Vadodara: ધારાસભ્યએ પ્રમુખના નિવેદનને વખોડયું, જાતિવાદ યોગ્ય નથી, પાર્ટી બદનામ થાય છે

શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે કહ્યું હતું કે, મત ના આપે તેના કામ ના કરોભાજપ પ્રમુખે નિવેદન કરતાં પહેલાં ચર્ચા કરવી જોઈએ : માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્યહું તો કોંગ્રેસના કોર્પોરેટરોને પણ ગ્રાંટ આપું છું, સરકારના ગ્રાંટના પૈસા લોકોના ટેક્સના રૂપિયા છે : યોગેશ પટેલશહેરના સમા - સાવલી રોડ પર એક ફાર્મમાં રવિવારે મોડીસાંજે યોજાયેલા સાંસદના સન્માન સમારોહ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખે કરેલા નિવેદનને લઈ વિવાદ સર્જાયો છે. ખુદ ભાજપના જ સિનિયર ધારાસભ્ય અને પૂર્વ મંત્રીએ પ્રમુખના નિવેદનને વખોડતાં કહ્યું હતું કે, આવું નિવેદન આપતાં પહેલા સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ. કારણ કે, જાતિવાદ કરવો યોગ્ય નથી, પબ્લિકમાં ખોટુ અંતર ઉભું થાય છે, ખોટા મેસેજ જવાની સાથે પાર્ટી બદનામ થાય છે. પ્રમુખે કરેલું નિવેદન એ તેમનો અંગત વિચાર છે. ડૉ. વિજય શાહના મોંઢામાંથી નીકળેલા આ વિધાનોને લઈ ભારે વિવાદ સર્જાયો છે, ત્યારે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, રાવપુરા વિધાનસભામાં આખા ગુજરાતમાં ટોપ વિધાનસભા રહી છે. આ બેઠક પરથી અનેકવાર હું પોતે ચૂંટાયો છું અને સૌથી વધુ મત મળ્યા છે. અહીંથી કોર્પોરેટરોને પણ જીતાડયા છે. અમે ચૂંટણી જીત્યા બાદ વિધાનસભામાં સોગંદ લઈએ છીએ કે, વૈરભાવ, જ્ઞાતિ - જાતિનો ભેદભાવ નહીં રાખીએ, જે વિકાસના કામો કરવાના થશે, તે કરીશું. હવે, રાવપુરા વિધાનસભામાં મુસ્લિમ મતદારો વધારે છે. સને 1992માં કોમવાદ બહુ ચાલતો હતો, ત્યારે મને એવું કહેવામાં આવતું કે, મુસ્લિમોના કામો નહીં કરવાના. તે વખતે હું એટલું જ કેહતો કે, આ રોડ આગળ હિંદુ વિસ્તારને જોડે છે. આ રોડ પરથી હિંદુઓ પણ પસાર થાય છે, તો મુસ્લિમ - હિંદુ ક્યાંથી આવ્યા? રોડ પર ખાડા હશે તો વરસાદી પાણી ભરાશે, તેમાં મચ્છર થશે. મચ્છરને એવું નથી કે, મુસ્લિમને જઈને જ કરડું. આખા વડોદરાના મુસ્લિમો જે તે બિમારીની સારવાર કરાવવા મારી પાસે કાગળ લખાવતા હતા. આ માણસાઈની વાત છે, વૉટનો સવાલ નથી, તમે કોઈની પણ સાથે વેર ન રાખો, ભલે આપણને વૉટ ન આપે, તમે તેમનું કામ કરશો તો વૉટ આપશે જ. હું તો કોંગ્રેસના કોર્પોરેટરોને પણ ગ્રાંટ આપું છું. કારણ કે, સરકારના ગ્રાંટના પૈસા લોકોના ટેક્સના રૂપિયા છે. એટલે, પ્રમુખના નિવેદનથી ખોટો મેસજ જાય છે. ભાજપમાં એવું નથી કે, લોકોના કામ નથી કરવાના, તમારી સોચ બીજાની ઉપર થોડી થોપી દેવાય? તેવો સવાલ પણ યોગેશ પટેલે ઉઠાવ્યો હતો.નવા સાંસદના સન્માન સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે શું બફાટ કરતાં વિવાદ સર્જાયો? વડોદરા લોકસભા બેઠક પરથી સાંસદ બનેલા હેમાંગ જોશીના સન્માન સમારોહનો કાર્યક્રમ રવિવારે રાવપુરા વિધાનસભા દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્યો, ભાજપના આગેવાનો, પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિ વચ્ચે શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે જાહેર મંચ પરથી એવું કહ્યું હતું કે, કોર્પોરેશન, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય રાવપુરા વિધાનસભામાં અમુક બુથો પર વર્ષોથી ભાજપને મત મળતાં નથી, તો અહીં બેઠેલા પાર્ટીના મુખ્ય આગેવાનો તેમજ સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વિચારવું જોઈએ કે, તમારે કયાં વિસ્તારમાં કામની અગ્રીમતા આપવાની જરૂર છે. જે વિસ્તારોમાંથી પંદર વર્ષથી મત મળતા નથી, ત્યાં આપણા બજેટના રૂપિયા ન વપરાય. સરકાર પોતાના નિતી નિયમ પ્રમાણે કામ કરે છે. પણ, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોની રજૂઆત સાંભળી યોગ્ય નિર્ણય લેવાના છે.

Vadodara: ધારાસભ્યએ પ્રમુખના નિવેદનને વખોડયું, જાતિવાદ યોગ્ય નથી, પાર્ટી બદનામ થાય છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે કહ્યું હતું કે, મત ના આપે તેના કામ ના કરો
  • ભાજપ પ્રમુખે નિવેદન કરતાં પહેલાં ચર્ચા કરવી જોઈએ : માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય
  • હું તો કોંગ્રેસના કોર્પોરેટરોને પણ ગ્રાંટ આપું છું, સરકારના ગ્રાંટના પૈસા લોકોના ટેક્સના રૂપિયા છે : યોગેશ પટેલ
શહેરના સમા - સાવલી રોડ પર એક ફાર્મમાં રવિવારે મોડીસાંજે યોજાયેલા સાંસદના સન્માન સમારોહ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખે કરેલા નિવેદનને લઈ વિવાદ સર્જાયો છે. ખુદ ભાજપના જ સિનિયર ધારાસભ્ય અને પૂર્વ મંત્રીએ પ્રમુખના નિવેદનને વખોડતાં કહ્યું હતું કે, આવું નિવેદન આપતાં પહેલા સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ. કારણ કે, જાતિવાદ કરવો યોગ્ય નથી, પબ્લિકમાં ખોટુ અંતર ઉભું થાય છે,

ખોટા મેસેજ જવાની સાથે પાર્ટી બદનામ થાય છે. પ્રમુખે કરેલું નિવેદન એ તેમનો અંગત વિચાર છે. ડૉ. વિજય શાહના મોંઢામાંથી નીકળેલા આ વિધાનોને લઈ ભારે વિવાદ સર્જાયો છે, ત્યારે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, રાવપુરા વિધાનસભામાં આખા ગુજરાતમાં ટોપ વિધાનસભા રહી છે. આ બેઠક પરથી અનેકવાર હું પોતે ચૂંટાયો છું અને સૌથી વધુ મત મળ્યા છે. અહીંથી કોર્પોરેટરોને પણ જીતાડયા છે. અમે ચૂંટણી જીત્યા બાદ વિધાનસભામાં સોગંદ લઈએ છીએ કે, વૈરભાવ, જ્ઞાતિ - જાતિનો ભેદભાવ નહીં રાખીએ, જે વિકાસના કામો કરવાના થશે, તે કરીશું. હવે, રાવપુરા વિધાનસભામાં મુસ્લિમ મતદારો વધારે છે. સને 1992માં કોમવાદ બહુ ચાલતો હતો, ત્યારે મને એવું કહેવામાં આવતું કે, મુસ્લિમોના કામો નહીં કરવાના. તે વખતે હું એટલું જ કેહતો કે, આ રોડ આગળ હિંદુ વિસ્તારને જોડે છે. આ રોડ પરથી હિંદુઓ પણ પસાર થાય છે, તો મુસ્લિમ - હિંદુ ક્યાંથી આવ્યા? રોડ પર ખાડા હશે તો વરસાદી પાણી ભરાશે, તેમાં મચ્છર થશે. મચ્છરને એવું નથી કે, મુસ્લિમને જઈને જ કરડું. આખા વડોદરાના મુસ્લિમો જે તે બિમારીની સારવાર કરાવવા મારી પાસે કાગળ લખાવતા હતા. આ માણસાઈની વાત છે, વૉટનો સવાલ નથી, તમે કોઈની પણ સાથે વેર ન રાખો, ભલે આપણને વૉટ ન આપે, તમે તેમનું કામ કરશો તો વૉટ આપશે જ. હું તો કોંગ્રેસના કોર્પોરેટરોને પણ ગ્રાંટ આપું છું. કારણ કે, સરકારના ગ્રાંટના પૈસા લોકોના ટેક્સના રૂપિયા છે. એટલે, પ્રમુખના નિવેદનથી ખોટો મેસજ જાય છે. ભાજપમાં એવું નથી કે, લોકોના કામ નથી કરવાના, તમારી સોચ બીજાની ઉપર થોડી થોપી દેવાય? તેવો સવાલ પણ યોગેશ પટેલે ઉઠાવ્યો હતો.
નવા સાંસદના સન્માન સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે શું બફાટ કરતાં વિવાદ સર્જાયો?
વડોદરા લોકસભા બેઠક પરથી સાંસદ બનેલા હેમાંગ જોશીના સન્માન સમારોહનો કાર્યક્રમ રવિવારે રાવપુરા વિધાનસભા દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્યો, ભાજપના આગેવાનો, પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિ વચ્ચે શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે જાહેર મંચ પરથી એવું કહ્યું હતું કે, કોર્પોરેશન, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય રાવપુરા વિધાનસભામાં અમુક બુથો પર વર્ષોથી ભાજપને મત મળતાં નથી, તો અહીં બેઠેલા પાર્ટીના મુખ્ય આગેવાનો તેમજ સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વિચારવું જોઈએ કે, તમારે કયાં વિસ્તારમાં કામની અગ્રીમતા આપવાની જરૂર છે. જે વિસ્તારોમાંથી પંદર વર્ષથી મત મળતા નથી, ત્યાં આપણા બજેટના રૂપિયા ન વપરાય. સરકાર પોતાના નિતી નિયમ પ્રમાણે કામ કરે છે. પણ, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોની રજૂઆત સાંભળી યોગ્ય નિર્ણય લેવાના છે.