Vadodara: મહારાજ મૂવીના વિરોધમાં વૈષ્ણવો દ્વારા આજે સુખધામ મંદિરથી રેલી નીકળશે

સુખધામ મંદિરે વૈષ્ણવોની હાજરીમાં યોજાયેલી મિટિંગમાં નિર્ણય કરાયોશહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં મહારાજ ફિલ્મની સામે ફરિયાદ કરાશે મહારાજ મુવીના વિરોધમાં સુખધામ મંદિર ખાતે વૈષ્ણવોની મિટિંગ મળી હતી ઓટીટી પર આવનારી મહારાજ મૂવી વિરુદ્ધ આગામી દિવસોના કાર્યક્રમો તથા હિન્દૂ ધર્મ ઉપર કરવામાં આવી રહેલા આયોજિત આક્રમણોના અનુસંધાને તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પ.પૂ.ગો. 108 ડૉ. વાગીશકુમારજી મહારાજની અધ્યક્ષતામાં તથા કાંકરોલી યુવરાજ પૂ.પૂ ગો 108 વેદાંતકુમારજી મહોદય,કાંકરોલી યુવરાજ પૂ.પૂ ગો 108 સિદ્ધાંતકુમારજી મહોદયની ઉપસ્થિતમાં એક મિટિંગ દ્વારકાધીશ સુખધામ મંદિર, વાઘોડિયા રોડ ખાતે સંપન્ન થઈ હતી. જેમાં આવનારી ફિલ્મનો સખતમા સખત વિરોધ કરવાના ભાગરૂપ તા18મીએ સાંજના સાત કલાકે વાઘોડિયા રોડ સુખધામ મંદિરથી રેલી સ્વરૂપે વૈષ્ણવો અને હિન્દુ સંગઠનો જોડાશે. જે મંદિરથી સુખધામ ચાર રસ્તા ઉમા ચાર રસ્તા પ્રભાત ચાર રસ્તા થઈ વૃંદાવન ચાર રસ્તાથી મંદિર પરત ફરશે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમા મહારાજ ફિલ્મની સામે ફરિયાદ કરાશે.

Vadodara: મહારાજ મૂવીના વિરોધમાં વૈષ્ણવો દ્વારા આજે સુખધામ મંદિરથી રેલી નીકળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુખધામ મંદિરે વૈષ્ણવોની હાજરીમાં યોજાયેલી મિટિંગમાં નિર્ણય કરાયો
  • શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં મહારાજ ફિલ્મની સામે ફરિયાદ કરાશે
  • મહારાજ મુવીના વિરોધમાં સુખધામ મંદિર ખાતે વૈષ્ણવોની મિટિંગ મળી હતી

ઓટીટી પર આવનારી મહારાજ મૂવી વિરુદ્ધ આગામી દિવસોના કાર્યક્રમો તથા હિન્દૂ ધર્મ ઉપર કરવામાં આવી રહેલા આયોજિત આક્રમણોના અનુસંધાને તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પ.પૂ.ગો. 108 ડૉ. વાગીશકુમારજી મહારાજની અધ્યક્ષતામાં તથા કાંકરોલી યુવરાજ પૂ.પૂ ગો 108 વેદાંતકુમારજી મહોદય,કાંકરોલી યુવરાજ પૂ.પૂ ગો 108 સિદ્ધાંતકુમારજી મહોદયની ઉપસ્થિતમાં એક મિટિંગ દ્વારકાધીશ સુખધામ મંદિર, વાઘોડિયા રોડ ખાતે સંપન્ન થઈ હતી.

જેમાં આવનારી ફિલ્મનો સખતમા સખત વિરોધ કરવાના ભાગરૂપ તા18મીએ સાંજના સાત કલાકે વાઘોડિયા રોડ સુખધામ મંદિરથી રેલી સ્વરૂપે વૈષ્ણવો અને હિન્દુ સંગઠનો જોડાશે. જે મંદિરથી સુખધામ ચાર રસ્તા ઉમા ચાર રસ્તા પ્રભાત ચાર રસ્તા થઈ વૃંદાવન ચાર રસ્તાથી મંદિર પરત ફરશે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમા મહારાજ ફિલ્મની સામે ફરિયાદ કરાશે.