Vadodaraના Savliના ધારાસભ્યએ પરથમપુરા બ્રિજમાં તિરાડો પડવાને લઈ CMને લખ્યો પત્ર

નવા બ્રિજમાં તિરાડો પડવા મુદ્દે કરી રજૂઆત RCC પણ ઉખડી ગયો હોવાની ફરિયાદ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સરકારને નુકસાન : કેતન ઇનામદાર વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર ફરી મેદાને આવ્યા છે,તેમણે ગુજરાતાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને જાણ કરી છે તે,પરથમપુરા બ્રિજમાં વચ્ચોવચ તિરાડો પડવા લાગી છે,24 કરોડના ખર્ચે આ બ્રિજ બનવાવવામાં આવ્યો છે,જો બ્રિજમાં વધુ તિરાડો પડશે તો તેને તાત્કાલિકના ધોરણે બંધ કરવો પડશે અને જેના કારણે સ્થાનિકોને તકલીફ પડશે. બ્રિજની કામગીરી મુદ્દે વિજિલન્સ તપાસ કરવા માગ કેતન ઈનામદારે વધુમાં કહ્યું કે,આ બ્રિજને લઈ અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે.સાવલીના પરથમપુરા ગામ નજીક આ બ્રિજ બનાવવામાં આવ્યો છે.આ બ્રિજ કુલ 24 કરોડની કિંમતે તૈયાર કરવામાં આવ્યો છે,સરકારને પત્ર લખી તેમણે કહ્યું કે,આ બ્રિજની તિરાડોને લઈ વિજિલન્સની તપાસ કરવામાં આવે.આરસીસી પણ ઉખડી ગયો હોવાની ફરિયાદ સ્થાનિકો દ્રારા કરવામાં આવી છે. કોન્ટ્રકટરની કામગીરીથી સરકારની છબી ખરડાય છે - કેતન ઇનામદાર કેતન ઈનામદારે કહ્યું કે આ બાબતે સરકારની છબી ખરડાય છે,કારણકે વારંવાર બ્રિજ પર તિરાડો પડવી,ડામર ઉખડી જવા,સળિયા દેખાવા આ બધી વાત બ્રિજ બન્યા બાદ બનતી હોય છે અને તેના કારણે સ્થાનિક ધારાસભ્યને જવાબ આપવાનો રહે છે.સાથે સાથે તેમણે પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે,જે કોન્ટ્રાકટરે આ બ્રિજ બનાવ્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે.બ્રિજ હજી બન્યાને બહુ સમય નથી થયો ત્યારે આવી સમસ્યા આવવી એ દુખદ વાત ગણી શકાય.કોન્ટ્રાકટર શા માટે આવી બેદરકારીથી બ્રિજ બનાવે છે તે પણ એક સવાલ છે.આ બ્રિજ અનેક ગામડાઓને જોડે છે પરથમપુરા ગામે બનાવેલો આ બ્રિજ અનેક ગામોને જોડે છે,ટ્રાફિક સમસ્યા દૂર થાય તેને લઈ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે જો બ્રિજ કામગીરી માટે ફરીથી બંધ કરવામાં આવશે તો ટ્રાફિક સમસ્યા થશે સાથે સાથે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ફરીને જવાનો વારો આવશે,ત્યારે આ બ્રિજની કામગીરીમાં જયાં જયાં ખામી રહી છે તે ખામી ઝડપથી દૂર થાય તે જરૂરી બન્યું છે.  

Vadodaraના Savliના ધારાસભ્યએ પરથમપુરા બ્રિજમાં તિરાડો પડવાને લઈ CMને લખ્યો પત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવા બ્રિજમાં તિરાડો પડવા મુદ્દે કરી રજૂઆત
  • RCC પણ ઉખડી ગયો હોવાની ફરિયાદ
  • કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સરકારને નુકસાન : કેતન ઇનામદાર

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર ફરી મેદાને આવ્યા છે,તેમણે ગુજરાતાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને જાણ કરી છે તે,પરથમપુરા બ્રિજમાં વચ્ચોવચ તિરાડો પડવા લાગી છે,24 કરોડના ખર્ચે આ બ્રિજ બનવાવવામાં આવ્યો છે,જો બ્રિજમાં વધુ તિરાડો પડશે તો તેને તાત્કાલિકના ધોરણે બંધ કરવો પડશે અને જેના કારણે સ્થાનિકોને તકલીફ પડશે.

બ્રિજની કામગીરી મુદ્દે વિજિલન્સ તપાસ કરવા માગ

કેતન ઈનામદારે વધુમાં કહ્યું કે,આ બ્રિજને લઈ અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે.સાવલીના પરથમપુરા ગામ નજીક આ બ્રિજ બનાવવામાં આવ્યો છે.આ બ્રિજ કુલ 24 કરોડની કિંમતે તૈયાર કરવામાં આવ્યો છે,સરકારને પત્ર લખી તેમણે કહ્યું કે,આ બ્રિજની તિરાડોને લઈ વિજિલન્સની તપાસ કરવામાં આવે.આરસીસી પણ ઉખડી ગયો હોવાની ફરિયાદ સ્થાનિકો દ્રારા કરવામાં આવી છે.

કોન્ટ્રકટરની કામગીરીથી સરકારની છબી ખરડાય છે - કેતન ઇનામદાર

કેતન ઈનામદારે કહ્યું કે આ બાબતે સરકારની છબી ખરડાય છે,કારણકે વારંવાર બ્રિજ પર તિરાડો પડવી,ડામર ઉખડી જવા,સળિયા દેખાવા આ બધી વાત બ્રિજ બન્યા બાદ બનતી હોય છે અને તેના કારણે સ્થાનિક ધારાસભ્યને જવાબ આપવાનો રહે છે.સાથે સાથે તેમણે પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે,જે કોન્ટ્રાકટરે આ બ્રિજ બનાવ્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે.બ્રિજ હજી બન્યાને બહુ સમય નથી થયો ત્યારે આવી સમસ્યા આવવી એ દુખદ વાત ગણી શકાય.કોન્ટ્રાકટર શા માટે આવી બેદરકારીથી બ્રિજ બનાવે છે તે પણ એક સવાલ છે.

આ બ્રિજ અનેક ગામડાઓને જોડે છે

પરથમપુરા ગામે બનાવેલો આ બ્રિજ અનેક ગામોને જોડે છે,ટ્રાફિક સમસ્યા દૂર થાય તેને લઈ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે જો બ્રિજ કામગીરી માટે ફરીથી બંધ કરવામાં આવશે તો ટ્રાફિક સમસ્યા થશે સાથે સાથે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ફરીને જવાનો વારો આવશે,ત્યારે આ બ્રિજની કામગીરીમાં જયાં જયાં ખામી રહી છે તે ખામી ઝડપથી દૂર થાય તે જરૂરી બન્યું છે.