જાણો કોણ છે કબૂતરબાજી કરતો એજન્ટ પંકજ પટેલ, વાંચો Special Story

દેશમાં સૌથી મોટા કબુતર બાજીના માસ્ટર માઈન્ડ ભરત ઉર્ફે બોબી પટેલના એજન્ટ પંકજ ઉર્ફે પી.કે. પટેલની થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી વિરુદ્ધ 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે કોણ છે આ કબૂતરબાજી કરતો એજન્ટ, વાંચો આ વિશેષ અહેવાલમાં.આરોપી કબૂતર બાજીના માસ્ટર માઈન્ડ એવા ભરત ઉર્ફે બોબી પટેલ માટે કામ કરતો હાલમાં આરોપી પંકજ ઉર્ફે પી.કે.પટેલની કબૂતરબાજી કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને તે પોલીસ કસ્ટડીમાં છે. આરોપી કબૂતર બાજીનો માસ્ટર માઈન્ડ એવા ભરત ઉર્ફે બોબી પટેલ માટે કામ કરતો હતો. 2022માં કબૂતર બાજી કેસમાં સ્ટેટ મોનિટરીંગ સેલએ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં SMCએ કબૂતરબાજીના માસ્ટર માઈન્ડ ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ અને તેના એજન્ટની ધરપકડ કરી હતી. જેમાં પંકજ ઉર્ફે પી.કે. શંકરલાલ પટેલ નામનો એજન્ટ ફરાર હતો. SMCને બાતમી મળી હતી કે આરોપી પંકજ વારાણસીમાં છુપાઈને રહેતો હતો. વારાણસીના કિશન કટરા વિસ્તારમાંથી SMCની ટીમે પંકજ પટેલની કરી ધરપકડ જેથી SMCની એક ટીમ તપાસ માટે વારાણસી પહોંચી ગઈ હતી. જ્યાં બે દિવસ સુધી પંકજ પટેલની તપાસ કરતાં તેને કિશન કટરા વિસ્તારમાંથી ઝડપીને ગાંધીનગર લાવવામાં આવ્યો હતો. પોલીસને પી.કે. પાસેથી એક પાસપોર્ટ મોબાઈલ ફોન, ડોલર અને હિસાબની ડાયરી મળી આવી હતી. મહત્વનું છે કે આ આરોપીને પકડવા રૂપિયા 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પંકજ પટેલ ગેરકાયદેસર અમેરિકા મોકલવા પોતે 2 લાખ રૂપિયાનું કમિશન લેતો હતો કબૂતરબાજી કેસમાં આરોપીએ 8 જેટલા લોકોને વિદેશ મોકલ્યા છે. જેથી વિદેશમાં ગયેલા લોકો કોણ છે અને કબૂતર બાજીના નેટવર્કમાં વોન્ટેડ અન્ય એજન્ટોને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપી પંકજ ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા પોતે 2 લાખ રૂપિયાનું કમિશન લેતો હોવાનું પણ સામે આવ્યું છે, જેથી પોલીસને શંકા છે કે આરોપીએ હજુ સંખ્યાબંધ લોકોને અમેરિકા મોકલ્યા છે, જેની તપાસ પોલીસ કરી રહી છે.

જાણો કોણ છે કબૂતરબાજી કરતો એજન્ટ પંકજ પટેલ, વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેશમાં સૌથી મોટા કબુતર બાજીના માસ્ટર માઈન્ડ ભરત ઉર્ફે બોબી પટેલના એજન્ટ પંકજ ઉર્ફે પી.કે. પટેલની થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી વિરુદ્ધ 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે કોણ છે આ કબૂતરબાજી કરતો એજન્ટ, વાંચો આ વિશેષ અહેવાલમાં.

આરોપી કબૂતર બાજીના માસ્ટર માઈન્ડ એવા ભરત ઉર્ફે બોબી પટેલ માટે કામ કરતો

હાલમાં આરોપી પંકજ ઉર્ફે પી.કે.પટેલની કબૂતરબાજી કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને તે પોલીસ કસ્ટડીમાં છે. આરોપી કબૂતર બાજીનો માસ્ટર માઈન્ડ એવા ભરત ઉર્ફે બોબી પટેલ માટે કામ કરતો હતો. 2022માં કબૂતર બાજી કેસમાં સ્ટેટ મોનિટરીંગ સેલએ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં SMCએ કબૂતરબાજીના માસ્ટર માઈન્ડ ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ અને તેના એજન્ટની ધરપકડ કરી હતી. જેમાં પંકજ ઉર્ફે પી.કે. શંકરલાલ પટેલ નામનો એજન્ટ ફરાર હતો. SMCને બાતમી મળી હતી કે આરોપી પંકજ વારાણસીમાં છુપાઈને રહેતો હતો.

વારાણસીના કિશન કટરા વિસ્તારમાંથી SMCની ટીમે પંકજ પટેલની કરી ધરપકડ

જેથી SMCની એક ટીમ તપાસ માટે વારાણસી પહોંચી ગઈ હતી. જ્યાં બે દિવસ સુધી પંકજ પટેલની તપાસ કરતાં તેને કિશન કટરા વિસ્તારમાંથી ઝડપીને ગાંધીનગર લાવવામાં આવ્યો હતો. પોલીસને પી.કે. પાસેથી એક પાસપોર્ટ મોબાઈલ ફોન, ડોલર અને હિસાબની ડાયરી મળી આવી હતી. મહત્વનું છે કે આ આરોપીને પકડવા રૂપિયા 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

પંકજ પટેલ ગેરકાયદેસર અમેરિકા મોકલવા પોતે 2 લાખ રૂપિયાનું કમિશન લેતો હતો

કબૂતરબાજી કેસમાં આરોપીએ 8 જેટલા લોકોને વિદેશ મોકલ્યા છે. જેથી વિદેશમાં ગયેલા લોકો કોણ છે અને કબૂતર બાજીના નેટવર્કમાં વોન્ટેડ અન્ય એજન્ટોને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપી પંકજ ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા પોતે 2 લાખ રૂપિયાનું કમિશન લેતો હોવાનું પણ સામે આવ્યું છે, જેથી પોલીસને શંકા છે કે આરોપીએ હજુ સંખ્યાબંધ લોકોને અમેરિકા મોકલ્યા છે, જેની તપાસ પોલીસ કરી રહી છે.