Gujarat Rain: અમદાવાદમાં મેઘરાજાની રમઝટ, સતત 1 કલાકથી આ વિસ્તારોમાં વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વિઝીબિલિટી લો થતા વાહનચાલકો અટવાયા સતત 1 કલાક કરતા વધારે સમયથી વરસાદ અમદાવાદમાં વરસાદે ફરીથી રંગ રાખ્યો છે અને સતત 1 કલાકથી ધીમી ધારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે શહેરના મોટાભાગના વિસ્તારમાં સોળે કળાએ ખીલીને મેઘો સતત વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યુ છે. અમદાવાદના આ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા સતત વરસી રહ્યા છે. અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરનાં એસજી હાઇવે, ગોતા, વંદેમાતરમ, જગતપુર, રાણીપ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ વસ્તાપુર, નવરંગપુરા, નહેરુનગર, બોડકદેવ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસતા મુસાફરો પરેશાન થયા છે અને વિઝીબિલિટી લો થતા વાહનચાલકો અટવાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વરસાદ લાવે તેવી 3 સિસ્ટમ સક્રિય થઈ છે. તેથી આગામી 7 દિવસ માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આગામી થોડા દિવસ રાજ્યમાં મેઘો મહેરબાન રહશે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી અમદાવાદ શહેરમાં પણ સિઝનનો જોઈએ એ રીતે વરસાદ થયો નથી ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અગામી બે દિવસ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, મહત્વનું છે કે, એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમા મેઘરાજાની જમાવટ થઈ શકે છે. સાથે સાથે ખેડૂતોને પણ સારા વરસાદથી ફાયદો થશે તેવી શકયતાઓ છે. જાણો સોમવાર અને મંગળવારે કયાં પડી શકે છે વરસાદ સોમવારે એટલે આઠમના દિવસે વડોદરા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવી છે. ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં બાકી તમામ જિલ્લાઓમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી છે. મંગળવારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અને અતિભારે વરસાદની આગાહી આપી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા માટે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ માટે અતિ ભારે વરસાદની આગાહી આપી છે. તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અતિભારે વરસાદનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે.

Gujarat Rain: અમદાવાદમાં મેઘરાજાની રમઝટ, સતત 1 કલાકથી આ વિસ્તારોમાં વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ
  • વિઝીબિલિટી લો થતા વાહનચાલકો અટવાયા
  • સતત 1 કલાક કરતા વધારે સમયથી વરસાદ

અમદાવાદમાં વરસાદે ફરીથી રંગ રાખ્યો છે અને સતત 1 કલાકથી ધીમી ધારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે શહેરના મોટાભાગના વિસ્તારમાં સોળે કળાએ ખીલીને મેઘો સતત વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યુ છે.

અમદાવાદના આ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા સતત વરસી રહ્યા છે. અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરનાં એસજી હાઇવે, ગોતા, વંદેમાતરમ, જગતપુર, રાણીપ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ વસ્તાપુર, નવરંગપુરા, નહેરુનગર, બોડકદેવ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે.

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસતા મુસાફરો પરેશાન થયા છે અને વિઝીબિલિટી લો થતા વાહનચાલકો અટવાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વરસાદ લાવે તેવી 3 સિસ્ટમ સક્રિય થઈ છે. તેથી આગામી 7 દિવસ માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આગામી થોડા દિવસ રાજ્યમાં મેઘો મહેરબાન રહશે.

અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી

અમદાવાદ શહેરમાં પણ સિઝનનો જોઈએ એ રીતે વરસાદ થયો નથી ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અગામી બે દિવસ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, મહત્વનું છે કે, એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમા મેઘરાજાની જમાવટ થઈ શકે છે. સાથે સાથે ખેડૂતોને પણ સારા વરસાદથી ફાયદો થશે તેવી શકયતાઓ છે.

જાણો સોમવાર અને મંગળવારે કયાં પડી શકે છે વરસાદ

સોમવારે એટલે આઠમના દિવસે વડોદરા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવી છે. ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં બાકી તમામ જિલ્લાઓમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી છે. મંગળવારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અને અતિભારે વરસાદની આગાહી આપી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા માટે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ માટે અતિ ભારે વરસાદની આગાહી આપી છે. તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અતિભારે વરસાદનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે.