Vadodaraમા એક જ મહિનામાં ચાંદીપુરા વાયરસના 34 કેસ નોંધાયા,ડોકટરોમાં મચ્યો ખળભળાટ

SSGના નોડલ ઓફિસર ડો. રિંકી શાહનું નિવેદન એક મહિનામાં 34 કેસ નોંધાયા છે : રિંકી શાહ 1 મહિનામાં 19 દર્દીઓના મોત થયા છે : રિંકી શાહ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે,ત્યારે વડોદરામાં એક જ મહિનામાં 34 ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે જેમાંથી 19 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.આ તમામ બાળકોના મોત પીડિયાટ્રિક વિભાગમાં થયા છે.હાલ વડોદરામાં 8 બાળકો ચાંદીપુરા વાયરસને લઈ સારવાર લઈ રહ્યા છે,તો તમામ બાળકો ગ્રામ્ય વિસ્તારના છે. આસપાસના ગામડાના દર્દીઓ આવે છે સારવાર લેવા નોડલ ઓફિસરના જણાવ્યા અનુસાર વડોદરામાં ગોધરા અને પંચમહાલથી ચાંદીપુરા વાયરસને લઈ બાળકો સારવાર લેવા આવી રહ્યાં છે,રોજના બે થી ચાર દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યાં છે.તો 8 પૈકી 2 બાળકોની હાલત હાલ ગંભીર છે.ચાંદીપુરા વાયરસ થી સંક્રમિત બાળકોને અતિશય તાવ,ઝાડા ઉલટી ની ફરિયાદ હોય છે.પરંતુ બાળકોને તાવ આવવો એટલે ચાંદીપુરા વાયરસ છે તેમ સમજી ગભરાવવું નહીં. પાટણમાં ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાયો પાટણમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.બાળકને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે,સાથે સાથે વિસ્તારમાં અલગ-અલગ જગ્યાઓ પર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે,મહત્વનું છે કે,અન્ય બાળકોને પણ ચાંદીપુરાના લક્ષ્ણો છે કે નહી તેને લઈ આરોગ્યવિભાગે તપાસ હાથધરી છે.ચાંદીપુરા વાયરસ સૌથી વધારે બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી અને પંચમહાલમાં જોવા મળ્યો છે. ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી કઈ રીતે જોખમી હોય છે? 1-સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે. 2-આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે. 3-સેન્ડ ફ્લાય ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને માટીના ઘરમાં દિવાલની તિરાડોમાં રહે છે. 4-સેન્ડ ફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે. 5-સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને થવાનું જોખમ રહે છે.

Vadodaraમા એક જ મહિનામાં ચાંદીપુરા વાયરસના 34 કેસ નોંધાયા,ડોકટરોમાં મચ્યો ખળભળાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • SSGના નોડલ ઓફિસર ડો. રિંકી શાહનું નિવેદન
  • એક મહિનામાં 34 કેસ નોંધાયા છે : રિંકી શાહ
  • 1 મહિનામાં 19 દર્દીઓના મોત થયા છે : રિંકી શાહ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે,ત્યારે વડોદરામાં એક જ મહિનામાં 34 ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે જેમાંથી 19 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.આ તમામ બાળકોના મોત પીડિયાટ્રિક વિભાગમાં થયા છે.હાલ વડોદરામાં 8 બાળકો ચાંદીપુરા વાયરસને લઈ સારવાર લઈ રહ્યા છે,તો તમામ બાળકો ગ્રામ્ય વિસ્તારના છે.

આસપાસના ગામડાના દર્દીઓ આવે છે સારવાર લેવા

નોડલ ઓફિસરના જણાવ્યા અનુસાર વડોદરામાં ગોધરા અને પંચમહાલથી ચાંદીપુરા વાયરસને લઈ બાળકો સારવાર લેવા આવી રહ્યાં છે,રોજના બે થી ચાર દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યાં છે.તો 8 પૈકી 2 બાળકોની હાલત હાલ ગંભીર છે.ચાંદીપુરા વાયરસ થી સંક્રમિત બાળકોને અતિશય તાવ,ઝાડા ઉલટી ની ફરિયાદ હોય છે.પરંતુ બાળકોને તાવ આવવો એટલે ચાંદીપુરા વાયરસ છે તેમ સમજી ગભરાવવું નહીં.

પાટણમાં ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાયો

પાટણમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.બાળકને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે,સાથે સાથે વિસ્તારમાં અલગ-અલગ જગ્યાઓ પર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે,મહત્વનું છે કે,અન્ય બાળકોને પણ ચાંદીપુરાના લક્ષ્ણો છે કે નહી તેને લઈ આરોગ્યવિભાગે તપાસ હાથધરી છે.ચાંદીપુરા વાયરસ સૌથી વધારે બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી અને પંચમહાલમાં જોવા મળ્યો છે.

ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી કઈ રીતે જોખમી હોય છે?

1-સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે.

2-આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.

3-સેન્ડ ફ્લાય ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને માટીના ઘરમાં દિવાલની તિરાડોમાં રહે છે.

4-સેન્ડ ફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે.

5-સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને થવાનું જોખમ રહે છે.