Bhavnagar: રેલવેના લાંચિયા કર્મચારીને લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો, કાયદેસરની કાર્યવાહી શરૂ
ભાવનગર રેલવેનો લાંચિયો કર્મચારી ઝડપાયો છે. અમદાવાદ એસીબીની સફળ ટ્રેપમાં ભાવનગરનો આ લાંચિયો રેલવે કર્મચારી ઝડપાયો છે. આ અધિકારીને રૂપિયા 15,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધો હતો.કાળુભાઈ દુબલ નામનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો તમને જણાવી દઈએ કે આ સરકારી કર્મચારી કાળુભાઈ ધીરુભાઈ દુબલ રેલવે વિભાગમાં ડી.આર.એમ કચેરીમાં SO તરીકે ફરજ બજાવે છે અને ફરિયાદી પાસેથી રેલવેની હદ નજીક આવતી જમીનમાં બાંધકામ માટે એન.ઓ.સી આપવા માટે કર્મચારીએ રૂપિયા 15,000ની લાંચ માગી હતી. અને આ અંગે અમદાવાદ એસીબીની ટીમને જાણ કરવામાં આવતા આ ટીમે છટકુ ગોઢવીને લાંચની રકમ સ્વીકારતા કર્મચારીને રંગે હાથે ઝડપી લીધો હતો. આ રેલવે કર્મચારીને ભાવનગર ACB ખાતે સોંપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં લાંચિયા અધિકારી સામે સરકારની લાલ આંખ સુરતમાં લાંચિયા અધિકારી સામે સરકારે લાલ આંખ કરી છે અને પ્રોબેશનર પર રહેલા ખાણ ખનીજ વિભાગના અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારે કાર્યવાહી કરતા નરેશ જાની નામના અધિકારીને ફરજમાંથી મુક્ત કર્યા છે. તમને જણાવી દઈએ કે 30 જુલાઈએ ACBએ નરેશ જાનીની ધરપકડ કરી હતી. સુરતના ખાણ ખનીજ વિભાગમાં ACB દ્વારા ટ્રેપ થઈ હતી અને ક્લાસ વન અધિકારી તરીકે નરેશ જાની ફરજ પર હતા, તેઓ પ્રોબેશનના પિરિયડમાં હતા અને રૂપિયા 2 લાખની લાંચ માંગી હતી. આ સાથે જ લાંચ કેસમાં નરેશ જાનીનો વચેટીયો કપિલ પ્રજાપતિ પણ રૂપિયા 2 લાખની લાંચ લેતા ઝડપાયો હતો. રાજકોટમાં લાંચિયા અનિલ મારુને ગમે તે સમયે કરાશે ફરજ મોકૂફ આ પહેલા રાજકોટમાં વધુ એક લાંચિયો અધિકારી અનિલ મારૂ ઝડપાયો હતો અને તેની વિરૂદ્ધ પણ સરકાર કાર્યવાહી કરી રહી છે અને અનિલ મારુને ગમે તે સમયે ફરજ મોકૂફ કરાશે. હાલમાં ઈન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુ જેલ હવાલે છે. તે રૂપિયા 1.80 લાખની લાંચ લેતા ઝડપાયો હતો. ચોંકાવનારી બાબત તો એ છે કે રાજકોટમાં નિમણૂકના 43 દિવસમાં જ આ અધિકારી લાંચ લેતા ઝડપાયો હતો. અગાઉ ભુજમાં આ અધિકારી 10 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતો હતો. રાજકોટમાં ઈન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે તેની નિમણૂક કરાઈ હતી, ત્યારે હવે લાંચ લેતા ઝડપ્યા બાદ ફરજ મોકૂફની કાર્યવાહી કરાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર રેલવેનો લાંચિયો કર્મચારી ઝડપાયો છે. અમદાવાદ એસીબીની સફળ ટ્રેપમાં ભાવનગરનો આ લાંચિયો રેલવે કર્મચારી ઝડપાયો છે. આ અધિકારીને રૂપિયા 15,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધો હતો.
કાળુભાઈ દુબલ નામનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
તમને જણાવી દઈએ કે આ સરકારી કર્મચારી કાળુભાઈ ધીરુભાઈ દુબલ રેલવે વિભાગમાં ડી.આર.એમ કચેરીમાં SO તરીકે ફરજ બજાવે છે અને ફરિયાદી પાસેથી રેલવેની હદ નજીક આવતી જમીનમાં બાંધકામ માટે એન.ઓ.સી આપવા માટે કર્મચારીએ રૂપિયા 15,000ની લાંચ માગી હતી. અને આ અંગે અમદાવાદ એસીબીની ટીમને જાણ કરવામાં આવતા આ ટીમે છટકુ ગોઢવીને લાંચની રકમ સ્વીકારતા કર્મચારીને રંગે હાથે ઝડપી લીધો હતો. આ રેલવે કર્મચારીને ભાવનગર ACB ખાતે સોંપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતમાં લાંચિયા અધિકારી સામે સરકારની લાલ આંખ
સુરતમાં લાંચિયા અધિકારી સામે સરકારે લાલ આંખ કરી છે અને પ્રોબેશનર પર રહેલા ખાણ ખનીજ વિભાગના અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારે કાર્યવાહી કરતા નરેશ જાની નામના અધિકારીને ફરજમાંથી મુક્ત કર્યા છે. તમને જણાવી દઈએ કે 30 જુલાઈએ ACBએ નરેશ જાનીની ધરપકડ કરી હતી. સુરતના ખાણ ખનીજ વિભાગમાં ACB દ્વારા ટ્રેપ થઈ હતી અને ક્લાસ વન અધિકારી તરીકે નરેશ જાની ફરજ પર હતા, તેઓ પ્રોબેશનના પિરિયડમાં હતા અને રૂપિયા 2 લાખની લાંચ માંગી હતી. આ સાથે જ લાંચ કેસમાં નરેશ જાનીનો વચેટીયો કપિલ પ્રજાપતિ પણ રૂપિયા 2 લાખની લાંચ લેતા ઝડપાયો હતો.
રાજકોટમાં લાંચિયા અનિલ મારુને ગમે તે સમયે કરાશે ફરજ મોકૂફ
આ પહેલા રાજકોટમાં વધુ એક લાંચિયો અધિકારી અનિલ મારૂ ઝડપાયો હતો અને તેની વિરૂદ્ધ પણ સરકાર કાર્યવાહી કરી રહી છે અને અનિલ મારુને ગમે તે સમયે ફરજ મોકૂફ કરાશે. હાલમાં ઈન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુ જેલ હવાલે છે. તે રૂપિયા 1.80 લાખની લાંચ લેતા ઝડપાયો હતો. ચોંકાવનારી બાબત તો એ છે કે રાજકોટમાં નિમણૂકના 43 દિવસમાં જ આ અધિકારી લાંચ લેતા ઝડપાયો હતો. અગાઉ ભુજમાં આ અધિકારી 10 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતો હતો. રાજકોટમાં ઈન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે તેની નિમણૂક કરાઈ હતી, ત્યારે હવે લાંચ લેતા ઝડપ્યા બાદ ફરજ મોકૂફની કાર્યવાહી કરાશે.