Dang જિલ્લામાં બારે મેઘ ખાંગા, કેચમેન્ટ વિસ્તારના અનેક ગામો સંપર્કવિહોણા

સાપુતારામાં વરસાદને લઈ અંબિકા નદીમાં ઘોડાપૂર19 જેટલા ગ્રામ્ય માર્ગ વરસાદથી અવરોધાયા વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા કરી અપીલ ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારથી જ અવિરત વરસાદ ચાલુ છે, ત્યારે સાપુતારામાં વરસતા વરસાદને લઈને અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે. અંબિકા નદી ઉપરના અનેક લો લેવલના કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે અને અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. કેચમેન્ટ વિસ્તારના અનેક ગામો સંપર્કવિહોણા લોકમાતા અંબિકા, ખાપરી, પૂર્ણા કેચમેન્ટના અનેક ગામો જિલ્લા મથકેથી 24 કલાકથી વધુ સમયથી સંપર્ક વિહોણા થયા છે. વરસાદને કારણે કોઝ વે અને સ્લેબ ડ્રેઈન ઓવર ટોપિંગ થતા આજે 2 વાગ્યાની સ્થિતિએ 19 જેટલા ગ્રામ્ય માર્ગો ધોવાયા છે અને અનેક ગામો સાથે સંપર્ક તૂટી ગયો છે. ત્યારે હાલમાં ડાંગ જિલ્લામાં વગર ખાતે આવેલો ગીરાધોધ તેના રોદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. જિલ્લાનો ગીરારોધ પણ રૌદ્ર સ્વરૂપમાં જિલ્લા વહીવટી તંત્રએ આ માર્ગ પરથી અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગનો ઉપયોગ ના કરવા અને સૂચવેલા અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. ગાંધીનગર, ખેડા, આણંદમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં ગાંધીનગર, ખેડા, આણંદમાં ભારે વરસાદની આગાહી સાથે વડોદરા, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, અરવલ્લી અને નર્મદા, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 4 દિવસ માટે માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. પવનની ગતિના વધારા સાથે આ વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. ઓફશોર ટ્રફ અને લો પ્રેશર સક્રિય થતા વરસાદ આવશે. તેથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે રાજ્યના 215 તાલુકામાં વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતા ખેડૂતોમાં એક અલગ જ પ્રકારની ખુશી જોવા મળી રહી છે, ત્યારે શહેરના અનેક વિસ્તારમાં વરસાદ આફત બન્યો હોય તેવી સ્થિતિ છે, શહેરમાં અનેક જગ્યાએ વરસાદ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે. 

Dang જિલ્લામાં બારે મેઘ ખાંગા, કેચમેન્ટ વિસ્તારના અનેક ગામો સંપર્કવિહોણા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાપુતારામાં વરસાદને લઈ અંબિકા નદીમાં ઘોડાપૂર
  • 19 જેટલા ગ્રામ્ય માર્ગ વરસાદથી અવરોધાયા
  • વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા કરી અપીલ

ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારથી જ અવિરત વરસાદ ચાલુ છે, ત્યારે સાપુતારામાં વરસતા વરસાદને લઈને અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે. અંબિકા નદી ઉપરના અનેક લો લેવલના કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે અને અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે.

કેચમેન્ટ વિસ્તારના અનેક ગામો સંપર્કવિહોણા

લોકમાતા અંબિકા, ખાપરી, પૂર્ણા કેચમેન્ટના અનેક ગામો જિલ્લા મથકેથી 24 કલાકથી વધુ સમયથી સંપર્ક વિહોણા થયા છે. વરસાદને કારણે કોઝ વે અને સ્લેબ ડ્રેઈન ઓવર ટોપિંગ થતા આજે 2 વાગ્યાની સ્થિતિએ 19 જેટલા ગ્રામ્ય માર્ગો ધોવાયા છે અને અનેક ગામો સાથે સંપર્ક તૂટી ગયો છે. ત્યારે હાલમાં ડાંગ જિલ્લામાં વગર ખાતે આવેલો ગીરાધોધ તેના રોદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે.

જિલ્લાનો ગીરારોધ પણ રૌદ્ર સ્વરૂપમાં

જિલ્લા વહીવટી તંત્રએ આ માર્ગ પરથી અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગનો ઉપયોગ ના કરવા અને સૂચવેલા અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે.

ગાંધીનગર, ખેડા, આણંદમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ગાંધીનગર, ખેડા, આણંદમાં ભારે વરસાદની આગાહી સાથે વડોદરા, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, અરવલ્લી અને નર્મદા, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 4 દિવસ માટે માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. પવનની ગતિના વધારા સાથે આ વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. ઓફશોર ટ્રફ અને લો પ્રેશર સક્રિય થતા વરસાદ આવશે. તેથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ગઈકાલે રાજ્યના 215 તાલુકામાં વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતા ખેડૂતોમાં એક અલગ જ પ્રકારની ખુશી જોવા મળી રહી છે, ત્યારે શહેરના અનેક વિસ્તારમાં વરસાદ આફત બન્યો હોય તેવી સ્થિતિ છે, શહેરમાં અનેક જગ્યાએ વરસાદ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે.