જામનગરમાં નાનકપુરી પાસે ભજીયાની રેકડીએ નાસ્તો લેવા આવેલા પિતા પુત્રને બાઈકની ઠોકરે ગંભીર ઇજા

Jamnagar Accident : જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા એક સફાઈ કામદાર અને તેનો પુત્ર ગઈકાલે રવિવારે એક ભજીયાની રેકડીએ આવ્યા હતા. દરમિયાન એક બાઈક ચાલકે બંનેને હડફેટમાં લઈ ઇજાગ્રસ્ત બનાવ્યા છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદ મિલની ચાલી પાસે રહેતા અને સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા પીન્ટુભાઇ રમેશભાઈ પરમાર ગઈકાલે સાંજે 5.30 વાગ્યાના અરસામાં પોતાના પુત્ર માનવ સાથે નાનક પુરી નજીક આવેલી એક ભજીયાની રેકડીએ નાસ્તાની ખરીદી કરવા માટે ઉભા હતા. જે દરમિયાન પુરપાટ ઝડપી આવી રહેલા જી.જે. 10-ડી.જે. 0795નંબરના સ્કૂટરના ચાલકે પિતા-પુત્ર બંનેને હડફેટમાં લઈ લેતાં તેઓને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે સફાઈ કામદાર યુવાનની ફરિયાદના આધારે સ્કૂટર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

જામનગરમાં નાનકપુરી પાસે ભજીયાની રેકડીએ નાસ્તો લેવા આવેલા પિતા પુત્રને બાઈકની ઠોકરે ગંભીર ઇજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Accident : જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા એક સફાઈ કામદાર અને તેનો પુત્ર ગઈકાલે રવિવારે એક ભજીયાની રેકડીએ આવ્યા હતા. દરમિયાન એક બાઈક ચાલકે બંનેને હડફેટમાં લઈ ઇજાગ્રસ્ત બનાવ્યા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદ મિલની ચાલી પાસે રહેતા અને સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા પીન્ટુભાઇ રમેશભાઈ પરમાર ગઈકાલે સાંજે 5.30 વાગ્યાના અરસામાં પોતાના પુત્ર માનવ સાથે નાનક પુરી નજીક આવેલી એક ભજીયાની રેકડીએ નાસ્તાની ખરીદી કરવા માટે ઉભા હતા.

 જે દરમિયાન પુરપાટ ઝડપી આવી રહેલા જી.જે. 10-ડી.જે. 0795નંબરના સ્કૂટરના ચાલકે પિતા-પુત્ર બંનેને હડફેટમાં લઈ લેતાં તેઓને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે સફાઈ કામદાર યુવાનની ફરિયાદના આધારે સ્કૂટર ચાલક સામે ગુનો નોંધ્યો છે.