Ahmedabad: અમિત શાહે ન્યૂ રાણીપ વિસ્તારમાં ચગાવ્યો પતંગ, એક પેચ પણ કાપ્યો

Jan 14, 2025 - 20:00
Ahmedabad: અમિત શાહે ન્યૂ રાણીપ વિસ્તારમાં ચગાવ્યો પતંગ, એક પેચ પણ કાપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મકરસંક્રાંતિના અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. તેમણે અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં અમિત શાહે પતંગ ચગાવ્યો અને પરિવાર અને કાર્યકર્તાઓ સાથે પર્વની ઉજવણી કરી. આ પરંપરાગત તહેવાર ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ઉજવ્યો અને સ્થાનિક લોકો સાથે પતંગ ઉડાડવાનો આનંદ કેન્દ્રીય ગૃહમંત્રીએ માણ્યો.

ન્યૂ રાણીપ વિસ્તારમાં ગૃહ મંત્રી અમિત શાહે ચગાવ્યો પતંગ

આ દરમિયાન ધારાસભ્ય હર્ષદ પટેલ અને જીતેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે જોવા મળ્યા. આ દરમિયાન ગૃહમંત્રીએ એક પેચ પણ કાપ્યો હતો અને તેની ખુશી તેમના ચેહરા પર જોવા મળી હતી. ત્યારે પેચ કાપતા જ કાર્યકર્તાઓએ ઉત્સાહમાં આપી ગયા હતા અને કાપ્યો છે... કાપ્યો છે... લપેટ... લપેટ...ની બુમો પાડી હતી.

ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહ મંગળવારથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે અમદાવાદમાં મકરસંક્રાંતિ નિમિત્તે સ્થાનિક લોકો સાથે પતંગ ઉડાવ્યા અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની પ્રશંસા કરી. આ મહોત્સવમાં અમિત શાહની ભાગીદારીથી ગુજરાતના લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો, પરંતુ તે એ પણ દર્શાવે છે કે સરકાર અને નેતાઓ લોક સંસ્કૃતિ પ્રત્યે કેટલો આદર ધરાવે છે. આ દરમિયાન અમિત શાહે મકરસંક્રાંતિ નિમિત્તે સ્થાનિક લોકોને મળ્યા અને તેમને આ તહેવારની શુભેચ્છા પાઠવી હતી.

જગન્નાથ મંદિરની મુલાકાત લીધી અને પૂજા-અર્ચના કરી

ગુજરાત પ્રવાસના પહેલા દિવસે અમિત શાહે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરની મુલાકાત લીધી અને પૂજા-અર્ચના કરી. આ ઉપરાંત, તેમણે ઘાટલોડિયા વિસ્તારમાં 920 ઘર અને નવા પોલીસ સ્ટેશન બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. અમિત શાહે અહીં કેટલાક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો અને ગુજરાતમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સને આગળ વધારવાનો સંદેશ આપ્યો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0