Vadodaraની નંદેસરી GIDCમાં લાગી આગ, આસપાસમાં મચી ભારે અફરાતફરી
વડોદરાના નંદેસરીમાં આવેલી રિફાઈનરીમાં મોટો બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. નંદેસરી ખાતે આવેલી IOCL કંપનીમાં મોટો બ્લાસ્ટ થયો અને અચાનક જ મોટી આગ લાગી હતી.IOCL કંપનીમાં બોઈલર ફાટતા લાગી આગ IOCL કંપનીમાં બોઈલર ફાટતા આગ લાગવાની ઘટના બની છે. રિફાઈનરીમાં પહેલા બ્લાસ્ટ થયો અને ત્યારબાદ વિકરાળ આગ લાગી અને આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા અને દૂર દૂર સુધી તેનો ધુમાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આગની આ ઘટનાને પગલે આજુબાજુના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા આગનું વિકરાળ સ્વરૂપ જોઈને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને ડરનો માહોલ સર્જાયો છે. જો કે તાત્કાલિક આગની ઘટના બાદ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. ટેન્ટ વિસ્તારમાં બ્લાસ્ટ થવાની અને આગ લાગવાની ઘટના બની છે. જો કે આ મોટી દુર્ઘટનામાં રાહતની વાત એ છે કે કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર અત્યાર સુધી પ્રાપ્ત થયા નથી.વડોદરામાં ગાજરાવાડી રોડ બન્યો ડિસ્કો રોડ વડોદરામાં ગાજરાવાડી રોડ ડિસ્કો રોડ બન્યો છે. રામનાથ મંદિર સુધીનો રોડ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. ગટરના લેવલ મેઈન્ટેઈન નહીં થતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને હવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દર વર્ષે ચોમાસા બાદ અહીં રોડ બનાવવામાં આવે છે. ખાડાઓને પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. કરોડો રૂપિયાનો વાહન ટેક્સ ભરતા હોવા છતાં ઉબડખાબડ રસ્તાઓમાંથી વાહન લઈને પસાર થવું પડે છે. વાહનચાલકો કમરના દુખાવા સહિતની ફરિયાદો કરી રહ્યા છે. ત્યારે તંત્ર વહેલી તકે કામગીરી કરે તેવી નાગરિકો માગ કરી રહ્યા છે. વડોદરામાં જર્જરીત બિલ્ડિંગમાં ચાલી રહી છે KYCની કામગીરી વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જિલ્લા કલેકટરની જૂની કચેરીમાં ભયજનક બિલ્ડિંગમાં ઈકેવાયસીની કામગીરી થઈ રહી છે. PWD શાખાએ બિલ્ડીંગને આગ લાગ્યા બાદ ભયજનક જાહેર કર્યું છે. ભયજનક અને પ્રવેશ નિષેધના બોર્ડને પણ અધિકારીઓ ગણકારતા નથી અને ઈ કેવાયસી માટે વહેલી સવારથી જ લાંબી કતારો લાગે છે. 50થી 200 ટોકનોનું વિતરણ કરવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના નંદેસરીમાં આવેલી રિફાઈનરીમાં મોટો બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. નંદેસરી ખાતે આવેલી IOCL કંપનીમાં મોટો બ્લાસ્ટ થયો અને અચાનક જ મોટી આગ લાગી હતી.
IOCL કંપનીમાં બોઈલર ફાટતા લાગી આગ
IOCL કંપનીમાં બોઈલર ફાટતા આગ લાગવાની ઘટના બની છે. રિફાઈનરીમાં પહેલા બ્લાસ્ટ થયો અને ત્યારબાદ વિકરાળ આગ લાગી અને આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા અને દૂર દૂર સુધી તેનો ધુમાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આગની આ ઘટનાને પગલે આજુબાજુના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે.
આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા
આગનું વિકરાળ સ્વરૂપ જોઈને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને ડરનો માહોલ સર્જાયો છે. જો કે તાત્કાલિક આગની ઘટના બાદ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. ટેન્ટ વિસ્તારમાં બ્લાસ્ટ થવાની અને આગ લાગવાની ઘટના બની છે. જો કે આ મોટી દુર્ઘટનામાં રાહતની વાત એ છે કે કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર અત્યાર સુધી પ્રાપ્ત થયા નથી.
વડોદરામાં ગાજરાવાડી રોડ બન્યો ડિસ્કો રોડ
વડોદરામાં ગાજરાવાડી રોડ ડિસ્કો રોડ બન્યો છે. રામનાથ મંદિર સુધીનો રોડ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. ગટરના લેવલ મેઈન્ટેઈન નહીં થતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને હવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દર વર્ષે ચોમાસા બાદ અહીં રોડ બનાવવામાં આવે છે. ખાડાઓને પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. કરોડો રૂપિયાનો વાહન ટેક્સ ભરતા હોવા છતાં ઉબડખાબડ રસ્તાઓમાંથી વાહન લઈને પસાર થવું પડે છે. વાહનચાલકો કમરના દુખાવા સહિતની ફરિયાદો કરી રહ્યા છે. ત્યારે તંત્ર વહેલી તકે કામગીરી કરે તેવી નાગરિકો માગ કરી રહ્યા છે.
વડોદરામાં જર્જરીત બિલ્ડિંગમાં ચાલી રહી છે KYCની કામગીરી
વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જિલ્લા કલેકટરની જૂની કચેરીમાં ભયજનક બિલ્ડિંગમાં ઈકેવાયસીની કામગીરી થઈ રહી છે. PWD શાખાએ બિલ્ડીંગને આગ લાગ્યા બાદ ભયજનક જાહેર કર્યું છે. ભયજનક અને પ્રવેશ નિષેધના બોર્ડને પણ અધિકારીઓ ગણકારતા નથી અને ઈ કેવાયસી માટે વહેલી સવારથી જ લાંબી કતારો લાગે છે. 50થી 200 ટોકનોનું વિતરણ કરવામાં આવે છે.