Vadodaraના સાપિયામાં ગામની સીમમાં કૂવામાં ખાબક્યા 2 દીપડા! વન વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં આવેલા સાપિયા ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ખેતરમાં આવેલા એક ઊંડા કૂવામાં બે દીપડા અચાનક ખાબક્યા હતા. કૂવામાં દીપડા પડવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ આસપાસના ગ્રામજનો અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી.
લડતા-લડતા ઊંડા કૂવામાં પડ્યાની આશંકા
પ્રાથમિક વિગતો મુજબ, આ ઘટના ડેસરના સાપિયા ગામે જીવાભાઈ રાઠોડ નામના ખેડૂતના ખેતરમાં આવેલા જૂના કૂવામાં બપોરના સમયે બની હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે બંને દીપડા એકબીજા સાથે લડતા-લડતા અચાનક 35થી 50 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યા હતા. કૂવામાં પાણી હોવા છતાં બંને દીપડા સુરક્ષિત રીતે અંદર ફસાયેલા જોવા મળ્યા હતા.

વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યૂ ટીમ પાંજરા અને જરૂરી સાધનો સાથે સ્થળ પર દોડી આવી હતી. કૂવામાં ફસાયેલા બંને દીપડાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. કૂવાની ઊંડાઈ વધુ હોવાથી દીપડાને કઈ રીતે બહાર લાવવા તે માટે વન વિભાગની કામગીરી પર હાલ સમગ્ર ગામલોકોની નજર ટકેલી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

