Junagadh: ગણેશ જાડેજાની સાથે રાજુ સોલંકીના ભાઇ સામે કાયદાનો સકંજો કસાયો

ગુજસીટોકના આરોપી સામે પોલીસની કડક કાર્યવાહી જયેશ સોલંકી પાસેથી શંકાસ્પદ સાહિત્ય કબજે પ્રોમિસરી નોટ વેચાણ દસ્તાવેજ અને કોરાચેક મળી આવ્યા જુનાગઢમાં રાજુ સોલંકીના ભાઈ સામે કાયદાનો સકંજો કસાયો છે. જેમાં ગુજસીટોકના આરોપી સામે પોલીસની કડક કાર્યવાહી છે. જયેશ સોલંકી પાસેથી શંકાસ્પદ સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે. તેમજ પ્રોમિસરી નોટ વેચાણ દસ્તાવેજ અને કોરાચેક મળી આવ્યા છે. 16 પ્રોમિસરી નોટ, ચાર વેચાણ દસ્તાવેજ, આઠ ઇમલા વેચાણ દસ્તાવેજ અને છ વાહન વેચાણ દસ્તાવેજ અને 20 કોરા ચેક મળી આવ્યા છે. રાજુ સોલંકી તેમજ અન્ય ચાર લોકો પર ગુજસીટોક થોડા દિવસ પહેલાં ત્રીજી ઓગસ્ટે રાજુ સોલંકી તેમજ અન્ય ચાર લોકો પર ગુજસીટોકનો ગુનો દાખલ કરીને તેમને સુરતની લાજપોર જેલમાં લઈ જવામાં આવ્યા હતા. રાજુ સોલંકી તેમજ અન્ય ચાર જણાને પોલીસે સંગઠિત ગુનાહિત ગેંગ જાહેર કરીને તેમની સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે પોતાના નિવેદનમાં નોંધ્યું છે કે આ આરોપીઓ સમક્ષ ભૂતકાળમાં ખૂનની કોશિશ, ચોરી, લૂંટ, પોલીસ પર હુમલો, અપહરણ, ખંડણી ઊઘરાવવી, મારામારી કરવી, ધાકધમકી આપવી, જુગાર, પોલીસના કામમાં અડચણ ઊભી કરવી સહિતના ગુનાઓ નોંધાયેલા હતા. તેમજ ગણેશ જાડેજા તથા રાજુ સોલંકી હાલ જેલમાં છે. રાજુ સોલંકીના ભાઇને જેલની હવા ખાવાનો વારો આવી શકે છે એ સબબ તેમની સામે ધ ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ ઓન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુજસીટોક હેઠળ રાજુ સોલંકી ઉપરાંત જયેશ સોલંકી, સંજય સોલંકી, દેવ સોલંકી અને યોગેશ બગડા સામે ગુનો નોંધાયો છે. આ તમામ લોકો જૂનાગઢના પ્રદીપના ખાડિયા વિસ્તારના મેઘમાયાનગરના રહેવાસી છે. તેમજ હવે રાજુ સોલંકીમાં ભાઇ સામે પણ કાયદાનો સકંજો આવતા તેને પણ જેલની હવા ખાવાનો વારો આવી શકે છે.

Junagadh: ગણેશ જાડેજાની સાથે રાજુ સોલંકીના ભાઇ સામે કાયદાનો સકંજો કસાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજસીટોકના આરોપી સામે પોલીસની કડક કાર્યવાહી
  • જયેશ સોલંકી પાસેથી શંકાસ્પદ સાહિત્ય કબજે
  • પ્રોમિસરી નોટ વેચાણ દસ્તાવેજ અને કોરાચેક મળી આવ્યા

જુનાગઢમાં રાજુ સોલંકીના ભાઈ સામે કાયદાનો સકંજો કસાયો છે. જેમાં ગુજસીટોકના આરોપી સામે પોલીસની કડક કાર્યવાહી છે. જયેશ સોલંકી પાસેથી શંકાસ્પદ સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે. તેમજ પ્રોમિસરી નોટ વેચાણ દસ્તાવેજ અને કોરાચેક મળી આવ્યા છે. 16 પ્રોમિસરી નોટ, ચાર વેચાણ દસ્તાવેજ, આઠ ઇમલા વેચાણ દસ્તાવેજ અને છ વાહન વેચાણ દસ્તાવેજ અને 20 કોરા ચેક મળી આવ્યા છે.

રાજુ સોલંકી તેમજ અન્ય ચાર લોકો પર ગુજસીટોક

થોડા દિવસ પહેલાં ત્રીજી ઓગસ્ટે રાજુ સોલંકી તેમજ અન્ય ચાર લોકો પર ગુજસીટોકનો ગુનો દાખલ કરીને તેમને સુરતની લાજપોર જેલમાં લઈ જવામાં આવ્યા હતા. રાજુ સોલંકી તેમજ અન્ય ચાર જણાને પોલીસે સંગઠિત ગુનાહિત ગેંગ જાહેર કરીને તેમની સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે પોતાના નિવેદનમાં નોંધ્યું છે કે આ આરોપીઓ સમક્ષ ભૂતકાળમાં ખૂનની કોશિશ, ચોરી, લૂંટ, પોલીસ પર હુમલો, અપહરણ, ખંડણી ઊઘરાવવી, મારામારી કરવી, ધાકધમકી આપવી, જુગાર, પોલીસના કામમાં અડચણ ઊભી કરવી સહિતના ગુનાઓ નોંધાયેલા હતા. તેમજ ગણેશ જાડેજા તથા રાજુ સોલંકી હાલ જેલમાં છે. 

રાજુ સોલંકીના ભાઇને જેલની હવા ખાવાનો વારો આવી શકે છે

એ સબબ તેમની સામે ધ ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ ઓન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુજસીટોક હેઠળ રાજુ સોલંકી ઉપરાંત જયેશ સોલંકી, સંજય સોલંકી, દેવ સોલંકી અને યોગેશ બગડા સામે ગુનો નોંધાયો છે. આ તમામ લોકો જૂનાગઢના પ્રદીપના ખાડિયા વિસ્તારના મેઘમાયાનગરના રહેવાસી છે. તેમજ હવે રાજુ સોલંકીમાં ભાઇ સામે પણ કાયદાનો સકંજો આવતા તેને પણ જેલની હવા ખાવાનો વારો આવી શકે છે.