Vadodaraમાં રેસીડેન્ટલ ડોકટરે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત,પોલીસે હાથધરી વધુ તપાસ

મૃતક તબીબી ક્ષેત્રે પ્રથમ વર્ષમાં કરતો હતો અભ્યાસ એસએસજી હોસ્પિટલમાં રેસીડેન્સીયલ ડોક્ટરે કર્યો આપઘાત મૃતક સહાયા ઝેવિયર તમિલનાડુનો રેહવાસી વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં તબીબી ક્ષેત્રે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા સહાયા ઝેવિયરે પીજી હોસ્ટેલમાં આપઘાત કરતા ડોકટરો ચિંતામાં મૂકાયા હતા.મૃતક એનેસ્થેસિયાના રેસીડેન્સીયલ ડોક્ટર તરીકે કરી રહ્યો હતો અભ્યાસ અને તેણે તેના રૂમમાં જ આપઘાત કર્યો હતો,રાવપુરા પોલીસે વધુ તપાસ હાથધરી છે. પોલીસે મૃતદેહને પીએમ રૂમમાં ખસેડયો પોલીસે હોસ્પિટલ પહોંચી સમગ્ર ઘટનામાં તપાસ હાથધરી છે,ત્યારે મૃતક પાસેથી હાલ કોઈ સુસાઈડ નોટ મળી આપી નથી,કેમ આપઘાત કર્યો તેની પાછળનું કારણ અકબંધ છે,ત્યારે પોલીસે અન્ય ડોકટરોની પૂછપરછ કરી છે અને નિવેદન પણ નોંધ્યું છે,ત્યારે પોલીસે મૃતક પાસે રહેલ લેપટોપ અને મોબાઈલ પણ લીધા છે અને તેના આધારે આગળની તપાસ હાથધરી છે અને પરિવારને જાણ કરી છે. 2 મહિના પહેલા ભાયલીમાં તબીબે કર્યો આપઘાત ભાયલી કેનાલ રોડ પરની કિશન ક્લાસિક સોસાયટીમાં રહેતા 47 વર્ષીય આર્યુવેદિક ડોકટર માનસિક તાણમાં રાત્રીના 1 વાગ્યાના સુમારે તબીબે પોતાની જાતે હાથ પર ઈન્જેક્શન મારી અને સર્જીકલ બ્લેડ દ્વારા ડાબા હાથ પર ઉંડા ઘા મારીને આપઘાત કર્યો હતો. પરિવારે આ વિશે જણાવ્યું હતું કે, તબીબ છેલ્લા કેટલા સમયથી તેઓ તાણમાં રહેતા હતા જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હશે. પોલીસે આ બબાતે તપાસ હાથધરી હતી. બીજે મેડિકલ હોસ્પિટલમા ત્રણ દિવસ પહેલા ડોકટરે સિનીયર પર લગાવ્યા આક્ષેપ અમદાવાદની પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજમાં ફરી વિવાદમાં આવી હતી. કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાના પ્રોફેસર ભાવેશ નામશા પર ગંભીર આરોપ લાગ્યા હતા. પીજીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કોલેજ પ્રશાસનને લેખિતમાં ફરિયાદ કરી હતી. ઓર્થોપેડિકના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફરિયાદ કરી હતી. ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના ભાવેશ નામશા પર માનસિક રીતે હેરાન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ધમકીને છુપાવવા માટે અન્ય વિદ્યાર્થીઓને મારી વિરુદ્ધ અરજીઓ કરાવી હતી. વિદ્યાર્થી પાસે એક નોકર તરીકે અધ્યાપક કામ લેતા હતા.

Vadodaraમાં રેસીડેન્ટલ ડોકટરે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત,પોલીસે હાથધરી વધુ તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મૃતક તબીબી ક્ષેત્રે પ્રથમ વર્ષમાં કરતો હતો અભ્યાસ
  • એસએસજી હોસ્પિટલમાં રેસીડેન્સીયલ ડોક્ટરે કર્યો આપઘાત
  • મૃતક સહાયા ઝેવિયર તમિલનાડુનો રેહવાસી

વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં તબીબી ક્ષેત્રે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા સહાયા ઝેવિયરે પીજી હોસ્ટેલમાં આપઘાત કરતા ડોકટરો ચિંતામાં મૂકાયા હતા.મૃતક એનેસ્થેસિયાના રેસીડેન્સીયલ ડોક્ટર તરીકે કરી રહ્યો હતો અભ્યાસ અને તેણે તેના રૂમમાં જ આપઘાત કર્યો હતો,રાવપુરા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

પોલીસે મૃતદેહને પીએમ રૂમમાં ખસેડયો

પોલીસે હોસ્પિટલ પહોંચી સમગ્ર ઘટનામાં તપાસ હાથધરી છે,ત્યારે મૃતક પાસેથી હાલ કોઈ સુસાઈડ નોટ મળી આપી નથી,કેમ આપઘાત કર્યો તેની પાછળનું કારણ અકબંધ છે,ત્યારે પોલીસે અન્ય ડોકટરોની પૂછપરછ કરી છે અને નિવેદન પણ નોંધ્યું છે,ત્યારે પોલીસે મૃતક પાસે રહેલ લેપટોપ અને મોબાઈલ પણ લીધા છે અને તેના આધારે આગળની તપાસ હાથધરી છે અને પરિવારને જાણ કરી છે.


2 મહિના પહેલા ભાયલીમાં તબીબે કર્યો આપઘાત

ભાયલી કેનાલ રોડ પરની કિશન ક્લાસિક સોસાયટીમાં રહેતા 47 વર્ષીય આર્યુવેદિક ડોકટર માનસિક તાણમાં રાત્રીના 1 વાગ્યાના સુમારે તબીબે પોતાની જાતે હાથ પર ઈન્જેક્શન મારી અને સર્જીકલ બ્લેડ દ્વારા ડાબા હાથ પર ઉંડા ઘા મારીને આપઘાત કર્યો હતો. પરિવારે આ વિશે જણાવ્યું હતું કે, તબીબ છેલ્લા કેટલા સમયથી તેઓ તાણમાં રહેતા હતા જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હશે. પોલીસે આ બબાતે તપાસ હાથધરી હતી.

બીજે મેડિકલ હોસ્પિટલમા ત્રણ દિવસ પહેલા ડોકટરે સિનીયર પર લગાવ્યા આક્ષેપ

અમદાવાદની પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજમાં ફરી વિવાદમાં આવી હતી. કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાના પ્રોફેસર ભાવેશ નામશા પર ગંભીર આરોપ લાગ્યા હતા. પીજીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કોલેજ પ્રશાસનને લેખિતમાં ફરિયાદ કરી હતી. ઓર્થોપેડિકના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફરિયાદ કરી હતી. ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના ભાવેશ નામશા પર માનસિક રીતે હેરાન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ધમકીને છુપાવવા માટે અન્ય વિદ્યાર્થીઓને મારી વિરુદ્ધ અરજીઓ કરાવી હતી. વિદ્યાર્થી પાસે એક નોકર તરીકે અધ્યાપક કામ લેતા હતા.