Vadodara Dairyના ડીરેકટર કુલદીપસિંહે પેટ્રોલપંપના મેનેજરને મારી નાખવાની ધમકી આપતા નોંધાયો ગુનો

અમે પૈસાની ઉચાપત કરી છે તેવું લખાણ લખાવી 60 લાખ પરત કરવા માંગણી કરી હતી ડેસર સાવલીના માર્ગ ઉપર વરણોલી સ્ટેન્ડ નજીક આવ્યો છે પેટ્રોલપંપ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી અને સીસીટીવી પણ તપાસ્યા ડેસર સાવલીના માર્ગ ઉપર વરણોલી સ્ટેન્ડ નજીક આવેલા વિશ્વા પેટ્રોલ પંપ ઉપર મેનેજર તરીકે ફરજ બજાવતા વિરલકુમાર ગિરવતસિંહ ચૌહાણે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ સીએનજી નાખવાનું કામ કરતા ફીલરોએ ડેસર પોલીસ સ્ટેશનમાં કુલદીપસિંહ રાઉલજી સામે ફરિયાદ નોંધાવી છે.ગત તા. 21 જુને રાત્રે 8 વાગ્યાના અરસામાં કુલદીપસિંહ રાઉલજી તેમના એકાઉન્ટન્ટને લઈને પેટ્રોલ પંપ ઉપર આવ્યા હતા અને રૂપિયાને લઈ મગજમારી કરી હતી. કર્મચારીઓ પર ગોટાળાને લઈ આક્ષેપ કર્યો હિસાબના ચોપડા લઈ રાત્રે 11 વાગે બોલાવ્યા હતા અને જણાવ્યું હતું કે હિસાબમાં ગોટાળા થયેલા છે તમામ ફીલરો કાલે સવારે આવી જજો બીજા દિવસે સવારે 10 વાગે પેટ્રોલ પંપ ની પાછળ આવેલી તેમની ઓફિસે તમામ કર્મચારીઓ ભેગા થયા હતા ત્યારે કુલદીપસિંહ રાઉલજી અને સંજયસિંહ રાઉલજી ઉશ્કેરાઈ ને અણછાજતી અપશબ્દોનો વરસાદ વરસાવી જણાવતા હતા કે તમે મારા પેટ્રોલ પંપમાંથી ગોટાળા કરીને રૂપિયા 60 લાખ લઈ ગયા છો, આટલી મોટી રકમની વાત કરતા સામાન્ય નોકરી કરતા કર્મચારીઓ ડઘાઈ ગયા હતા અને તેઓના પગ નીચેથી જમીન ખસી જાય તેટલી હદે ટેન્શનમાં આવી ગયા હતા. કર્મચારીઓને બાનમાં રાખ્યા તમામે એક અવાજમાં જણાવ્યું હતું કે અમે કોઈ ગોટાળા કર્યા નથી અને અમે એક રૂપિયો પણ લીધો નથી ગયા વર્ષે તમારી સૂચના મુજબ તમારી ચૂંટણી વખતે ઘણા લોકો પેટ્રોલ અને ડીઝલ પૈસા આપ્યા વગર ભરાવતા હતા તે કારણે તમારા હિસાબમાં ગડબડ થઈ હશે તેવું જણાવતા વધુ ઉશ્કેરાઈ જઈ મેનેજર સહિત પાંચેય જણને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેનો ભાઈ સંજય રાઉલજી તે સમયે વીડિયો રેકોર્ડિંગ કરતો હતો છેલ્લા ચાર કલાક સુધી તમામ પાંચેય કર્મચારીઓને બાનમાં રાખવામાં આવ્યા હતા. શું કહ્યું રાઉલજીએ કુલદીપસિંહે કહ્યું કે આ રકમ તમે કબુલ કરી લો હજુ તમે મને ઓળખતા નથી હું તમારી પાસેથી પૈસા કઢાવીને જ રહીશ અને નહીં આપો તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી,ગભરાઈ ગયેલા કર્મચારીઓએ પ્રાથમિક ધોરણે પૈસા આપવાની હા પાડી દીધી હતી અને મેનેજરે ત્રણ કલાકની વાર્તાલાપનો ઓડિયો રેકોર્ડિંગ તેના મોબાઈલ ઉપર કરી લીધું હતું નોટરી પર લખાણ લીધાનો આક્ષેપ બીજા દિવસે પાંચેય કર્મચારીઓના આધારકાર્ડ અને ફોટો લઈને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરવા માટે તેઓની ફોર્ચ્યુનર ગાડીમાં સાવલી લઈ ગયા હતા અગાઉથી સ્ટેમ્પ પેપર ઉપર ના લખાણ મા રૂ ૫૯,૧૬,૪૩૩નો અમે ગોટાળો કર્યો છે બે મહિનામાં ચૂકવી દઈશું અને પાચેય કર્મચારીઓને રકમની વહેંચણી કરીને વાયદો આપી આ વાત કોઈને કહેશો તો તમે જાનથી જશો હવે તો મારી પાસે નોટરી લખાણ છે તમે મારું કંઈ બગાડી નહી શકો. રૂપિયા ના ચૂકવો ત્યા સુધી મારા ત્યા નોકરી કરો રૂ ૫૯,૧૬,૪૩૩ રકમ ચૂકતે ન મળે ત્યાં સુધી મારે ત્યાં નોકરી કરવી પડશે, તેવું જણાવ્યું હતું વિરલ ચૌહાણ ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મે કે મારા કોઈ ફીલરે કોઈ પૈસાનો ગોટાળા કરેલ ના હોવા છતાં કુલદીપસિંહ રાઉલજી અવાર-નવાર પૈસાની ઉઘરાણી કરી ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગેરકાયદેસર અટકાયત કરી હેરાન પરેશાન કરતા હોય તેની સામે કાયદેસર પગલાં ભરવા મારી ફરિયાદ છે એવું જણાવ્યું હતું આ બનાવ તા ૨૧/ જુન થી ૧૨ / જુલાઈ દરમિયાન બનેલ છે.  

