Vadodara: અતુલ પુરોહિત ગરબાની બોલાવશે રમઝટ, ખેલૈયાઓ ઉત્સાહિત

નવરાત્રિની આજથી શરૂઆત થઇ ગઇ છે. ત્યારે રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓએ ભારે ઉમંગ સાથે માના નોરતા રંગેચંગે ઉજવવાનું મન બનાવી લીધું છે. આ વખતે નવા સ્ટેપ, નવા ગીતો, ગરબા, નવી ધૂન સાથે ગાયકો અને સંગીતકારો ખેલૈયાઓને ઝુમાવવા મેદાને ઉમટી પડશે. લોકગરબા વગર નવરાત્રીની રમઝટ અધૂરી છે અને જો તે લોકગરબા ગાયક અતુલ પુરોહિત દ્વારા ગાવામાં તો ખેલૈયાઓનું કીડીયારુ ઉમટી પડે. અતુલ પુરોહિત, જેઓ દર વર્ષે ગરબાના ઉત્સાહને બમણો કરી દે છે, તેમના મધુર કંઠના ન માત્ર રાજ્યમાં પરંતુ આખી દુનિયામાં પ્રશંસકો છે.વડોદરામાં જામશે ગરબાની રમઝટ અતુલ પુરોહિતના મધુર અવાજના પ્રશંસકો માત્ર ગુજરાત પૂરતા જ સીમિત નથી, સાત સમુદ્ર પાર જેમ કે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા તેમજ અન્ય દેશો જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં પણ તેમની ખ્યાતિ એટલી જ છે. ત્યારે આ નવરાત્રિમાં પણ વડોદરામાં યોજાનારા યુનાઇટેડ વેના ગરબામાં જમાવટ કરી દેવાના છે. આ વખતે તેમણે એક નવો ગરબો પણ બનાવ્યો છે. રાધા કૃષ્ણ પર આ ગરબો બનાવ્યો છે. જેની પર ખેલૈયાઓ ઝૂમી ઉઠશે.

Vadodara: અતુલ પુરોહિત ગરબાની બોલાવશે રમઝટ, ખેલૈયાઓ ઉત્સાહિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રિની આજથી શરૂઆત થઇ ગઇ છે. ત્યારે રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓએ ભારે ઉમંગ સાથે માના નોરતા રંગેચંગે ઉજવવાનું મન બનાવી લીધું છે. આ વખતે નવા સ્ટેપ, નવા ગીતો, ગરબા, નવી ધૂન સાથે ગાયકો અને સંગીતકારો ખેલૈયાઓને ઝુમાવવા મેદાને ઉમટી પડશે. લોકગરબા વગર નવરાત્રીની રમઝટ અધૂરી છે અને જો તે લોકગરબા ગાયક અતુલ પુરોહિત દ્વારા ગાવામાં તો ખેલૈયાઓનું કીડીયારુ ઉમટી પડે. અતુલ પુરોહિત, જેઓ દર વર્ષે ગરબાના ઉત્સાહને બમણો કરી દે છે, તેમના મધુર કંઠના ન માત્ર રાજ્યમાં પરંતુ આખી દુનિયામાં પ્રશંસકો છે.

વડોદરામાં જામશે ગરબાની રમઝટ 

અતુલ પુરોહિતના મધુર અવાજના પ્રશંસકો માત્ર ગુજરાત પૂરતા જ સીમિત નથી, સાત સમુદ્ર પાર જેમ કે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા તેમજ અન્ય દેશો જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં પણ તેમની ખ્યાતિ એટલી જ છે. ત્યારે આ નવરાત્રિમાં પણ વડોદરામાં યોજાનારા યુનાઇટેડ વેના ગરબામાં જમાવટ કરી દેવાના છે. આ વખતે તેમણે એક નવો ગરબો પણ બનાવ્યો છે. રાધા કૃષ્ણ પર આ ગરબો બનાવ્યો છે. જેની પર ખેલૈયાઓ ઝૂમી ઉઠશે.