Monsoon: 24 કલાકમાં 141 તાલુકામાં મેઘમહેર, જાણો કયા સૌથી આવ્યો વરસાદ

ગળતેશ્વરમાં 2 ઇંચ વરસાદથી જનજીવનને અસર પહોંચી વાવેલો પાક ડૂબતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે પેથાપુરની અર્જુની નદી બે કાંઠે વહી રહી છે ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં દાતામાં 8 ઇંચ, વડગામમાં 4 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ કડાણામાં 3.5 ઇંચ, શહેરામાં 3 ઇંચ સાથે તિલકવાડામાં 2.5 ઇંચ, ખાનપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. કઠલાલમાં 2 ઇંચ, ગળતેશ્વરમાં 2 ઇંચ વરસાદથી જનજીવનને અસર પહોંચી છે. પાલનપુર અને કુકરમુંડામાં 2-2 ઇંચ વરસાદ પાલનપુર અને કુકરમુંડામાં 2-2 ઇંચ વરસાદ તથા કપરાડા અને ઠાસરામાં પોણા બે ઇંચ વરસાદ અને ઉમરપાડા અને નાંદોદમાં પોણા બે ઇંચ વરસાદ સાથે ઝગડિયા અને સુરત શહેરમાં દોઢ ઇંચ વરસાદ આવ્યો છે. ગુજરાતમાં ગુરૂવારે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. આજે પણ સવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 8.1 ઇંચ વરસાદ નોંધાયો છે. વાવેલો પાક ડૂબતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે દાતામાં ચાર કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા દાતા તાલુકમાં ચારેતરફ પાણી પાણી થઈ ગયું છે. અનેક નદીઓ પુનર્જીવિત થઈ છે. પેથાપુરની અર્જુની નદી બે કાંઠે વહી રહી છે. લાંબા સમયથી આ નદી સુકી હતી ત્યારે, નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પનિહારી પંથકમાં પણ અનેક વિસ્તારોમાં પાણીના ધોધ જોવા મળ્યા હતા. ખેતરોમાં પાણી ભરાતાં વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. મોંઘાભાવનું બીયારણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ચોમાસાના પ્રારંભે એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ વાવેલો પાક ડૂબતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે.

Monsoon: 24 કલાકમાં 141 તાલુકામાં મેઘમહેર, જાણો કયા સૌથી આવ્યો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગળતેશ્વરમાં 2 ઇંચ વરસાદથી જનજીવનને અસર પહોંચી
  • વાવેલો પાક ડૂબતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે
  • પેથાપુરની અર્જુની નદી બે કાંઠે વહી રહી છે

ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં દાતામાં 8 ઇંચ, વડગામમાં 4 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ કડાણામાં 3.5 ઇંચ, શહેરામાં 3 ઇંચ સાથે તિલકવાડામાં 2.5 ઇંચ, ખાનપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. કઠલાલમાં 2 ઇંચ, ગળતેશ્વરમાં 2 ઇંચ વરસાદથી જનજીવનને અસર પહોંચી છે.

પાલનપુર અને કુકરમુંડામાં 2-2 ઇંચ વરસાદ

પાલનપુર અને કુકરમુંડામાં 2-2 ઇંચ વરસાદ તથા કપરાડા અને ઠાસરામાં પોણા બે ઇંચ વરસાદ અને ઉમરપાડા અને નાંદોદમાં પોણા બે ઇંચ વરસાદ સાથે ઝગડિયા અને સુરત શહેરમાં દોઢ ઇંચ વરસાદ આવ્યો છે. ગુજરાતમાં ગુરૂવારે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. આજે પણ સવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 8.1 ઇંચ વરસાદ નોંધાયો છે.

વાવેલો પાક ડૂબતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે

દાતામાં ચાર કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા દાતા તાલુકમાં ચારેતરફ પાણી પાણી થઈ ગયું છે. અનેક નદીઓ પુનર્જીવિત થઈ છે. પેથાપુરની અર્જુની નદી બે કાંઠે વહી રહી છે. લાંબા સમયથી આ નદી સુકી હતી ત્યારે, નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પનિહારી પંથકમાં પણ અનેક વિસ્તારોમાં પાણીના ધોધ જોવા મળ્યા હતા. ખેતરોમાં પાણી ભરાતાં વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. મોંઘાભાવનું બીયારણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ચોમાસાના પ્રારંભે એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ વાવેલો પાક ડૂબતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે.