Vadodara News: ગરમીથી બચાવવા પશુઓને કેરીના રસનું જમણ

કરજણના પાંજરાપોળમાં કેરીના રસની કરાઈ વ્યવસ્થા અબોલ પશુઓને પીવડાવવામાં આવ્યો કેરીનો રસ પશુઓને 300 કિલો કેરીનો રસ અપાયો ફાળોનો રાજા એટલે કેરી ઉનાળાની શરૂઆત થતાં કેરીનું આગમન થઈ ચૂક્યું છે. આ વચ્ચે મૂંગા પશુઓને ઉનાળાની ગરમીથી બચાવવા કામગીરી પાંજરાપોળ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં કરજણના પાંજરાપોળમાં કેરીના રસની વ્યવસ્થા અબોલા પશુઓ માટે કરવામાં આવી હતી. આ અંગેની માહિતી અનુસાર, માનવીઓની સાથે સાથે પશુઓને પણ ઋતુ અનુસાર ફળનો લાભ મળવો જોઇએ તેવા હેતુસર વડોદરાના કરજણના શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં પાંજરાપોળના અબોલા પશુઓ માટે 300 કિલો જેટલો કેરીનો રસ પીવડાવવામાં આવ્યો હતો. આ માટે ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળની ગાયોને 300 કિલો જેટલો કેરીનો રસ પીરસવામાં આવ્યો હતો. તેમજ પાંજરાપોળમાં ગાય સહિત 2 હજાર જેટલાં પશુઓ હાલ આશરો લઈ રહ્યાં છે. જેમના માટે વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છેકે, શ્રવણ સેવા ફાઉન્ડેશન નિઃસહાય વૃદ્ધો, જરૂરિયાતમંદ મહિલાઓ-બાળકો બાદ હવે મૂંગાં પશુઓની સેવામાં જોડાઈ રહ્યું છે. સેવાકાર્યમાં નિમિત્ત બનવાનો કાર્યક્રમ કરતાં રહેતા હોય છે. જેમાં પશુઓ માટે ઉમદા કામગીરી તેમના દ્વારા કરવામાં આવી છે.

Vadodara News: ગરમીથી બચાવવા પશુઓને કેરીના રસનું જમણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કરજણના પાંજરાપોળમાં કેરીના રસની કરાઈ વ્યવસ્થા
  • અબોલ પશુઓને પીવડાવવામાં આવ્યો કેરીનો રસ
  • પશુઓને 300 કિલો કેરીનો રસ અપાયો

ફાળોનો રાજા એટલે કેરી ઉનાળાની શરૂઆત થતાં કેરીનું આગમન થઈ ચૂક્યું છે. આ વચ્ચે મૂંગા પશુઓને ઉનાળાની ગરમીથી બચાવવા કામગીરી પાંજરાપોળ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં કરજણના પાંજરાપોળમાં કેરીના રસની વ્યવસ્થા અબોલા પશુઓ માટે કરવામાં આવી હતી.

આ અંગેની માહિતી અનુસાર, માનવીઓની સાથે સાથે પશુઓને પણ ઋતુ અનુસાર ફળનો લાભ મળવો જોઇએ તેવા હેતુસર વડોદરાના કરજણના શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં પાંજરાપોળના અબોલા પશુઓ માટે 300 કિલો જેટલો કેરીનો રસ પીવડાવવામાં આવ્યો હતો.


આ માટે ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળની ગાયોને 300 કિલો જેટલો કેરીનો રસ પીરસવામાં આવ્યો હતો. તેમજ પાંજરાપોળમાં ગાય સહિત 2 હજાર જેટલાં પશુઓ હાલ આશરો લઈ રહ્યાં છે. જેમના માટે વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નોંધનીય છેકે, શ્રવણ સેવા ફાઉન્ડેશન નિઃસહાય વૃદ્ધો, જરૂરિયાતમંદ મહિલાઓ-બાળકો બાદ હવે મૂંગાં પશુઓની સેવામાં જોડાઈ રહ્યું છે. સેવાકાર્યમાં નિમિત્ત બનવાનો કાર્યક્રમ કરતાં રહેતા હોય છે. જેમાં પશુઓ માટે ઉમદા કામગીરી તેમના દ્વારા કરવામાં આવી છે.