Vadodara: ધોધમાર વરસાદમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામના દશ્યો સર્જાયા

નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા છે ત્રણ કલાકના ગાળામાં એક ઇંચ વરસાદ ખાબક્યો અવાખલ, માલપુર, સુરાશામળ ગામમાં વરસાદ આવ્યો વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા છે. તેમજ શહેરમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામના દશ્યો સર્જાયા છે. શહેરમાં સવારે 8 થી 11 વાગ્યા સુધીના ત્રણ કલાકના ગાળામાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ હજુ પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઇ રહી છે. તથા વહેલી સવારથી શિનોર, અવાખલ, માલપુર, સુરાશામળ ગામમાં વરસાદ શરૂ થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા શહેરમાં આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મેઘરાજાની ધમાકેદાર બેટિંગની સાથે આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ જતા રોડ પર વિઝીબીલીટી ઓછી થઈ ગઈ હતી. જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા. તેમજ ઠેરઠેર ટ્રાફિકજામ દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને ચાર દરવાજા વિસ્તાર આજવા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગ, છાણી, નવાયાર્ડ, નિઝામપુરા, માજલપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી અવાખલ, માલપુર, સુરાશામળ જેવા ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. વાદળછાયા વાતાવરણમાં વહેલી સવારથી જ વરસાદ ચાલુ થયો છે. પંથકમાં ખેતી લાયક મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તાલુકામાં સવારે 4થી 6 વાગ્યા સુધી 4 એમએમ અને સિઝનનો કુલ 283 એમએમ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં વડોદરા શહેરમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવો માહોલ સર્જાયો છે. ગુજરાત પર સ્થિર થયેલ લો-પ્રેશરના કારણે વડોદરામાં પણ ભારે વરસાદ આવ્યો છે તેમ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Vadodara: ધોધમાર વરસાદમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામના દશ્યો સર્જાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા છે
  • ત્રણ કલાકના ગાળામાં એક ઇંચ વરસાદ ખાબક્યો
  • અવાખલ, માલપુર, સુરાશામળ ગામમાં વરસાદ આવ્યો

વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા છે. તેમજ શહેરમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામના દશ્યો સર્જાયા છે. શહેરમાં સવારે 8 થી 11 વાગ્યા સુધીના ત્રણ કલાકના ગાળામાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ હજુ પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઇ રહી છે. તથા વહેલી સવારથી શિનોર, અવાખલ, માલપુર, સુરાશામળ ગામમાં વરસાદ શરૂ થયો છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

શહેરમાં આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મેઘરાજાની ધમાકેદાર બેટિંગની સાથે આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ જતા રોડ પર વિઝીબીલીટી ઓછી થઈ ગઈ હતી. જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા. તેમજ ઠેરઠેર ટ્રાફિકજામ દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને ચાર દરવાજા વિસ્તાર આજવા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગ, છાણી, નવાયાર્ડ, નિઝામપુરા, માજલપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.

આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી

અવાખલ, માલપુર, સુરાશામળ જેવા ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. વાદળછાયા વાતાવરણમાં વહેલી સવારથી જ વરસાદ ચાલુ થયો છે. પંથકમાં ખેતી લાયક મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તાલુકામાં સવારે 4થી 6 વાગ્યા સુધી 4 એમએમ અને સિઝનનો કુલ 283 એમએમ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં વડોદરા શહેરમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવો માહોલ સર્જાયો છે. ગુજરાત પર સ્થિર થયેલ લો-પ્રેશરના કારણે વડોદરામાં પણ ભારે વરસાદ આવ્યો છે તેમ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.