Saputara: સર્પગંગા તળાવ છલકાતાં સોહામણું બન્યું શહેર

સીઝનમાં પ્રથમવાર સર્પગંગા તળાવ છલકાયું સાપુતારામાં વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી વરસાદી માહોલમાં ગિરિમથકમાં આહલાદક વાતાવરણ હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા થોડા સમયથી સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારાનું વાતાવરણ સોહામણું બન્યું છે. સાપુતારા સહિત ઘાટ માર્ગ ઉપર વાદળછાયા વાતાવરણ વચ્ચે વાહન ચાલાવવામાં તકલીફ થતાં લોકોએ હેડ લાઈટ ચાલુ રાખી વાહનો ચલાવવાની ફરજ પડી હતી. સીઝનમાં પ્રથમ વાર સર્પગંગા તળાવ છલકાતા નવાગામના સ્થાનિક રહીશો અને સાપુતારા હોટેલના માલિકોમાં હર્ષનો માહોલ જોવા મળ્યો હતો. સાપુતારામાં સ્વર્ગ જેવો માહોલ છેલ્લા કેટલાક દિવસથી ડાંગ જિલ્લામાં ચોમાસીની ઋતુને લઈને કુદરતી સૌંદર્યમાં વધારો થયો છે. ઝરમર વરસતા વરસાદને પગલે ઘાટ માર્ગ ઉપર વાદળછાયુ વાતાવરણ રહેતા વીઝીબીલીટી ઝીરો થઈ ગઈ હતી. જેના પગલે વાહન ચાલકોને મુશ્કેલી જણાઈ રહી હતી, જોકે આજે સવારથી પડેલા વરસાદને પગલે એક સમયે નવાગામના લોકો પાણીની તંગી દૂર થઈ છે. થોડા દિવસો પહેલા નવાગામના લોકો પીવાના પાણીને લઈને ચિંતા કરતા હતા ત્યારે આજે ગિરિમથક ખાતે આવેલ હોટેલો અને સ્થાનિક લોકોને આખું વર્ષ પાણી પૂરું પાડતા સર્પગંગા તળાવને છલકાયેલું જોઈ સ્થાનિકો અને પ્રવાસીઓમાં ખુશી જોવા મળી છે.

Saputara: સર્પગંગા તળાવ છલકાતાં સોહામણું બન્યું શહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સીઝનમાં પ્રથમવાર સર્પગંગા તળાવ છલકાયું
  • સાપુતારામાં વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી
  • વરસાદી માહોલમાં ગિરિમથકમાં આહલાદક વાતાવરણ

હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા થોડા સમયથી સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારાનું વાતાવરણ સોહામણું બન્યું છે.


સાપુતારા સહિત ઘાટ માર્ગ ઉપર વાદળછાયા વાતાવરણ વચ્ચે વાહન ચાલાવવામાં તકલીફ થતાં લોકોએ હેડ લાઈટ ચાલુ રાખી વાહનો ચલાવવાની ફરજ પડી હતી. સીઝનમાં પ્રથમ વાર સર્પગંગા તળાવ છલકાતા નવાગામના સ્થાનિક રહીશો અને સાપુતારા હોટેલના માલિકોમાં હર્ષનો માહોલ જોવા મળ્યો હતો.

સાપુતારામાં સ્વર્ગ જેવો માહોલ

છેલ્લા કેટલાક દિવસથી ડાંગ જિલ્લામાં ચોમાસીની ઋતુને લઈને કુદરતી સૌંદર્યમાં વધારો થયો છે. ઝરમર વરસતા વરસાદને પગલે ઘાટ માર્ગ ઉપર વાદળછાયુ વાતાવરણ રહેતા વીઝીબીલીટી ઝીરો થઈ ગઈ હતી. જેના પગલે વાહન ચાલકોને મુશ્કેલી જણાઈ રહી હતી, જોકે આજે સવારથી પડેલા વરસાદને પગલે એક સમયે નવાગામના લોકો પાણીની તંગી દૂર થઈ છે. થોડા દિવસો પહેલા નવાગામના લોકો પીવાના પાણીને લઈને ચિંતા કરતા હતા ત્યારે આજે ગિરિમથક ખાતે આવેલ હોટેલો અને સ્થાનિક લોકોને આખું વર્ષ પાણી પૂરું પાડતા સર્પગંગા તળાવને છલકાયેલું જોઈ સ્થાનિકો અને પ્રવાસીઓમાં ખુશી જોવા મળી છે.