PM મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે, રુ.284 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. સાંજે 5.30 કલાકે એકતાનગરમાં રૂ. 280 કરોડથી વધુનાં મૂલ્યના વિવિધ માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે તેઓ આરંભ 6.0 માં 99માં કોમન ફાઉન્ડેશન કોર્સનાં અધિકારી-તાલીમાર્થીઓને સંબોધિત કરશે. 31 મી ઑક્ટોબરે સવારે 7:15 વાગ્યે વડાપ્રધાન મોદી 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' પર પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યાર પછી 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી કરાશે.મળતી માહિતી મુજબ, PM નરેન્દ્ર મોદી ફરી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. રુ. 284 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત PM નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ સાથે હોસ્પિટલ, સ્માર્ટ બસ સ્ટોપ સહિત પ્રવાસન આકર્ષણોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સાંજે 4 કલાકે PM મોદી એકતાનગર ખાતે આવશે અને IAS-IPS ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લેશે. કેવડિયા સર્કિટ હાઉસમાં PM મોદી રાત્રિ રોકાણ કરશે. આવતીકાલે PM સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરશે. કાલે સવારે એકતા પરેડમાં PM મોદી ખાસ ઉપસ્થિત રહેશે. પરેડ ગ્રાઉન્ડમાં એકતા પરેડ બાદ PM સંબોધન કરશે.PM નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતેનર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત રુ. 284 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે હોસ્પિટલ, સ્માર્ટ બસ સ્ટોપનું લોકાર્પણ કરશે પ્રવાસન આકર્ષણોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે સાંજે 4 કલાકે PM મોદી એકતાનગર ખાતે આવશે PM મોદી IAS-IPS ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લેશે કેવડિયા સર્કિટ હાઉસમાં PM મોદી રાત્રિ રોકાણ કરશે આવતીકાલે PM સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરશે કાલે સવારે એકતા પરેડમાં ભાગ લેશે PM મોદી પરેડ ગ્રાઉન્ડમાં એકતા પરેડ બાદ PM કરશે સંબોધનવડપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરનાં રોજ ફરી ગુજરાતની મુલાકાતે આવશે. પીએમ મોદીના કાર્યક્રમોની વાત કરીએ તો 30 મી ઑક્ટોબરે એકતાનગર, કેવડિયા પહોંચશે અને સાંજે 5:30 વાગ્યે, તેઓ એકતાનગરમાં રૂ. 280 કરોડથી વધુનાં મૂલ્યના વિવિધ માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય પ્રવાસી અનુભવને વધારવા, સુલભતામાં સુધારો કરવાનો અને આ વિસ્તારમાં ટકાઉપણાની પહેલને સમર્થન આપવાનો છે. ત્યારબાદ, લગભગ 6 વાગ્યે તેઓ આરંભ 6.0 માં 99 માં કોમન ફાઉન્ડેશન કોર્સનાં અધિકારી-તાલીમાર્થીઓને સંબોધિત કરશે. આ વર્ષનાં કાર્યક્રમની થીમ છે “આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ” છે. 99 મો કોમન ફાઉન્ડેશન કોર્સ- આરંભ 6.0, ભારતની 16 સિવિલ સર્વિસ અને ભૂતાનની 3 સિવિલ સર્વિસમાંથી 653 ઓફિસર ટ્રેઇનીનો સમાવેશ કરે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. સાંજે 5.30 કલાકે એકતાનગરમાં રૂ. 280 કરોડથી વધુનાં મૂલ્યના વિવિધ માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે તેઓ આરંભ 6.0 માં 99માં કોમન ફાઉન્ડેશન કોર્સનાં અધિકારી-તાલીમાર્થીઓને સંબોધિત કરશે. 31 મી ઑક્ટોબરે સવારે 7:15 વાગ્યે વડાપ્રધાન મોદી 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' પર પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યાર પછી 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી કરાશે.
મળતી માહિતી મુજબ, PM નરેન્દ્ર મોદી ફરી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. રુ. 284 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત PM નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ સાથે હોસ્પિટલ, સ્માર્ટ બસ સ્ટોપ સહિત પ્રવાસન આકર્ષણોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સાંજે 4 કલાકે PM મોદી એકતાનગર ખાતે આવશે અને IAS-IPS ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લેશે. કેવડિયા સર્કિટ હાઉસમાં PM મોદી રાત્રિ રોકાણ કરશે. આવતીકાલે PM સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરશે. કાલે સવારે એકતા પરેડમાં PM મોદી ખાસ ઉપસ્થિત રહેશે. પરેડ ગ્રાઉન્ડમાં એકતા પરેડ બાદ PM સંબોધન કરશે.
PM નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે
- નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
- રુ. 284 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
- હોસ્પિટલ, સ્માર્ટ બસ સ્ટોપનું લોકાર્પણ કરશે
- પ્રવાસન આકર્ષણોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
- સાંજે 4 કલાકે PM મોદી એકતાનગર ખાતે આવશે
- PM મોદી IAS-IPS ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લેશે
- કેવડિયા સર્કિટ હાઉસમાં PM મોદી રાત્રિ રોકાણ કરશે
- આવતીકાલે PM સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે
- સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરશે
- કાલે સવારે એકતા પરેડમાં ભાગ લેશે PM મોદી
- પરેડ ગ્રાઉન્ડમાં એકતા પરેડ બાદ PM કરશે સંબોધન
વડપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરનાં રોજ ફરી ગુજરાતની મુલાકાતે આવશે. પીએમ મોદીના કાર્યક્રમોની વાત કરીએ તો 30 મી ઑક્ટોબરે એકતાનગર, કેવડિયા પહોંચશે અને સાંજે 5:30 વાગ્યે, તેઓ એકતાનગરમાં રૂ. 280 કરોડથી વધુનાં મૂલ્યના વિવિધ માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય પ્રવાસી અનુભવને વધારવા, સુલભતામાં સુધારો કરવાનો અને આ વિસ્તારમાં ટકાઉપણાની પહેલને સમર્થન આપવાનો છે. ત્યારબાદ, લગભગ 6 વાગ્યે તેઓ આરંભ 6.0 માં 99 માં કોમન ફાઉન્ડેશન કોર્સનાં અધિકારી-તાલીમાર્થીઓને સંબોધિત કરશે. આ વર્ષનાં કાર્યક્રમની થીમ છે “આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ” છે. 99 મો કોમન ફાઉન્ડેશન કોર્સ- આરંભ 6.0, ભારતની 16 સિવિલ સર્વિસ અને ભૂતાનની 3 સિવિલ સર્વિસમાંથી 653 ઓફિસર ટ્રેઇનીનો સમાવેશ કરે છે.