Rajkot: ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો

7 મહિનાના બાળકને હોસ્પિટલમાં કરાયો દાખલ મોરબીમાં રહેતા પરિવારનો બાળક સારવાર હેઠળ ચાંદીપુરા પોઝિટિવ દર્દીની સંખ્યા 4, નેગેટિવ દર્દી 2 રાજકોટમાં ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં 7 મહિનાના બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેમજ મોરબીમાં રહેતા પરિવારનો બાળક સારવાર હેઠળ છે. તથા સિવિલમાં કુલ 9 દર્દી સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસના પોઝિટિવ દર્દીની સંખ્યા 4 થઇ છે તેમજ નેગેટિવ દર્દીઓની સંખ્યા 2 થઇ છે.ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 દર્દીઓ હાલ સારવાર હેઠળ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. તેમજ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 137 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. તેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદ, પંચમહાલ, સાબરકાંઠામાં કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 51 કેસો હાલ પોઝિટિવ જોવા મળ્યા છે. ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં 56 મોત થયા છે. તેમજ હોસ્પિટલમાં 29 દર્દીઓ હાલ સારવાર હેઠળ જોવા મળ્યા છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધી 52 દર્દીઓ સાજા થઇ પોતાના ઘરે ગયા છે. ગુજરાત અને આસપાસના રાજ્યોમાં ચાંદીપુરા વાયરસ પર પણ સતત નજર કેન્દ્ર સરકાર દેશના 3 અલગ-અલગ રાજ્યોમાં મળી આવતા 3 અલગ-અલગ વાયરસ પર સતત નજર રાખી રહી છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ, કેરળમાં નિપાહ વાયરસ અને મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના કેસ વધુ સામે આવ્યા છે. આ બાબતે સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ ગુજરાત અને આસપાસના રાજ્યોમાં ચાંદીપુરા વાયરસ પર પણ સતત નજર રાખી રહી છે. તેમજ કેન્દ્ર સરકારની ક્વિક રિસ્પોન્સ ટીમ પ્રમાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલનમાં નિષ્ણાતોની 1 ટીમ એવા રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે જ્યાં વિવિધ વાયરસના કેસ નોંધાયા છે. તેમજ રાજ્યોની વર્તમાન પરિસ્થિતિના આધારે સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવી છે.

Rajkot: ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 7 મહિનાના બાળકને હોસ્પિટલમાં કરાયો દાખલ
  • મોરબીમાં રહેતા પરિવારનો બાળક સારવાર હેઠળ
  • ચાંદીપુરા પોઝિટિવ દર્દીની સંખ્યા 4, નેગેટિવ દર્દી 2

રાજકોટમાં ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં 7 મહિનાના બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેમજ મોરબીમાં રહેતા પરિવારનો બાળક સારવાર હેઠળ છે. તથા સિવિલમાં કુલ 9 દર્દી સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસના પોઝિટિવ દર્દીની સંખ્યા 4 થઇ છે તેમજ નેગેટિવ દર્દીઓની સંખ્યા 2 થઇ છે.

ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 દર્દીઓ હાલ સારવાર હેઠળ

ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. તેમજ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 137 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. તેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદ, પંચમહાલ, સાબરકાંઠામાં કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 51 કેસો હાલ પોઝિટિવ જોવા મળ્યા છે. ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં 56 મોત થયા છે. તેમજ હોસ્પિટલમાં 29 દર્દીઓ હાલ સારવાર હેઠળ જોવા મળ્યા છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધી 52 દર્દીઓ સાજા થઇ પોતાના ઘરે ગયા છે.

ગુજરાત અને આસપાસના રાજ્યોમાં ચાંદીપુરા વાયરસ પર પણ સતત નજર

કેન્દ્ર સરકાર દેશના 3 અલગ-અલગ રાજ્યોમાં મળી આવતા 3 અલગ-અલગ વાયરસ પર સતત નજર રાખી રહી છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ, કેરળમાં નિપાહ વાયરસ અને મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના કેસ વધુ સામે આવ્યા છે. આ બાબતે સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ ગુજરાત અને આસપાસના રાજ્યોમાં ચાંદીપુરા વાયરસ પર પણ સતત નજર રાખી રહી છે. તેમજ કેન્દ્ર સરકારની ક્વિક રિસ્પોન્સ ટીમ પ્રમાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલનમાં નિષ્ણાતોની 1 ટીમ એવા રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે જ્યાં વિવિધ વાયરસના કેસ નોંધાયા છે. તેમજ રાજ્યોની વર્તમાન પરિસ્થિતિના આધારે સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવી છે.