Vadodara Dairyના ડીરેકટર કુલદીપસિંહે પેટ્રોલપંપના મેનેજરને મારી નાખવાની ધમકી આપતા નોંધાયો ગુનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમે પૈસાની ઉચાપત કરી છે તેવું લખાણ લખાવી 60 લાખ પરત કરવા માંગણી કરી હતી
  • ડેસર સાવલીના માર્ગ ઉપર વરણોલી સ્ટેન્ડ નજીક આવ્યો છે પેટ્રોલપંપ
  • પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી અને સીસીટીવી પણ તપાસ્યા

ડેસર સાવલીના માર્ગ ઉપર વરણોલી સ્ટેન્ડ નજીક આવેલા વિશ્વા પેટ્રોલ પંપ ઉપર મેનેજર તરીકે ફરજ બજાવતા વિરલકુમાર ગિરવતસિંહ ચૌહાણે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ સીએનજી નાખવાનું કામ કરતા ફીલરોએ ડેસર પોલીસ સ્ટેશનમાં કુલદીપસિંહ રાઉલજી સામે ફરિયાદ નોંધાવી છે.ગત તા. 21 જુને રાત્રે 8 વાગ્યાના અરસામાં કુલદીપસિંહ રાઉલજી તેમના એકાઉન્ટન્ટને લઈને પેટ્રોલ પંપ ઉપર આવ્યા હતા અને રૂપિયાને લઈ મગજમારી કરી હતી.

કર્મચારીઓ પર ગોટાળાને લઈ આક્ષેપ કર્યો

હિસાબના ચોપડા લઈ રાત્રે 11 વાગે બોલાવ્યા હતા અને જણાવ્યું હતું કે હિસાબમાં ગોટાળા થયેલા છે તમામ ફીલરો કાલે સવારે આવી જજો બીજા દિવસે સવારે 10 વાગે પેટ્રોલ પંપ ની પાછળ આવેલી તેમની ઓફિસે તમામ કર્મચારીઓ ભેગા થયા હતા ત્યારે કુલદીપસિંહ રાઉલજી અને સંજયસિંહ રાઉલજી ઉશ્કેરાઈ ને અણછાજતી અપશબ્દોનો વરસાદ વરસાવી જણાવતા હતા કે તમે મારા પેટ્રોલ પંપમાંથી ગોટાળા કરીને રૂપિયા 60 લાખ લઈ ગયા છો, આટલી મોટી રકમની વાત કરતા સામાન્ય નોકરી કરતા કર્મચારીઓ ડઘાઈ ગયા હતા અને તેઓના પગ નીચેથી જમીન ખસી જાય તેટલી હદે ટેન્શનમાં આવી ગયા હતા.


કર્મચારીઓને બાનમાં રાખ્યા

તમામે એક અવાજમાં જણાવ્યું હતું કે અમે કોઈ ગોટાળા કર્યા નથી અને અમે એક રૂપિયો પણ લીધો નથી ગયા વર્ષે તમારી સૂચના મુજબ તમારી ચૂંટણી વખતે ઘણા લોકો પેટ્રોલ અને ડીઝલ પૈસા આપ્યા વગર ભરાવતા હતા તે કારણે તમારા હિસાબમાં ગડબડ થઈ હશે તેવું જણાવતા વધુ ઉશ્કેરાઈ જઈ મેનેજર સહિત પાંચેય જણને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેનો ભાઈ સંજય રાઉલજી તે સમયે વીડિયો રેકોર્ડિંગ કરતો હતો છેલ્લા ચાર કલાક સુધી તમામ પાંચેય કર્મચારીઓને બાનમાં રાખવામાં આવ્યા હતા.

શું કહ્યું રાઉલજીએ

કુલદીપસિંહે કહ્યું કે આ રકમ તમે કબુલ કરી લો હજુ તમે મને ઓળખતા નથી હું તમારી પાસેથી પૈસા કઢાવીને જ રહીશ અને નહીં આપો તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી,ગભરાઈ ગયેલા કર્મચારીઓએ પ્રાથમિક ધોરણે પૈસા આપવાની હા પાડી દીધી હતી અને મેનેજરે ત્રણ કલાકની વાર્તાલાપનો ઓડિયો રેકોર્ડિંગ તેના મોબાઈલ ઉપર કરી લીધું હતું

નોટરી પર લખાણ લીધાનો આક્ષેપ

બીજા દિવસે પાંચેય કર્મચારીઓના આધારકાર્ડ અને ફોટો લઈને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરવા માટે તેઓની ફોર્ચ્યુનર ગાડીમાં સાવલી લઈ ગયા હતા અગાઉથી સ્ટેમ્પ પેપર ઉપર ના લખાણ મા રૂ ૫૯,૧૬,૪૩૩નો અમે ગોટાળો કર્યો છે બે મહિનામાં ચૂકવી દઈશું અને પાચેય કર્મચારીઓને રકમની વહેંચણી કરીને વાયદો આપી આ વાત કોઈને કહેશો તો તમે જાનથી જશો હવે તો મારી પાસે નોટરી લખાણ છે તમે મારું કંઈ બગાડી નહી શકો.


રૂપિયા ના ચૂકવો ત્યા સુધી મારા ત્યા નોકરી કરો

રૂ ૫૯,૧૬,૪૩૩ રકમ ચૂકતે ન મળે ત્યાં સુધી મારે ત્યાં નોકરી કરવી પડશે, તેવું જણાવ્યું હતું વિરલ ચૌહાણ ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મે કે મારા કોઈ ફીલરે કોઈ પૈસાનો ગોટાળા કરેલ ના હોવા છતાં કુલદીપસિંહ રાઉલજી અવાર-નવાર પૈસાની ઉઘરાણી કરી ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગેરકાયદેસર અટકાયત કરી હેરાન પરેશાન કરતા હોય તેની સામે કાયદેસર પગલાં ભરવા મારી ફરિયાદ છે એવું જણાવ્યું હતું આ બનાવ તા ૨૧/ જુન થી ૧૨ / જુલાઈ દરમિયાન બનેલ છે.