Navsari News: "છ વર્ષમાં 200થી વધુ મંદિરો તોડ્યા", નવસારીના ચીખલીમાં હનુમાનજી મંદિર તોડવાની નોટિસ મુદ્દે કોંગ્રેસ આક્રમક
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવેલ ગામમાંથી એક મોટો વિવાદ સામે આવ્યો છે. અહીં આવેલા હનુમાનજીના પ્રાચીન મંદિરને સ્ટેટ હાઈવે વિભાગ દ્વારા તોડી પાડવા માટેની નોટિસ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આપવામાં આવેલી આ નોટિસને લઈને સ્થાનિક ગ્રામજનો અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કે જગ્યા ફાળવ્યા વિના સીધી જ મંદિર હટાવવાની કાર્યવાહી સામે વિરોધના સૂર ઊઠ્યા છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો આક્રમક રોષ અને ભાજપ સરકાર પર આક્ષેપ
મંદિર પર તોડફાડાની નોટિસ મળવાની જાણ થતાં જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સ્થાનિક આગેવાનોએ મેદાને આવીને સરકાર સામે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષની અંદર આશરે 200થી વધુ મંદિરો અને ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યા છે, જે હિન્દુઓની આસ્થા પર સીધો પ્રહાર છે. વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કર્યા વિના ગમે તેમ કરીને મંદિર તોડવાના પ્રયાસો કરવામાં આવશે, તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

જો કાર્યવાહી નહીં અટકે તો કોંગ્રેસ કાર્યકરો ઉતરશે રસ્તા પર
આ મામલે કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો પ્રશાસન દ્વારા આ મામલે યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવામાં નહીં આવે અને હનુમાનજીના મંદિરને હટાવવાની જીદ નહીં છોડવામાં આવે, તો કોંગ્રેસના કાર્યકરો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ મુદ્દે આગામી સમયમાં કેવું રાજકીય કે પ્રશાસકીય વલણ રહે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: Navsari LCB ને મોટી સફળતા, એક્સપ્રેસ હાઈવે પરથી 3.25 કરોડથી વધુનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

