Vadodaraની MS યુનિવર્સિટીમાં સિંગલ પ્લાસ્ટિક યૂઝ પર પ્રતિબંધ, UGCએ બહાર પાડી માર્ગદર્શિકા
વડોદરા MS યુનિવર્સિટીમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે જેમાં UGCએ માર્ગદર્શિકા બહાર પાડી છે,કોલેજમાં પ્લાસ્ટિકની બોટલ કે ગ્લાસ યૂઝ નહીં કરી શકાય સાથે સાથે પ્લાસ્ટિકના કચરાનો પણ અલગથી નિકાલ કરવો પડશે,આ માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે.અને જે લોકો આ માર્ગદર્શિકાનું પાલન નહી કરે તેની સામે પગલા પણ ભરવામાં આવશે.પ્લાસ્ટિકની બોટલ પણ નહી ચાલે વડોદરા MS યુનિવર્સિટીમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં ઓફીસ કેમ્પસ તેમજ ઓફીસમાં તેમજ વર્ગખંડમાં પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકના ગ્લાસનો ઉપયોગ નહી કરી શકાય કેમકે પ્લાસ્ટિકના કારણે સૌથી વધુ પર્યાવરણને નુકસાન થાય છે તે બાબતને ધ્યાન રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા પણ યુનિવર્સિટી -કોલેજોમાં સીંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાણો યુજીસીએ જાહેર કરેલી માર્ગદર્શિકા 1-પ્લાસ્ટિકના ઉપયોગ પર વ્યવસ્થિત રીતે પ્રતિબંધ મૂકીને અને તેને યોગ્ય પર્યાવરણને અનુકૂળ અવેજીઓ સાથે બદલીને તેમના કેમ્પસને પ્લાસ્ટિક-મુક્ત બનાવવાનો પ્રયત્ન કરવો 2-સંસ્થામાં બિન બાયો-ડિગ્રેડેબલ પ્લાસ્ટિક વસ્તુઓ લાવવાનું ટાળવા માટે તમામ વિદ્યાર્થીઓને સૂચના આપવી 3-સિંગલ યુઝ પ્લાસ્ટિકની હાનિકારક અસરો અંગે જાગૃતિ અભિયાન અને વર્કશોપનું આયોજન કરવું 4-વિદ્યાર્થીઓને તેમના સંબંધિત પરિવારોને પ્લાસ્ટિકની હાનિકારક અસરો વિશે જાગૃત કરવા અને તેમના ઘરોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્રોત્સાહિત કરવા 5-ઉન્નત ભારત અભિયાન હેઠળ ગામોને દત્તક લીધા છે તેઓ તેમના દત્તક લીધેલા ગામોમાં જ્યાં સુધી તેઓ જાગૃતિને પ્રોત્સાહન આપીને અને વૈકલ્પિક ઉત્પાદનો તરફ વળવા પ્રોત્સાહિત કરીને પ્લાસ્ટિક મુક્ત ગામોમાં રૂપાંતરિત ન થાય ત્યાં સુધી અભિયાન હાથ ધરશે. 6-પીવાના પાણી માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ નહીં કરી શકાય, વિદ્યાર્થીઓને પણ પ્રેરિત કરાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા MS યુનિવર્સિટીમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે જેમાં UGCએ માર્ગદર્શિકા બહાર પાડી છે,કોલેજમાં પ્લાસ્ટિકની બોટલ કે ગ્લાસ યૂઝ નહીં કરી શકાય સાથે સાથે પ્લાસ્ટિકના કચરાનો પણ અલગથી નિકાલ કરવો પડશે,આ માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે.અને જે લોકો આ માર્ગદર્શિકાનું પાલન નહી કરે તેની સામે પગલા પણ ભરવામાં આવશે.
પ્લાસ્ટિકની બોટલ પણ નહી ચાલે
વડોદરા MS યુનિવર્સિટીમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં ઓફીસ કેમ્પસ તેમજ ઓફીસમાં તેમજ વર્ગખંડમાં પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકના ગ્લાસનો ઉપયોગ નહી કરી શકાય કેમકે પ્લાસ્ટિકના કારણે સૌથી વધુ પર્યાવરણને નુકસાન થાય છે તે બાબતને ધ્યાન રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા પણ યુનિવર્સિટી -કોલેજોમાં સીંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાણો યુજીસીએ જાહેર કરેલી માર્ગદર્શિકા
1-પ્લાસ્ટિકના ઉપયોગ પર વ્યવસ્થિત રીતે પ્રતિબંધ મૂકીને અને તેને યોગ્ય પર્યાવરણને અનુકૂળ અવેજીઓ સાથે બદલીને તેમના કેમ્પસને પ્લાસ્ટિક-મુક્ત બનાવવાનો પ્રયત્ન કરવો
2-સંસ્થામાં બિન બાયો-ડિગ્રેડેબલ પ્લાસ્ટિક વસ્તુઓ લાવવાનું ટાળવા માટે તમામ વિદ્યાર્થીઓને સૂચના આપવી
3-સિંગલ યુઝ પ્લાસ્ટિકની હાનિકારક અસરો અંગે જાગૃતિ અભિયાન અને વર્કશોપનું આયોજન કરવું
4-વિદ્યાર્થીઓને તેમના સંબંધિત પરિવારોને પ્લાસ્ટિકની હાનિકારક અસરો વિશે જાગૃત કરવા અને તેમના ઘરોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્રોત્સાહિત કરવા
5-ઉન્નત ભારત અભિયાન હેઠળ ગામોને દત્તક લીધા છે તેઓ તેમના દત્તક લીધેલા ગામોમાં જ્યાં સુધી તેઓ જાગૃતિને પ્રોત્સાહન આપીને અને વૈકલ્પિક ઉત્પાદનો તરફ વળવા પ્રોત્સાહિત કરીને પ્લાસ્ટિક મુક્ત ગામોમાં રૂપાંતરિત ન થાય ત્યાં સુધી અભિયાન હાથ ધરશે.
6-પીવાના પાણી માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ નહીં કરી શકાય, વિદ્યાર્થીઓને પણ પ્રેરિત કરાશે