Vadodara News : ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ ACBએ R&Bના સસ્પેન્ડેડ અધિકારીઓને મિલકતને લઈ પૂછપરછ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, ACBએ સસ્પેન્ડેડ અધિકારીઓની પૂછપરછ કરી છે, R&Bના 4 અધિકારીઓને કરાયા હતા સસ્પેન્ડ અને યુ.સી.પટેલ, આર.ટી.પટેલ, જે.વી.શાહ સામે ચાલી રહી છે ACBની તપાસ, તો યુ.સી.પટેલની મિલકતોની જાણકારી ACBએ મેળવી છે અને ક્લાસ 1 અધિકારી સામે તપાસ કરવા મંજૂરી માગી છે, એન.એમ.નાયકાવાલા સામે તપાસની મંજૂરી મંગાઈ છે.
એ.સી.બી.એ આવક અંગે આર એન્ડ બી વિભાગ અને ઈન્કમટેક્સ વિભાગ પાસે વિગતો માગી છે
સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની અપ્રમાણસરની મિલકતો અંગે તપાસ કરવા માટે એ.સી.બી.ના સ્થાનિક અધિકારીએ હેડ ઓફિસ પાસે માગણી કરી હતી. વડી કચેરી તરફથી મંજૂરી મળતાં વડોદરા એ.સી.બી. દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે એન.એમ. નાયકાવાલા સિવાય બાકીના ૩ સસ્પેન્ડેડ અધિકારીઓને પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું હતું. આઈ. એ.જે. ચૌહાણ દ્વારા ગુરુવારે યુ.સી. પટેલની 6 કલાક સુધી જમીન મિલકત સંબંધિત પૂછપરછ કરી હતી. નડિયાદ, ડેરી રોડ પર આવેલા એક મકાનના દસ્તાવેજની હકીકત રજૂ કરી હતી. આ વેચાણ દસ્તાવેજ રૂ. ૭.૪૦ લાખનો હતો. યુ.સી. પટેલના માતા પિતા નિવૃત્ત શિક્ષક છે. એ.સી.બી.એ આવક અંગે આર એન્ડ બી વિભાગ અને ઈન્કમટેક્સ વિભાગ પાસે વિગતો માગી છે. પી.આઈ. એ.જે. ચૌહાણે જણાવ્યું હતું કે, બાકીના બે અધિકારીઓની આગામી દિવસોમાં પૂછપરછ કરાશે.
નિવેદનમાં જણાવેલી હકીકતોનું ક્રોસ વેરિફિકેશન કરાશે
યુ.સી. પટેલે ગુરુવારે એ.સી.બી. સમક્ષ જમીન મિલકત અંગે જે માહિતી આપી છે તે હકીકતનું એ.સી.બી. દ્વારા ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. વીમા અને પોલિસી અંગે પણ રજેરજની તપાસ કરાશે. યુ.સી. પટેલ સહિતના ત્રણે અધિકારીઓના આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલો મેળવીને ઈન્કવાયરી કરવામાં આવશે.
What's Your Reaction?






