Kutchના માંડવીના દરિયામાં ડૂબી જવાથી પિતા-પુત્રનું મોત, પરિવારમાં શોકનો માહોલ

કચ્છના માંડવીના દરિયામાં ડૂબી જવાથી પિતા-પુત્રનું મોત થયું છે,દરિયામાં સ્નાન કરી રહ્યાં હતા તે દરમિયાન મોજા ઉછડયા અને તેમાં ખેંચાઈ જવાથી મોત થયું છે.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે,પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,દરિયામાં સ્નાન કરતા હતા અને ખેંચાઈ ગયા હતા. પરિવાર સાથે વેકેશનની મજા માણવા આવ્યો હતો પરિવાર કચ્છના માંડવીનો દરિયા કિનારો એક પરિવાર માટે નવા વર્ષે જીવલેણ સાબિત થયો છે. નવા વર્ષની ઉજવણી માટે માંડવી બીચ પર ફરવા આવેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ થયું છે. અંજારના કિશોર ગાંગજી મહેશ્વરી અને તેમનો પુત્ર દરિયામાં ડૂબી જતાં મોત થયું છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.સ્થાનિક તરવૈયાઓ દ્રારા બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેમ છતા પિતા-પુત્ર બચ્યા ન હતા. પુત્રને બચાવવા જતા પિતાનું પણ મોત માંડવી પોલીસ સ્ટેશનમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ મૃતક 37 વર્ષીય કિશન ગાંગજીભાઈ મહેશ્વરી તેમના 13 વર્ષના પુત્ર ડેનિસ અને અન્ય ત્રણ પરિવારજનો સાથે માંડવી બીચ પર રવિવારે ફરવા આવ્યાં હતાં. ત્યારે બપોરે 4 વાગ્યાના અરસામાં સૌ વિન્ડફાર્મ નજીક સ્વામિનારાયણ હોલી બીચ સામે સમુદ્રમાં નહાતાં હતાં તે સમયે એકાએક ડેનિસ ડૂબવા લાગ્યો હતો પુત્રને ડૂબતો જોઈને પિતા કિશનભાઈ તેને બચાવવા ગયાં હતાં અને બંને પિતા પિતાનું પણ ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. દરિયાની વચ્ચે જઈને સ્નાન ના કરો હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે તેની વચ્ચે લોકો ફરવા જતા હોય છે,ઘણા લોકો દરિયાની વચ્ચે જઈ સ્નાન કરતા હોય છે ત્યારે જીવલેણ ઘટના બનતી હોય છે,માંડવીનો દરિયો ભારે દરિયો કહેવાય છે અને અનેક લોકોના જીવ ગયેલા પણ છે ત્યારે લોકોએ સમજવું જોઈએ અને જીવના જોખમે દરિયામાં સ્નાન કરવું જોઈએ નહી,લોકો મસ્તીમાં આવીને દરિયામાં ભાન ભૂલીને સ્નાન કરતા હોય છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે.  

Kutchના માંડવીના દરિયામાં ડૂબી જવાથી પિતા-પુત્રનું મોત, પરિવારમાં શોકનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના માંડવીના દરિયામાં ડૂબી જવાથી પિતા-પુત્રનું મોત થયું છે,દરિયામાં સ્નાન કરી રહ્યાં હતા તે દરમિયાન મોજા ઉછડયા અને તેમાં ખેંચાઈ જવાથી મોત થયું છે.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે,પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,દરિયામાં સ્નાન કરતા હતા અને ખેંચાઈ ગયા હતા.

પરિવાર સાથે વેકેશનની મજા માણવા આવ્યો હતો પરિવાર

કચ્છના માંડવીનો દરિયા કિનારો એક પરિવાર માટે નવા વર્ષે જીવલેણ સાબિત થયો છે. નવા વર્ષની ઉજવણી માટે માંડવી બીચ પર ફરવા આવેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ થયું છે. અંજારના કિશોર ગાંગજી મહેશ્વરી અને તેમનો પુત્ર દરિયામાં ડૂબી જતાં મોત થયું છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.સ્થાનિક તરવૈયાઓ દ્રારા બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેમ છતા પિતા-પુત્ર બચ્યા ન હતા.

પુત્રને બચાવવા જતા પિતાનું પણ મોત

માંડવી પોલીસ સ્ટેશનમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ મૃતક 37 વર્ષીય કિશન ગાંગજીભાઈ મહેશ્વરી તેમના 13 વર્ષના પુત્ર ડેનિસ અને અન્ય ત્રણ પરિવારજનો સાથે માંડવી બીચ પર રવિવારે ફરવા આવ્યાં હતાં. ત્યારે બપોરે 4 વાગ્યાના અરસામાં સૌ વિન્ડફાર્મ નજીક સ્વામિનારાયણ હોલી બીચ સામે સમુદ્રમાં નહાતાં હતાં તે સમયે એકાએક ડેનિસ ડૂબવા લાગ્યો હતો પુત્રને ડૂબતો જોઈને પિતા કિશનભાઈ તેને બચાવવા ગયાં હતાં અને બંને પિતા પિતાનું પણ ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.

દરિયાની વચ્ચે જઈને સ્નાન ના કરો

હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે તેની વચ્ચે લોકો ફરવા જતા હોય છે,ઘણા લોકો દરિયાની વચ્ચે જઈ સ્નાન કરતા હોય છે ત્યારે જીવલેણ ઘટના બનતી હોય છે,માંડવીનો દરિયો ભારે દરિયો કહેવાય છે અને અનેક લોકોના જીવ ગયેલા પણ છે ત્યારે લોકોએ સમજવું જોઈએ અને જીવના જોખમે દરિયામાં સ્નાન કરવું જોઈએ નહી,લોકો મસ્તીમાં આવીને દરિયામાં ભાન ભૂલીને સ્નાન કરતા હોય છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે.