Vadodara: 'બિચ્છુ ગેંગ'નો કુખ્યાત સાગરીત તન્નુ મલેક ઝડપાયો, આરોપી સામે અગાઉ 20 થી વધુ ગંભીર ગુના નોંધાયેલા

Aug 15, 2026 - 22:30
Vadodara: 'બિચ્છુ ગેંગ'નો કુખ્યાત સાગરીત તન્નુ મલેક ઝડપાયો, આરોપી સામે અગાઉ 20 થી વધુ ગંભીર ગુના નોંધાયેલા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરમાં સંગઠિત ગુનાખોરી અને અસામાજિક તત્વો સામે ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. શહેરના કુખ્યાત અને ભયનું પ્રતીક ગણાતી 'બિચ્છુ ગેંગ'ના સક્રિય સાગરીત તન્નુ મલેક ઉર્ફે મુસ્તાક અહેમદ મલેકની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી સામે રૂ. 4.92 કરોડની વિશાળ રકમની ઠગાઈ, વિશ્વાસઘાત અને સંગઠિત ગુનાખોરી નિયંત્રણ કાયદા (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધાયેલો હતો, જેમાં તે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર ભાગતો ફરતો હતો.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, પકડાયેલ આરોપી તન્નુ મલેક સાધારણ ગુનેગાર નથી પરંતુ આઢેડ ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેની સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ મથકોમાં મારપીટ, ધમકી, ઉઘરાણી, જમીન હડપ કરવી અને ઠગાઈ જેવા 20 થી વધુ ગંભીર ગુનાઓ ચોપડે નોંધાયેલા છે.

'બિચ્છુ ગેંગ'નો કુખ્યાત સાગરીત તન્નુ મલેક ઝડપાયો

અસામાજિક પ્રવૃત્તિઓ અને શાંતિ ભંગ કરવા બદલ રાજ્ય સરકારે તેની સામે અગાઉ બે વખત 'પાસા' (PASA) હેઠળ કડક પાસા ધકેલવાની કાર્યવાહી કરી હતી.સંગઠિત ગુનાખોરી આચરતી બિચ્છુ ગેંગ સાથે સંકળાયેલા હોવાથી પોલીસ દ્વારા તેની સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.રૂ. 4.92 કરોડની ઠગાઈના ચર્ચિત કેસમાં તેની મુખ્ય સંડોવણી બહાર આવી હતી.

આ પણ વાંચો: Ahmedabad: નરેન્દ્ર મોદી સહિત પૂર્વ મુખ્યમંત્રીઓ અમેરિકા કેમ ન જઈ શક્યા? જાણો 25 વર્ષનો રોચક ઈતિહાસ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0