રહેવાનું સપનું પ્રધાનમંત્રી જનમન આવાસ યોજનાથી સાકાર થયું છે. પાકુ મકાન મળ્યું પહેલા તેઓ કાચા મકાનમાં કુટુંબ સાથે રહેતા હતાં. જયાં તેઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ આજે નરેશભાઈ જણાવે છે કે, પહેલા મારી સ્થિતિ એક સાંધે તો તેર તુટે તેવી હતી. રહેવા માટે કાચું જર્જરીત મકાન હતું. જેથી ચોમાસામાં વરસાદથી અને શિયાળામાં ઠંડીથી પરિવારને ખુબ જ તકલીફોનો સામનો કરવો પડતો હતો. તેમજ વરસાદમાં ક્યારેક તો ઘરની ઘર વખરી પણ પલડીને બગડી જતી હતી. વરસાદમાં આખી રાત પલળતા જાગતા બેસી રહેવું પડતું હતું. આવી દયનીય પરિસ્થિતિની વચ્ચે તેમને પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અંતર્ગત કુલ રૂ. બે લાખની સહાય મળતા પોતાનું પાકું મકાન બનાવવું શકય બન્યું છે. સ્વપ્ન સમાન ઘર વધુમાં તેઓ જણાવે છે કે, અમારા જેવા આદિમ જૂથના સામાન્ય માણસો માટે પાકું મકાન એતો સ્વપ્ન સમાન છે. પરંતુ આ સ્વપ્ન સરકારના પ્રધાનમંત્રી જનમન આવાસ યોજનાથી સાકાર થયુ છે. પ્રધાનમંત્રી જનમન આવાસ યોજનાનો લાભ મળવા બદલ નરેશભાઈ અને તેમના પરિવારે સરકારશ્રીનો આભાર માન્યો હતો.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૫ નવેમ્બર ૨૦૨૩ના રોજ જનજાતિ ગૌરવ દિવસ અન્વયે આદિવાસી જૂથો અને આદિમ જાતિઓ જેમાંથી મોટાભાગના હજુ પણ જંગલમાં વસે છે તેઓ સુધી પહોંચવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM JANMAN) મિશનની શરૂઆત કરવામાં આવી છે. જનમન આવાસ યોજના ગુજરાત રાજ્યમાં પણ અલગ-અલગ જિલ્લાઓમાં Particularly Vulnerable Tribal Groups (PVTGs) તરીકે કાથોડી, કોટવાળીયા, પઢાર, સિદ્દી અને કોલ્ગા સમુદાયો વસવાટ કરે છે. આ આદિવાસી જૂથો અને આદિમ જાતિઓના ઘરવિહોણા અને કાચા જર્જરીત મકાનોમાં વસવાટ કરતા PVTGs પરિવારોને પાકા મકાનો પ્રદાન કરવા પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના શરૂ કરવામાં આવી છે.પ્રધાનમંત્રી જનમન અભિયાન અંતર્ગત લાભાર્થીને મળવાપાત્ર સહાય રૂ. બે લાખમાં કેન્દ્ર સરકારના રૂ. ૧ લાખ ૨૦ હજાર અને રાજ્ય સરકારના રૂ. ૮૦ હજારનો સમાવેશ થાય છે.ખાતામા રકમ થાય છે જમા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ૬૦:૪૦નો હિસ્સો રહે છે. આ મિશન અંતર્ગત આવાસ દીઠ ત્રણ હપ્તામાં તબક્કાવાર રૂ. બે લાખની સહાય ચૂકવવામાં આવે છે. પ્રથમ હપ્તા તરીકે રૂ. ૫૦ હજાર આવાસ મંજુર થયેથી, બીજો હપ્તો રૂ. ૧ લાખ ૨૦ હજાર પ્લીન્થ લેવલ સુધી બાંધકામ થયેથી અને ત્રીજો હપ્તો રૂ. ૩૦ હજાર આવાસ પૂર્ણ થાય ત્યારે મળે છે. લાભાર્થીને તબક્કાવાર હપ્તાની રકમનું ફંડ ટ્રાન્સફર ઓર્ડરથી સીધું ચુકવણું તેમના ખાતામાં થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ જનમન અભિયાન અંતર્ગત ફાળવેલ આવાસ સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ જનમન અભિયાન અંતર્ગત કુલ ૨૫૧૮ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૦૭૮ આવાસોને પ્રથમ હપ્તો, ૭૨૯ આવાસોને બીજો હપ્તો અને ૯૦ આવાસોને ત્રીજો હપ્તો ચૂકવી દેવામાં આવ્યો છે. જ્યારે જિલ્લામાં ૨૧૦ જેટલા આવાસોના કામો પૂર્ણ થઈ ગયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના નાની કઠેચી ગામના રહેવાસી અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા દેવથળા નરેશભાઈ રમણભાઈએ સ્વપ્નેય ન હતું વિચાર્યુ કે તેમને પોતાનું ઘરનું ઘર પ્રાપ્ત થશે. અન્ય પરિવારોની જેમ નરેશભાઈના પરિવારનું પણ પાકા અને સુવિધાવાળા મકાનમાં રહેવાનું સપનું પ્રધાનમંત્રી જનમન આવાસ યોજનાથી સાકાર થયું છે.
પાકુ મકાન મળ્યું
પહેલા તેઓ કાચા મકાનમાં કુટુંબ સાથે રહેતા હતાં. જયાં તેઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ આજે નરેશભાઈ જણાવે છે કે, પહેલા મારી સ્થિતિ એક સાંધે તો તેર તુટે તેવી હતી. રહેવા માટે કાચું જર્જરીત મકાન હતું. જેથી ચોમાસામાં વરસાદથી અને શિયાળામાં ઠંડીથી પરિવારને ખુબ જ તકલીફોનો સામનો કરવો પડતો હતો. તેમજ વરસાદમાં ક્યારેક તો ઘરની ઘર વખરી પણ પલડીને બગડી જતી હતી. વરસાદમાં આખી રાત પલળતા જાગતા બેસી રહેવું પડતું હતું. આવી દયનીય પરિસ્થિતિની વચ્ચે તેમને પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અંતર્ગત કુલ રૂ. બે લાખની સહાય મળતા પોતાનું પાકું મકાન બનાવવું શકય બન્યું છે.
સ્વપ્ન સમાન ઘર
વધુમાં તેઓ જણાવે છે કે, અમારા જેવા આદિમ જૂથના સામાન્ય માણસો માટે પાકું મકાન એતો સ્વપ્ન સમાન છે. પરંતુ આ સ્વપ્ન સરકારના પ્રધાનમંત્રી જનમન આવાસ યોજનાથી સાકાર થયુ છે. પ્રધાનમંત્રી જનમન આવાસ યોજનાનો લાભ મળવા બદલ નરેશભાઈ અને તેમના પરિવારે સરકારશ્રીનો આભાર માન્યો હતો.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૫ નવેમ્બર ૨૦૨૩ના રોજ જનજાતિ ગૌરવ દિવસ અન્વયે આદિવાસી જૂથો અને આદિમ જાતિઓ જેમાંથી મોટાભાગના હજુ પણ જંગલમાં વસે છે તેઓ સુધી પહોંચવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM JANMAN) મિશનની શરૂઆત કરવામાં આવી છે.
જનમન આવાસ યોજના
ગુજરાત રાજ્યમાં પણ અલગ-અલગ જિલ્લાઓમાં Particularly Vulnerable Tribal Groups (PVTGs) તરીકે કાથોડી, કોટવાળીયા, પઢાર, સિદ્દી અને કોલ્ગા સમુદાયો વસવાટ કરે છે. આ આદિવાસી જૂથો અને આદિમ જાતિઓના ઘરવિહોણા અને કાચા જર્જરીત મકાનોમાં વસવાટ કરતા PVTGs પરિવારોને પાકા મકાનો પ્રદાન કરવા પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના શરૂ કરવામાં આવી છે.પ્રધાનમંત્રી જનમન અભિયાન અંતર્ગત લાભાર્થીને મળવાપાત્ર સહાય રૂ. બે લાખમાં કેન્દ્ર સરકારના રૂ. ૧ લાખ ૨૦ હજાર અને રાજ્ય સરકારના રૂ. ૮૦ હજારનો સમાવેશ થાય છે.
ખાતામા રકમ થાય છે જમા
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ૬૦:૪૦નો હિસ્સો રહે છે. આ મિશન અંતર્ગત આવાસ દીઠ ત્રણ હપ્તામાં તબક્કાવાર રૂ. બે લાખની સહાય ચૂકવવામાં આવે છે. પ્રથમ હપ્તા તરીકે રૂ. ૫૦ હજાર આવાસ મંજુર થયેથી, બીજો હપ્તો રૂ. ૧ લાખ ૨૦ હજાર પ્લીન્થ લેવલ સુધી બાંધકામ થયેથી અને ત્રીજો હપ્તો રૂ. ૩૦ હજાર આવાસ પૂર્ણ થાય ત્યારે મળે છે. લાભાર્થીને તબક્કાવાર હપ્તાની રકમનું ફંડ ટ્રાન્સફર ઓર્ડરથી સીધું ચુકવણું તેમના ખાતામાં થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ જનમન અભિયાન અંતર્ગત ફાળવેલ આવાસ
સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ જનમન અભિયાન અંતર્ગત કુલ ૨૫૧૮ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૦૭૮ આવાસોને પ્રથમ હપ્તો, ૭૨૯ આવાસોને બીજો હપ્તો અને ૯૦ આવાસોને ત્રીજો હપ્તો ચૂકવી દેવામાં આવ્યો છે. જ્યારે જિલ્લામાં ૨૧૦ જેટલા આવાસોના કામો પૂર્ણ થઈ ગયા છે.