Vadodara: રક્ષિતકાંડના આરોપી પ્રાંશુ ચૌહાણને રાહત નહીં; કોર્ટે ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી

Nov 25, 2026 - 08:30
Vadodara: રક્ષિતકાંડના આરોપી પ્રાંશુ ચૌહાણને રાહત નહીં; કોર્ટે ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના ચકચારી રક્ષિતકાંડ (હિટ એન્ડ રન કેસ)ના સહ-આરોપી પ્રાંશુ ચૌહાણને કાયદાકીય મોરચે મોટો ઝટકો લાગ્યો છે. કેસમાંથી મુક્ત થવા માટે પ્રાંશુ ચૌહાણ દ્વારા કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે, જેના કારણે હવે તેને આ કેસમાં ટ્રાયલનો સામનો કરવો પડશે.

રક્ષિત નશામાં હોવા છતાં પ્રાંશુએ કાર ચલાવવા આપી હતી

પોલીસ તપાસ અને કેસની વિગતો મુજબ, દુર્ઘટના સમયે મુખ્ય આરોપી રક્ષિત ચૌરસિયા જે કાર ચલાવી રહ્યો હતો તે કાર પ્રાંશુ ચૌહાણના કબ્જામાં હતી. ચોંકાવનારી બાબત એ હતી કે ઘટના સમયે પ્રાંશુ ચૌહાણે પોતે પણ નશો કર્યો હતો અને તેમ છતાં તેણે રક્ષિત નશામાં હોવા છતાં તેને કાર ચલાવવા માટે આપી હતી. આ ગંભીર બેદરકારી અને ગુનાહિત કૃત્ય બદલ પ્રાંશુ ચૌહાણ સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી બચવા તેણે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કરીને અરજી ફગાવી દીધી છે.

શું હતી 13-14 માર્ચ 2025ની રાત્રે બનેલી સમગ્ર દુર્ઘટના?

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં હોળીના દિવસે એટલે કે 13-14 માર્ચ 2025ની રાત્રે આ ગોઝારી હિટ એન્ડ રનની દુર્ઘટના બની હતી. આરોપી રક્ષિત ચૌરસિયા નામના યુવકે નશાની હાલતમાં બેફામ અને હાઈસ્પીડમાં કાર દોડાવીને અમ્રપાલી રોડ નજીક કુલ 8 લોકોને અડફેટે લઈ જોરદાર ઠોકર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં એક મહિલાનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવી હતી.

આ પણ વાંચો: Surat: ઓગસ્ટ સુધીમાં શહેરમાંથી ડીઝલ બસોની થશે વિદાય, કુલ 1,050 ઈલેક્ટ્રિક બસો દોડશે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0