Vadodaraના Dabhoiમાં એક સપ્તાહમાં ઝાડા-ઉલટીના 100 કેસ નોંધાતા આરોગ્યવિભાગ દોડતુ થયુ

છેલ્લા 2 દિવસમાં કોલેરાના શંકાસ્પદ 3 કેસ નોંધાયાઆરોગ્ય વિભાગની 30 ટીમ દ્વારા સર્વે શરૂ કરાયોખાણીપીણીની લારીઓ કરાવાઈ બંધ વડોદરાના ડભોઈમાં રોગચાળાએ માથુ ઉચકયું છે,ડભોઈ ગામમા છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા ઉલટીના 100 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી ગઈ છે,હોસ્પિટલમાં દર્દીઓની રોજ સવારે લાઈનો જોવા મળે છે,જે દર્દીઓને વધુ સારવારની જરૂર છે તેવા તમામ દર્દીઓને વધુ સારવાર માટે વડોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 24 સ્થળોએ ડ્રેનેજ ઉભરાવવાનું સામે આવ્યું ડભોઈમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે,ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળ્યા છે,ઘર દીઠ ઝાડા ઉલટીના કેસો વધતા આરોગ્ય વિભાગની ટીમે સર્વે હાથધર્યો છે.પાલિકાએ પીવાના પાણીનો સપ્લાય બંધ કર્યો છે.છેલ્લા 2 દિવસમાં જુદા-જુદા વિસ્તારોમાં કોલેરાના શંકાસ્પદ 3 કેસ નોધાતા આરોગ્ય વિભાગે ખાણી પીણીની લારીઓ અચોક્કસ મુદતથી બંધ કરાઈ છે.તો ડભોઈમાં 24 સ્થળોએ ડ્રેનેજ ઉભરાવવાની ઘટના સામે આવી છે. પાલિકા દ્વારા પીવાના પાણીનો સપ્લાય બંધ કર્યો આરોગ્ય વિભાગની ટીમ દ્રારા સર્વેમા પ્રાથમિક વાત સામે આવી છે કે,પીવાના પાણીની અંદર ડ્રેનેજ લાઈનનું પાણી ભેળસેળ થતા આ ઘટના બની છે,આરોગ્ય વિભાગે ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે અને તેમા ઉલ્લેખ કર્યો છે કે,ડ્રેનેજ લીકેજ અને પીવાના પાણી સાથે મિશ્રિત થતા લોકોને ઝાડા ઉલટી થયા છે,બીજી તરફ ગામમાં જયા પણ પાણી ભરાયા હોય તે જગ્યાએ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પાણી ગંદુ આવે તો તેને સ્વચ્છ કરવા આટલુ કરો ચોમાસામાં પીવાનું પાણી જો ડહોળું આવે તો 20 લિટર પાણીમાં ફટકડીના એક ગાંગડાને સ્વચ્છ કપડામાં વીંટીને ચાર વખત હલાવી પાણીને અડધો કલાક રાખવું. તેમાંથી પાણીમાં રહેલો ડહોળાશ નીચે બેસી જાય છે. ત્યારબાદ ઉપરનું પાણી નિતારી તેને ગાળીને ક્લોરીનની એક ટેબલેટ નાખીને પીવા માટે ઉપયોગમાં લેવું. તેમ જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ મેનેજર દ્વારા તૈયાર કરવામાં આવેલ યાદીમાં જણાવાયું છે.

Vadodaraના Dabhoiમાં એક સપ્તાહમાં ઝાડા-ઉલટીના 100 કેસ નોંધાતા આરોગ્યવિભાગ દોડતુ થયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેલ્લા 2 દિવસમાં કોલેરાના શંકાસ્પદ 3 કેસ નોંધાયા
  • આરોગ્ય વિભાગની 30 ટીમ દ્વારા સર્વે શરૂ કરાયો
  • ખાણીપીણીની લારીઓ કરાવાઈ બંધ

વડોદરાના ડભોઈમાં રોગચાળાએ માથુ ઉચકયું છે,ડભોઈ ગામમા છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા ઉલટીના 100 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી ગઈ છે,હોસ્પિટલમાં દર્દીઓની રોજ સવારે લાઈનો જોવા મળે છે,જે દર્દીઓને વધુ સારવારની જરૂર છે તેવા તમામ દર્દીઓને વધુ સારવાર માટે વડોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

24 સ્થળોએ ડ્રેનેજ ઉભરાવવાનું સામે આવ્યું

ડભોઈમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે,ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળ્યા છે,ઘર દીઠ ઝાડા ઉલટીના કેસો વધતા આરોગ્ય વિભાગની ટીમે સર્વે હાથધર્યો છે.પાલિકાએ પીવાના પાણીનો સપ્લાય બંધ કર્યો છે.છેલ્લા 2 દિવસમાં જુદા-જુદા વિસ્તારોમાં કોલેરાના શંકાસ્પદ 3 કેસ નોધાતા આરોગ્ય વિભાગે ખાણી પીણીની લારીઓ અચોક્કસ મુદતથી બંધ કરાઈ છે.તો ડભોઈમાં 24 સ્થળોએ ડ્રેનેજ ઉભરાવવાની ઘટના સામે આવી છે.

પાલિકા દ્વારા પીવાના પાણીનો સપ્લાય બંધ કર્યો

આરોગ્ય વિભાગની ટીમ દ્રારા સર્વેમા પ્રાથમિક વાત સામે આવી છે કે,પીવાના પાણીની અંદર ડ્રેનેજ લાઈનનું પાણી ભેળસેળ થતા આ ઘટના બની છે,આરોગ્ય વિભાગે ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે અને તેમા ઉલ્લેખ કર્યો છે કે,ડ્રેનેજ લીકેજ અને પીવાના પાણી સાથે મિશ્રિત થતા લોકોને ઝાડા ઉલટી થયા છે,બીજી તરફ ગામમાં જયા પણ પાણી ભરાયા હોય તે જગ્યાએ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

પાણી ગંદુ આવે તો તેને સ્વચ્છ કરવા આટલુ કરો

ચોમાસામાં પીવાનું પાણી જો ડહોળું આવે તો 20 લિટર પાણીમાં ફટકડીના એક ગાંગડાને સ્વચ્છ કપડામાં વીંટીને ચાર વખત હલાવી પાણીને અડધો કલાક રાખવું. તેમાંથી પાણીમાં રહેલો ડહોળાશ નીચે બેસી જાય છે. ત્યારબાદ ઉપરનું પાણી નિતારી તેને ગાળીને ક્લોરીનની એક ટેબલેટ નાખીને પીવા માટે ઉપયોગમાં લેવું. તેમ જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ મેનેજર દ્વારા તૈયાર કરવામાં આવેલ યાદીમાં જણાવાયું છે.