Ahmedabad Rathyatra 2024 : સરસપુરમાં રસોડા થયા ધમધમતા,મોહનથાળ બનાવાની થઈ શરૂઆત

રથયાત્રાને લઈ ભકતોને પીરસવામાં આવશે પ્રસાદ ભગવાનના મોસાળમાં રસોડા થયા ધમધમતા તમામ ભકતો અને સંતો માટે રસોઈ થઈ રહી છે તૈયાર જગતના નાથની નગરચર્યાને હવે ફક્ત ગણતરીની કલાકો જ બાકી રહી છે. 7 જુલાઈને રવિવારે અમદાવાદ શહેરમાં ભગવાગ જગન્નાથની રથયાત્રા નીકળશે, જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જમાલપુર જગન્નાથ મંદિર હોય કે સરસપુરમાં ભગવાનનું મોસાળું હોય, પોલીસતંત્ર હોય અથવા અખાડા કે ભજનમંડળી હોય, તમામ લોકો ભગવાનની નગરચર્યાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભકતોને પીરસાસે પ્રસાદ ભગવાનનું મોસાળ કહેવાતા સરસપુરમાં વર્ષોની જેમ આ વર્ષે પણ પ્રસાદ બનાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. અહીં આવનારા લાખો ભક્તોને ભોજન પીરસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભગવાનની રથયાત્રાના દિવસે સરસપૂરના એકપણ ઘરનો ચૂલો પ્રગટતો નથી. તમામ લોકો મોસાળમાં ભાણિયાની આગતાસ્વાગતા કરવામાં મગ્ન થઈ જતા હોય છે અને ભક્તોને ભોજન પીરસે છે. સરસપુરમા બની રહ્યો છે પ્રસાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસપુરમાં રથયાત્રાના 15 દિવસ અગાઉથી જ દરેક પોળમાં તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ત્યારે રથયાત્રાને બે દિવસ જ બાકી છે ત્યારે સરસપુરની વિવિધ પોળમાં પ્રસાદ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. સરસપુરમાં ભગવાનનું મોસાળ કહેવાતું રણછોડરાયજી મંદિરની સામે આવેલી લુહાર શેરીમાં છેલ્લાં 47 વર્ષથી ભક્તોને પ્રસાદ-ભોજન પીરસવામાં આવે છે. દરેક શેરીમાં ભક્તો માટે પ્રસાદનો પ્રબંધ સરસપુરની વિવિધ શેરીમાં જ્યાં ભક્ત જશે, ત્યાં તેમને વિવિધ પ્રસાદ-ભોજન મળી રહેશે. દાળ-ભાત, શાક-પૂરી અને મિષ્ઠાન તો ક્યાંક પૂરી-શાક અને ગાંઠિયા તથા બુંદીનો પ્રસાદ. ઉપરાંત ક્યાંક ખીચડી-કઢીનો પ્રસાદ પણ મળી રહેશે. સરસપુરની વિવિધ શેરી કડિયાવાડ, લીમડાપોળ, પીપળાપોળ, ગાંધીની પોળ, કડિયાની પોળ, ઠાકોરવાસ, અમલીવાદ, રૂડીમાનું રસોડું, જે સરસપુરમાં સૌથી પહેલા પ્રસાદની શરૂઆત થઈ હતી. ઉપરાંત સાળવીવાડ રામજીમંદિર વાસણશેરી તમામ સ્થળ પર ભક્તો માટે ભોજન-પ્રસાદ આયોજન કરવામાં આવ્યું છે.

Ahmedabad Rathyatra 2024 : સરસપુરમાં રસોડા થયા ધમધમતા,મોહનથાળ બનાવાની થઈ શરૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રથયાત્રાને લઈ ભકતોને પીરસવામાં આવશે પ્રસાદ
  • ભગવાનના મોસાળમાં રસોડા થયા ધમધમતા
  • તમામ ભકતો અને સંતો માટે રસોઈ થઈ રહી છે તૈયાર

જગતના નાથની નગરચર્યાને હવે ફક્ત ગણતરીની કલાકો જ બાકી રહી છે. 7 જુલાઈને રવિવારે અમદાવાદ શહેરમાં ભગવાગ જગન્નાથની રથયાત્રા નીકળશે, જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જમાલપુર જગન્નાથ મંદિર હોય કે સરસપુરમાં ભગવાનનું મોસાળું હોય, પોલીસતંત્ર હોય અથવા અખાડા કે ભજનમંડળી હોય, તમામ લોકો ભગવાનની નગરચર્યાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ભકતોને પીરસાસે પ્રસાદ

ભગવાનનું મોસાળ કહેવાતા સરસપુરમાં વર્ષોની જેમ આ વર્ષે પણ પ્રસાદ બનાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. અહીં આવનારા લાખો ભક્તોને ભોજન પીરસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભગવાનની રથયાત્રાના દિવસે સરસપૂરના એકપણ ઘરનો ચૂલો પ્રગટતો નથી. તમામ લોકો મોસાળમાં ભાણિયાની આગતાસ્વાગતા કરવામાં મગ્ન થઈ જતા હોય છે અને ભક્તોને ભોજન પીરસે છે.


સરસપુરમા બની રહ્યો છે પ્રસાદ

દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસપુરમાં રથયાત્રાના 15 દિવસ અગાઉથી જ દરેક પોળમાં તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ત્યારે રથયાત્રાને બે દિવસ જ બાકી છે ત્યારે સરસપુરની વિવિધ પોળમાં પ્રસાદ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. સરસપુરમાં ભગવાનનું મોસાળ કહેવાતું રણછોડરાયજી મંદિરની સામે આવેલી લુહાર શેરીમાં છેલ્લાં 47 વર્ષથી ભક્તોને પ્રસાદ-ભોજન પીરસવામાં આવે છે.

દરેક શેરીમાં ભક્તો માટે પ્રસાદનો પ્રબંધ

સરસપુરની વિવિધ શેરીમાં જ્યાં ભક્ત જશે, ત્યાં તેમને વિવિધ પ્રસાદ-ભોજન મળી રહેશે. દાળ-ભાત, શાક-પૂરી અને મિષ્ઠાન તો ક્યાંક પૂરી-શાક અને ગાંઠિયા તથા બુંદીનો પ્રસાદ. ઉપરાંત ક્યાંક ખીચડી-કઢીનો પ્રસાદ પણ મળી રહેશે. સરસપુરની વિવિધ શેરી કડિયાવાડ, લીમડાપોળ, પીપળાપોળ, ગાંધીની પોળ, કડિયાની પોળ, ઠાકોરવાસ, અમલીવાદ, રૂડીમાનું રસોડું, જે સરસપુરમાં સૌથી પહેલા પ્રસાદની શરૂઆત થઈ હતી. ઉપરાંત સાળવીવાડ રામજીમંદિર વાસણશેરી તમામ સ્થળ પર ભક્તો માટે ભોજન-પ્રસાદ આયોજન કરવામાં આવ્યું છે.