Gujarat Rains: 245 તાલુકામાં મેઘરાજા થયા મહેરબાન, રાજકોટમાં 8 ઈંચ વરસાદ
લોધિકા અને કોટડા સાંગણીમાં પોણા આઠ ઈંચ વરસાદજામનગર, કલ્યાણપુર અને ખંભાળિયામાં સાડા સાત ઈંચ વરસાદ રાજ્યના 65 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, ત્યારે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે લોધિકા અને કોટડા સાંગણીમાં પોણા 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 133 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ ત્યારે રાજ્યના જામનગર, કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાં સાડા 7 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યના ચાર તાલુકામાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે તો અન્ય ચાર તાલુકામાં પાંચ ઈંચથી વધુ વરસાદ અને બીજા ચાર તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે જ 11 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ, 17 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ, 65 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ અને 133 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી જ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સુરત, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, દ્વારકા સહિત અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદે ભારે તારાજી સર્જી છે અને જનજીવનને મોટી અસર પડી છે. રાજ્યમાં વરસાદની સ્થિતીને લઈને રાહત કમિશ્નર આલોક પાંડેએ આપી માહિતી રાજ્યમાં વરસાદની સ્થિતીને લઈને રાહત કમિશ્નર આલોક પાંડેએ માહિતી આપી છે. રાહત કમિશ્નરે જાણકારી આપતા કહ્યું કે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં 318 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે. વડોદરા અને જામનગરમાં એરફોર્સની મદદથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે. NDRFની 14 અને SDRFની 22 પ્લાટૂન કાર્યરત ત્યારે વરસાદના કારણે ત્રણ દિવસમાં 15 લોકોના મોત થયા થયા છે અને આ સિઝન દરમિયાન 112 લોકોના મોત થયા છે. ત્યારે રાજ્યમાં વરસાદી આફત વચ્ચે ફસાયેલા લોકોને બચાવવા માટે આર્મીની 5 કોલમ કાર્યરત કરવામાં આવી છે, ત્યારે NDRFની 14 અને SDRFની 22 પ્લાટૂન કાર્યરત કરવામાં આવી છે. હાલમાં જામનગરમાં 2 એરફોર્સ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- લોધિકા અને કોટડા સાંગણીમાં પોણા આઠ ઈંચ વરસાદ
- જામનગર, કલ્યાણપુર અને ખંભાળિયામાં સાડા સાત ઈંચ વરસાદ
- રાજ્યના 65 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ
આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, ત્યારે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે લોધિકા અને કોટડા સાંગણીમાં પોણા 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યના 133 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ
ત્યારે રાજ્યના જામનગર, કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાં સાડા 7 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યના ચાર તાલુકામાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે તો અન્ય ચાર તાલુકામાં પાંચ ઈંચથી વધુ વરસાદ અને બીજા ચાર તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે જ 11 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ, 17 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ, 65 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ અને 133 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.
વહેલી સવારથી જ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો
ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી જ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સુરત, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, દ્વારકા સહિત અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદે ભારે તારાજી સર્જી છે અને જનજીવનને મોટી અસર પડી છે.
રાજ્યમાં વરસાદની સ્થિતીને લઈને રાહત કમિશ્નર આલોક પાંડેએ આપી માહિતી
રાજ્યમાં વરસાદની સ્થિતીને લઈને રાહત કમિશ્નર આલોક પાંડેએ માહિતી આપી છે. રાહત કમિશ્નરે જાણકારી આપતા કહ્યું કે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં 318 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે. વડોદરા અને જામનગરમાં એરફોર્સની મદદથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે.
NDRFની 14 અને SDRFની 22 પ્લાટૂન કાર્યરત
ત્યારે વરસાદના કારણે ત્રણ દિવસમાં 15 લોકોના મોત થયા થયા છે અને આ સિઝન દરમિયાન 112 લોકોના મોત થયા છે. ત્યારે રાજ્યમાં વરસાદી આફત વચ્ચે ફસાયેલા લોકોને બચાવવા માટે આર્મીની 5 કોલમ કાર્યરત કરવામાં આવી છે, ત્યારે NDRFની 14 અને SDRFની 22 પ્લાટૂન કાર્યરત કરવામાં આવી છે. હાલમાં જામનગરમાં 2 એરફોર્સ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે.