GCAમાં અંડર-16 ખેલાડીઓ માટેની પસંદગી પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ
ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં હાલ અંડર-16 ખેલાડીઓ માટેની પસંદગી પ્રક્રિયા ચાલુ છે, તેવામાં અંડર 16 ખેલાડીઓની પસંદગીમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા છે. ત્યારે જાણો કેવી રીતે પસંદગી પ્રક્રિયામાં થઈ ગેરરીતિ અને આ આક્ષેપ પર GCAએ શું કહ્યું.અંડર-16 ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હાલ રાજ્યમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-16 ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેના માટે પ્રોબેબલ 34 ખેલાડીઓનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ 34 ખેલાડીઓમાંથી અંડર 16 માટેની ટીમની પસંદગી કરવામાં આવનાર છે. જો કે પસંદગી પ્રક્રિયા પહેલા જ એક નનામો પત્ર વાયરલ થયો છે. જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં પસંદગી પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાના આક્ષેપ થયા છે અને આ પસંદગી પ્રક્રિયામાં સમીરસિંગ ભંડેરી, તનીશ્ક શર્મા , જયવર્ધન ચાવડા, આયુષ મહેતા, મેહફુઝ વરાલીયા નામના ખેલાડીઓની પસંદગીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા છે. ખેલાડીઓ ઓવરએજ હોવાના કારણે બર્થ સર્ટીફિકેટમાં કરાયા ચેડા! જેમાં કેટલાક ખેલાડીઓ ઓવરએજ હોવાના કારણે તેમના બર્થ સર્ટીફિકેટમાં ચેડા કરાયા હોવાના તેમજ અન્ય રાજ્યમાંથી ગુજરાત આવેલા ખેલાડીઓ કુલિંગ પિરિયડ પૂર્ણ કર્યા વગર જ પ્રોબેબલ ખેલાડીઓમાં પસંદગી કરવામાં આવી હોવાના પણ આક્ષેપ આ પોસ્ટમાં થયા છે. જો કે GCAના સેક્રેટરી અનિલ પટેલે આ તમામ આક્ષેપોને ફગાવીને પસંદગી પ્રક્રિયા નિયમ અનુસાર જ થતી હોવાનું નિવેદન આપ્યુ છે. પસંદગી પ્રક્રિયા બાદ BCCI દ્વારા ખેલાડીઓનો બોર્ન ટેસ્ટ કરવામાં આવતો હોય છે મહત્વનું છે કે કેટલાક ખેલાડીઓ પસંદગી પામવા માટે ખોટા સર્ટીફિકેટ બનાવતા હોય છે. જો કે પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ BCCI દ્વારા ખેલાડીઓનો બોર્ન ટેસ્ટ કરવામાં આવતો હોય છે. જેનો રિપોર્ટ સીધો જ BCCI પાસે જતો હોય છે. આ સાથે જ BCCI દ્વારા પસંદગી પામેલા ખેલાડીઓના ડિજીટલ સર્ટિફિકેટ ચકાસણી બાદ જ ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. છેલ્લા 2 વર્ષમાં GCAએ બનાવટી સર્ટીફિકેટ બનાવીને પસંદગી પ્રક્રિયામાં ભાગ લેનાર 2 ખેલાડીઓ પર 1 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં હાલ અંડર-16 ખેલાડીઓ માટેની પસંદગી પ્રક્રિયા ચાલુ છે, તેવામાં અંડર 16 ખેલાડીઓની પસંદગીમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા છે. ત્યારે જાણો કેવી રીતે પસંદગી પ્રક્રિયામાં થઈ ગેરરીતિ અને આ આક્ષેપ પર GCAએ શું કહ્યું.
અંડર-16 ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ
હાલ રાજ્યમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-16 ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેના માટે પ્રોબેબલ 34 ખેલાડીઓનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ 34 ખેલાડીઓમાંથી અંડર 16 માટેની ટીમની પસંદગી કરવામાં આવનાર છે. જો કે પસંદગી પ્રક્રિયા પહેલા જ એક નનામો પત્ર વાયરલ થયો છે. જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં પસંદગી પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાના આક્ષેપ થયા છે અને આ પસંદગી પ્રક્રિયામાં સમીરસિંગ ભંડેરી, તનીશ્ક શર્મા , જયવર્ધન ચાવડા, આયુષ મહેતા, મેહફુઝ વરાલીયા નામના ખેલાડીઓની પસંદગીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા છે.
ખેલાડીઓ ઓવરએજ હોવાના કારણે બર્થ સર્ટીફિકેટમાં કરાયા ચેડા!
જેમાં કેટલાક ખેલાડીઓ ઓવરએજ હોવાના કારણે તેમના બર્થ સર્ટીફિકેટમાં ચેડા કરાયા હોવાના તેમજ અન્ય રાજ્યમાંથી ગુજરાત આવેલા ખેલાડીઓ કુલિંગ પિરિયડ પૂર્ણ કર્યા વગર જ પ્રોબેબલ ખેલાડીઓમાં પસંદગી કરવામાં આવી હોવાના પણ આક્ષેપ આ પોસ્ટમાં થયા છે. જો કે GCAના સેક્રેટરી અનિલ પટેલે આ તમામ આક્ષેપોને ફગાવીને પસંદગી પ્રક્રિયા નિયમ અનુસાર જ થતી હોવાનું નિવેદન આપ્યુ છે.
પસંદગી પ્રક્રિયા બાદ BCCI દ્વારા ખેલાડીઓનો બોર્ન ટેસ્ટ કરવામાં આવતો હોય છે
મહત્વનું છે કે કેટલાક ખેલાડીઓ પસંદગી પામવા માટે ખોટા સર્ટીફિકેટ બનાવતા હોય છે. જો કે પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ BCCI દ્વારા ખેલાડીઓનો બોર્ન ટેસ્ટ કરવામાં આવતો હોય છે. જેનો રિપોર્ટ સીધો જ BCCI પાસે જતો હોય છે. આ સાથે જ BCCI દ્વારા પસંદગી પામેલા ખેલાડીઓના ડિજીટલ સર્ટિફિકેટ ચકાસણી બાદ જ ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. છેલ્લા 2 વર્ષમાં GCAએ બનાવટી સર્ટીફિકેટ બનાવીને પસંદગી પ્રક્રિયામાં ભાગ લેનાર 2 ખેલાડીઓ પર 1 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.