Gandhinagar: તબીબો માટે આનંદના સમાચાર, વીઝીટીંગ ડૉક્ટરના વેતનમાં વધારો

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોના પ્રતિ વીઝીટ માનદ વેતન દરમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લે વર્ષ 2018માં માનદ વેતનના દર નક્કી કરવામાં આવ્યા હતા. માનદ વેતનમાં વધારો કરવા રજુઆત કરવામાં આવી હતી પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં સેવાભાવી ટ્રસ્ટો દ્વારા અનેક ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો સેવાકીય હેતુસર ચલાવવામાં આવે છે. આવી હોસ્પિટલોમાં વીઝીટીંગ ડોક્ટરની સેવા સરળતાથી મળી રહે તે માટે રાજ્યની વિવિધ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના ટ્રસ્ટીઓ અને એસોશીએશન દ્વારા માનદ વેતનના દરમાં વધારો કરવા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ અંગેની રજૂઆતો પર વિચારણા કરી વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોમાં વીઝીટીંગ ડોક્ટરનો આશરે 50 કિ.મી. સુધીના અંતર માટે માનદ વેતનનો દર અત્યારે રૂ. 700 છે, જેને હવે વધારીને રૂ. 1000 કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, 51 થી 100 કિ.મી. સુધીના અંતર માટે માનદ વેતનનો દર રૂ. 800 થી વધારીને રૂ. 1,250 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 100 કિ.મી.થી વધારે અંતર માટે માનદ વેતનનો દર જે અત્યારે રૂ. 900 છે, તેને વધારીને રૂ. 1,500 કરવામાં આવ્યો છે. CM સેતુ યોજના અંતર્ગતના તબીબોના વેતનમાં વધારો વીઝીટીંગ ડોક્ટરના વેતનમાં વધારોનો નિર્ણય લેવાયો છે. પીડિયાટ્રીશીયનને પ્રતિ દિન રૂ. 3000 ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જનરલ ફિઝિશીયનને રોજના રૂ. 3000 ચૂકવાશે. અન્ય તજજ્ઞ તબીબોને પ્રતિ દિન રૂ. 2000 ચૂકવવામાં આવશે. રોજના લધુત્તમ 3 કલાકની સેવા ફરજિયાત આપવી પડશે. સર્જરીના પ્રકારને આધારે રૂ. 300થી 2000નું ઇન્સેન્ટીવ આપવામાં આવશે. નોન સર્જીકલ સુપર સ્પેશ્યાલિસ્ટને રૂ. 8500 ચૂકવાશે. રાજ્યની સરકારી મેડિકલ કૉલેજમાં 3 કલાકના રૂ. 8500 ચૂકવાશે. GMERS સંચાલિત મેડિકલ કૉલેજમાં 3 કલાકના રૂ. 8500 ચૂકવાશે. અગાઉ પ્રતિ 3 કલાકના રૂ. 2700 ચૂકવવામાં આવતા હતા. સી.એમ. સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વીઝીટીંગ તજજ્ઞો / સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલ અને જિલ્લા હોસ્પિટલ ખાતે સી. એમ. સેતુ અંતર્ગત ફરજ બજાવતા વીઝીટીંગ તજજ્ઞ તબીબોના માનદ વેતનમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અગાઉ આ તબીબોને પ્રતિ કલાક અંતરના આધારે રૂ. 700થી રૂ.900 આપવામાં આવતા હતા. જેમાં વધારો કરીને પીડિયાટ્રીશીયન અને જનરલ ફિઝિશીયનને પ્રતિ દિન રૂ. 3,000 (રોજના લધુત્તમ 3 કલાકની સેવા ફરજીયાત) આના સિવાયના તમામ તજજ્ઞ ડૉક્ટર્સને પ્રતિ દિન રૂ. 2,000/-( રોજના લધુત્તમ 3 કલાકની સેવા ફરજીયાત) માનદવેતન ચૂકવવામાં આવશે. ઉપરોક્ત મહેનતાણા ઉપરાંત સર્જરીના પ્રકારને આધારે રૂ. 300-2,000નું ઇન્સેન્ટીવ પણ મળવાપાત્ર રહેશે. રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ/GMERS સંચાલીત મેડિલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે પ્રતિ ત્રણ કલાકના રૂ. 2700/- આપવામાં આવતા હતા. જેમાં વધારો કરીને હવે રોજના રૂ. 8500/- ત્રણ કલાક(લધુત્તમ ફરજિયાત) માનદવેતન આપવામાં આવશે. નોન સર્જીકલ સુપર સ્પેશ્યાલીટીવાળા સ્પેશ્યાલીસ્ટ દિવસના રૂ. 8500/- મુજબ (પ્રતિ દિન ઓછામાં ઓછા ત્રણ કલાક) માટે અને મહિનામાં જેટલા દિવસ આવા તબીબો સેવા આપી શકે તેટલા દિવસ તઓ સેવા આપી શકશે. વિગતવાર માહિતી સાથેનો ઠરાવ વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવશે.

Gandhinagar: તબીબો માટે આનંદના સમાચાર, વીઝીટીંગ ડૉક્ટરના વેતનમાં વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોના પ્રતિ વીઝીટ માનદ વેતન દરમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લે વર્ષ 2018માં માનદ વેતનના દર નક્કી કરવામાં આવ્યા હતા.

માનદ વેતનમાં વધારો કરવા રજુઆત કરવામાં આવી હતી

પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં સેવાભાવી ટ્રસ્ટો દ્વારા અનેક ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો સેવાકીય હેતુસર ચલાવવામાં આવે છે. આવી હોસ્પિટલોમાં વીઝીટીંગ ડોક્ટરની સેવા સરળતાથી મળી રહે તે માટે રાજ્યની વિવિધ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના ટ્રસ્ટીઓ અને એસોશીએશન દ્વારા માનદ વેતનના દરમાં વધારો કરવા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ અંગેની રજૂઆતો પર વિચારણા કરી વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોમાં વીઝીટીંગ ડોક્ટરનો આશરે 50 કિ.મી. સુધીના અંતર માટે માનદ વેતનનો દર અત્યારે રૂ. 700 છે, જેને હવે વધારીને રૂ. 1000 કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, 51 થી 100 કિ.મી. સુધીના અંતર માટે માનદ વેતનનો દર રૂ. 800 થી વધારીને રૂ. 1,250 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 100 કિ.મી.થી વધારે અંતર માટે માનદ વેતનનો દર જે અત્યારે રૂ. 900 છે, તેને વધારીને રૂ. 1,500 કરવામાં આવ્યો છે.

CM સેતુ યોજના અંતર્ગતના તબીબોના વેતનમાં વધારો

વીઝીટીંગ ડોક્ટરના વેતનમાં વધારોનો નિર્ણય લેવાયો છે. પીડિયાટ્રીશીયનને પ્રતિ દિન રૂ. 3000 ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જનરલ ફિઝિશીયનને રોજના રૂ. 3000 ચૂકવાશે. અન્ય તજજ્ઞ તબીબોને પ્રતિ દિન રૂ. 2000 ચૂકવવામાં આવશે. રોજના લધુત્તમ 3 કલાકની સેવા ફરજિયાત આપવી પડશે. સર્જરીના પ્રકારને આધારે રૂ. 300થી 2000નું ઇન્સેન્ટીવ આપવામાં આવશે. નોન સર્જીકલ સુપર સ્પેશ્યાલિસ્ટને રૂ. 8500 ચૂકવાશે. રાજ્યની સરકારી મેડિકલ કૉલેજમાં 3 કલાકના રૂ. 8500 ચૂકવાશે. GMERS સંચાલિત મેડિકલ કૉલેજમાં 3 કલાકના રૂ. 8500 ચૂકવાશે. અગાઉ પ્રતિ 3 કલાકના રૂ. 2700 ચૂકવવામાં આવતા હતા.

સી.એમ. સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વીઝીટીંગ તજજ્ઞો / સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલ અને જિલ્લા હોસ્પિટલ ખાતે સી. એમ. સેતુ અંતર્ગત ફરજ બજાવતા વીઝીટીંગ તજજ્ઞ તબીબોના માનદ વેતનમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અગાઉ આ તબીબોને પ્રતિ કલાક અંતરના આધારે રૂ. 700થી રૂ.900 આપવામાં આવતા હતા. જેમાં વધારો કરીને પીડિયાટ્રીશીયન અને જનરલ ફિઝિશીયનને પ્રતિ દિન રૂ. 3,000 (રોજના લધુત્તમ 3 કલાકની સેવા ફરજીયાત) આના સિવાયના તમામ તજજ્ઞ ડૉક્ટર્સને પ્રતિ દિન રૂ. 2,000/-( રોજના લધુત્તમ 3 કલાકની સેવા ફરજીયાત) માનદવેતન ચૂકવવામાં આવશે.

ઉપરોક્ત મહેનતાણા ઉપરાંત સર્જરીના પ્રકારને આધારે રૂ. 300-2,000નું ઇન્સેન્ટીવ પણ મળવાપાત્ર રહેશે. રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ/GMERS સંચાલીત મેડિલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે પ્રતિ ત્રણ કલાકના રૂ. 2700/- આપવામાં આવતા હતા. જેમાં વધારો કરીને હવે રોજના રૂ. 8500/- ત્રણ કલાક(લધુત્તમ ફરજિયાત) માનદવેતન આપવામાં આવશે.

નોન સર્જીકલ સુપર સ્પેશ્યાલીટીવાળા સ્પેશ્યાલીસ્ટ દિવસના રૂ. 8500/- મુજબ (પ્રતિ દિન ઓછામાં ઓછા ત્રણ કલાક) માટે અને મહિનામાં જેટલા દિવસ આવા તબીબો સેવા આપી શકે તેટલા દિવસ તઓ સેવા આપી શકશે. વિગતવાર માહિતી સાથેનો ઠરાવ વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવશે.