Vadodara: બરોડા ડેરીના ડિરેક્ટર અને સાવલી ભાજપના નેતા વિરુદ્ધ નોંધાયો ગુનો

થોડા સમય પૂર્વે જ કોંગ્રેસ સાથે છેડો ફાડી જોડાયા હતા ભાજપમાં ડેરીના ડિરેક્ટર અને સાવલી ભાજપના નેતા છે કુલદીપસિંહ રાઉલજી વરસોલી પેટ્રોલપંપનું સંચાલન કરે છે કુલદીપસિંહ બરોડા ડેરીના ડિરેક્ટર અને સાવલી ભાજપના નેતા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાં થોડા સમય પૂર્વે જ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. તેમાં ડેરીના ડિરેક્ટર અને ભાજપ સાવલીના કુલદીપસિંહ રાઉલજી નેતા છે. તેમજ વરસોલી પેટ્રોલપંપનું કુલદીપસિંહ સંચાલન કરે છે. પેટ્રોલપંપ મેનેજર વિરલ અને બે ફિલારોને બોલાવી રૂપિયા 60 લાખનો ગોટાળો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.જબરજસ્તી પૈસાની કબુલાત કરાવવા મેનેજર અને ફિલર પર દબાણ કર્યાની વાત છે જબરજસ્તી પૈસાની કબુલાત કરાવવા મેનેજર અને ફિલર પર દબાણ કર્યાની વાત છે. તેમાં કુલદીપસિંહે જાનથી મારી નાખવાની ધમકી આપી સ્ટેમ્પ પેપર પર લખાણ લીધુ હતુ. જેમાં કુલદીપસિંહનો મેનેજર અને ફિલરને ધમકી આપતો ઓડિયો રેકોર્ડિંગ પણ પોલીસને હવાલે કરાયો છે. સાવલીમાં પેટ્રોલ પંપ પર હિસાબના ગોટાળાની વસુલાત કરવા માટે હાલ ભાજપના નેતા અને બરોડા ડેરીના અગ્રણી કુલદિપસિંહ રાઉલજીએ ફિલ્મી સ્ટાઇલ અજમાવી હોવાનો કિસ્સો પોલીસ મથક પહોંચ્યો છે. હિસાબની વસુલાત માટે મેનેજસ અને ફિલર પાસેથી લખાણ કરાવી લેવામાં આવ્યું હતું. અને આ અંગે કોઇને જાણ નહી કરવા જણાવ્યું હતું. આખરે ધાકધમકીનો સિલસિલો વધતા મેનેજરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.  પંપનો મોટાભાગનો વહીવહ કુલદિપસિંહ ઉદેસિંહ રાઉલજી કરે છે ડેસર પોલીસ મથકમાં વિરલકુમાર ગિરવતસિંહ રાઉલજી (રહે. અમરેશ્વર – કલ્યાણા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે વરણોલી સ્ટેન્ડ નજીક આવેલા વિશ્વા પેટ્રોલ પંપ પર ચાર વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે. આ પંપનો મોટાભાગનો વહીવહ કુલદિપસિંહ ઉદેસિંહ રાઉલજી (રહે. વેજપુર, ડેસર) કરે છે. 21, જુન – 2024ના રોજ સાંજે ફીલર હાજર હોય છે. તેવામાં કુલદીપસિંહ આવે છે. અને હિસાબ-કિતાબના ચોપડા લઇને ઓફીસમાં બોલાવે છે. રાત્રે અગિયાર વાગ્યે સુધીમાં એકાઉન્ટન્ટ ચોપડા તપાસીને જણાવે છે કે, હિસાબમાં ગોટાળો થયો છે. હિસાબ મળતો નથી. કાલે સવારે ફીલર સાથે ચર્ચા કરવાની છે. તમે મારા પેટ્રોલ પંપ પર રૂ.60 લાખનો ગોટાળો કર્યો: કુલદિપસિંહ બીજા દિવસે સવારે બધા ભેગા થાય છે. કુલદિપસિંહ બધાને પેટ્રોલ પંપની પાછળ લઇ જાય છે. ત્યારે સંજયભાઇ પણ હોય છે. ત્યાં કુલદિપસિંહ ગુસ્સે થઇને ગાળો બોલવા લાગે છે અને કહે છે કે, તમે મારા પેટ્રોલ પંપ પર રૂ.60 લાખનો ગોટાળો કર્યો છે. બાદમાં ધમકી આપે છે. જેથી તમામ કહે છે કે, અમે કોઇ પૈસા લીધા નથી, કે ગોટાળો કર્યો નથી. આમ કહેતા કુલદિપસિંહ વધુ ઉશ્કેરાઇ જાય છે. અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. જેનું રેકોર્ડિંગ સંજયભાઇ કરે છે. સંજયભાઇ બધાને જણાવે છે કે, તમે બધા ભેગા થઇને હિસાબ કરી નાખો. ઝઘડા ન કરો. છતાં કુલદિપસિંહ હિસાબ કરવા તૈયાર થયા ન હતા. તેથી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

Vadodara: બરોડા ડેરીના ડિરેક્ટર અને સાવલી ભાજપના નેતા વિરુદ્ધ નોંધાયો ગુનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • થોડા સમય પૂર્વે જ કોંગ્રેસ સાથે છેડો ફાડી જોડાયા હતા ભાજપમાં
  • ડેરીના ડિરેક્ટર અને સાવલી ભાજપના નેતા છે કુલદીપસિંહ રાઉલજી
  • વરસોલી પેટ્રોલપંપનું સંચાલન કરે છે કુલદીપસિંહ

બરોડા ડેરીના ડિરેક્ટર અને સાવલી ભાજપના નેતા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાં થોડા સમય પૂર્વે જ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. તેમાં ડેરીના ડિરેક્ટર અને ભાજપ સાવલીના કુલદીપસિંહ રાઉલજી નેતા છે. તેમજ વરસોલી પેટ્રોલપંપનું કુલદીપસિંહ સંચાલન કરે છે. પેટ્રોલપંપ મેનેજર વિરલ અને બે ફિલારોને બોલાવી રૂપિયા 60 લાખનો ગોટાળો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

જબરજસ્તી પૈસાની કબુલાત કરાવવા મેનેજર અને ફિલર પર દબાણ કર્યાની વાત છે

જબરજસ્તી પૈસાની કબુલાત કરાવવા મેનેજર અને ફિલર પર દબાણ કર્યાની વાત છે. તેમાં કુલદીપસિંહે જાનથી મારી નાખવાની ધમકી આપી સ્ટેમ્પ પેપર પર લખાણ લીધુ હતુ. જેમાં કુલદીપસિંહનો મેનેજર અને ફિલરને ધમકી આપતો ઓડિયો રેકોર્ડિંગ પણ પોલીસને હવાલે કરાયો છે. સાવલીમાં પેટ્રોલ પંપ પર હિસાબના ગોટાળાની વસુલાત કરવા માટે હાલ ભાજપના નેતા અને બરોડા ડેરીના અગ્રણી કુલદિપસિંહ રાઉલજીએ ફિલ્મી સ્ટાઇલ અજમાવી હોવાનો કિસ્સો પોલીસ મથક પહોંચ્યો છે. હિસાબની વસુલાત માટે મેનેજસ અને ફિલર પાસેથી લખાણ કરાવી લેવામાં આવ્યું હતું. અને આ અંગે કોઇને જાણ નહી કરવા જણાવ્યું હતું. આખરે ધાકધમકીનો સિલસિલો વધતા મેનેજરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 પંપનો મોટાભાગનો વહીવહ કુલદિપસિંહ ઉદેસિંહ રાઉલજી કરે છે

ડેસર પોલીસ મથકમાં વિરલકુમાર ગિરવતસિંહ રાઉલજી (રહે. અમરેશ્વર – કલ્યાણા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે વરણોલી સ્ટેન્ડ નજીક આવેલા વિશ્વા પેટ્રોલ પંપ પર ચાર વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે. આ પંપનો મોટાભાગનો વહીવહ કુલદિપસિંહ ઉદેસિંહ રાઉલજી (રહે. વેજપુર, ડેસર) કરે છે. 21, જુન – 2024ના રોજ સાંજે ફીલર હાજર હોય છે. તેવામાં કુલદીપસિંહ આવે છે. અને હિસાબ-કિતાબના ચોપડા લઇને ઓફીસમાં બોલાવે છે. રાત્રે અગિયાર વાગ્યે સુધીમાં એકાઉન્ટન્ટ ચોપડા તપાસીને જણાવે છે કે, હિસાબમાં ગોટાળો થયો છે. હિસાબ મળતો નથી. કાલે સવારે ફીલર સાથે ચર્ચા કરવાની છે.

તમે મારા પેટ્રોલ પંપ પર રૂ.60 લાખનો ગોટાળો કર્યો: કુલદિપસિંહ

બીજા દિવસે સવારે બધા ભેગા થાય છે. કુલદિપસિંહ બધાને પેટ્રોલ પંપની પાછળ લઇ જાય છે. ત્યારે સંજયભાઇ પણ હોય છે. ત્યાં કુલદિપસિંહ ગુસ્સે થઇને ગાળો બોલવા લાગે છે અને કહે છે કે, તમે મારા પેટ્રોલ પંપ પર રૂ.60 લાખનો ગોટાળો કર્યો છે. બાદમાં ધમકી આપે છે. જેથી તમામ કહે છે કે, અમે કોઇ પૈસા લીધા નથી, કે ગોટાળો કર્યો નથી. આમ કહેતા કુલદિપસિંહ વધુ ઉશ્કેરાઇ જાય છે. અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. જેનું રેકોર્ડિંગ સંજયભાઇ કરે છે. સંજયભાઇ બધાને જણાવે છે કે, તમે બધા ભેગા થઇને હિસાબ કરી નાખો. ઝઘડા ન કરો. છતાં કુલદિપસિંહ હિસાબ કરવા તૈયાર થયા ન હતા. તેથી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.