Ahmedabad:10 મહિનામાં અશાંતધારાની પશ્ચિમમાં 22 હજાર, પૂર્વમાં 14 હજાર અરજીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં પ્રોપર્ટી ખરીદ-વેચાણથી લઇ કોઇ પણ પ્રકારની કાર્યવાહી માટે અશાંતધારની પરમીશન લેવી ફરજિયાત છે. ત્યારે છેલ્લા 10 મહિનામાં પશ્ચિમ વિસ્તારોમાંથી 22 હજાર અને પૂર્વ વિસ્તારોમાંથી 14 હજાર અરજીઓ આવી છે. કુલ 36 હજારમાંથી હાલ આઠસોથી વધુ અરજીઓ પેન્ડિંગ છે. છેલ્લા 18 મહિનામાં પશ્ચિમમાંથી 63 હજાર અને પૂર્વમાંથી 32 હજાર અરજીઓએ અશાંતધારાની મંજૂરી મેળવી છે. તાજેતરમાં પરમીશન વગર દસ્તાવેજ કરનાર સબરજિસ્ટ્રાર કચેરીઓને ચેતવણી અપાઇ છે.
અમદાવાદ શહેરમાં અશાંતધારો લાગુ છે ત્યાં હિન્દુ-મુસ્લીમ સમાજના લોકોએ કોઇ પણ પ્રોપર્ટી વેચતા કે ખરીદતા પહેલા સ્થાનિક પ્રાંત અધિકારીની પૂર્વ મંજૂરી લેવી પડે છે. મંજૂરી નહીં લેવાના કિસ્સામાં દસ્તાવેજની પ્રક્રિયા થતી નથી. સરકારના 15 ઓક્ટોમ્બર, 2020 થી સુધારેલા નિયમ મુજબ અશાંતવિસ્તારની હદ પૂરી થતી હોય તે સ્થળની છેલ્લી મિલકતના વેચાણ દસ્તાવેજને ધ્યાનમાં રાખી તેને અડીને આવેલા 500 મીટર સુધીની તમામ મિલકતોને અશાંત વિસ્તારમાં આવરી લેવાઇ છે. નવા નિયમથી અશાંત વિસ્તારો વધતાં ગયા છે અને તેની સાથે પ્રોપર્ટીના દસ્તાવેજ પૂર્વે અશાંત મંજૂરી માટે આવતી અરજીઓ પણ વધતી ગઇ છે.
What's Your Reaction?






