Ahmedabad: સૂચિત જંત્રીનો અમલ થતાં રાજ્યના 14,736 પ્રોજેક્ટને સીધી અસર થશે
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી સૂચિત જંત્રીના અમલથી અર્થ વ્યવસ્થાને સીધી અસર થશે. અમદાવાદમાં ચાલી રહેલા 4596 પ્રોજેક્ટ સહિત રાજ્યના 14,736 પ્રોજેક્ટને સીધી અસર થવાની ક્રેડાઇ અમદાવાદ ગાહેડના હોદ્દેદારો ભિતી સેવી રહ્યા છે. જંત્રીના સાયન્ટિફિક વધારા સામે પણ ડેવલપર્સ અને પ્રજા જંત્રી વધારાના વિરોધમાં વાંધા-સૂચનો રજૂ કરી રહી છે.જંત્રી વધારા મુદ્દે સોમવારે રાજ્યમાં ઠેર ઠેર રેલી કાઢી વિવિધ કલેકટરોને આવેદનપત્ર અપાશે. બીજીબાજુ ડેવલપર્સોએ રિડેવલપમેન્ટની સોસાયટીઓમાં અત્યારથી જૂની ઓફરોમાં સ્થિતી મુજબ ફેરફારની શરત મુકી દીધી છે. એસોસીએશને કહ્યું કે, સરકાર પારદર્શક સર્વે બાદ નિયમ મુજબ જંત્રી વધારે તો રિયલએસ્ટેટ બિઝનેશની સાથે પ્રજાને પણ આર્થિક નુકશાન વેઠવું પડે નહીં. ક્રેડાઇ અમદાવાદ ગાહેડના અમદાવાદાના હોદ્દેદારોએ કહ્યું કે, સૂચિત જંત્રી વધારાના લીધે અમદાવાદ ચાલી રહેલા પ્રોજેકટમાં સ્ટેમ્પ ડયુટીની અસર તો થશે પણ પ્રોપર્ટીના ભાવમાં જંગી ઉછાળો થશે. જે પ્રોપર્ટીના બાનાખત થઇ ગયા છે, તેના દસ્તાવેજ વખતે સ્ટેમ્પ ડયુટીની રકમમાં થયેલા વધારાનો બોજો કોણ ભોગવશે ? તેને લઇને ડેવલપર્સ અને ગ્રાહક વચ્ચે તકરાર થવાની શક્યતા છે. ઉપરાંત જમીનના જે કરારોમાં એડવાન્સ રકમ ચૂકવાઇ ગઇ છે, તેમાં સૌથી વધુ અસર થવાની ભિતીએ જમીનના બાનાખતની સમય મર્યાદાને બાજુ પર મુકીને ત્વરિત દસ્તાવેજનો નિર્ણય લેવાઇ રહ્યો છે. આ સિવાય જમીનના નવા કરાર અટકાવી દેવાયા છે. એગ્રીમેન્ટ પર પહોંચેલી સોસાયટીના પ્રોજેકટ ખોરંભે ચઢશે ક્રેડાઇ ગુજરાતના હોદ્દેદારોએ કહ્યું કે, સૂચિત જંત્રીના વધારાથી અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, ભરુચ અને ભાવનગર સહિતના શહેરોમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની જે સોસાયટીઓમાં એગ્રીમેન્ટ થવાની તૈયારીઔઓ છે, તેવા તમામ પ્રોજેક્ટ ખોરંભે ચઢશે. કારણકે સૂચિત જંત્રી વધારાથી ડેવલપર્સ રસ લેવાનું ટાળશે અથવા તો નવી ઓફરનો આગ્રહ રાખશે. જેને લઇને વિવાદો વધશે. બીજુ કે, કેટલીક સોસાયટીઓમાં તો નાના રોડને લીધે પ્લોટની સાઇઝને લીધે પૂરતી FSI મળતી નથી. ડેવલપર્સને નવા મકાનો બન્યા પછી નહીં વેચવાની ચિંતા હોય છે, લાંબેગાળે મકાનો વેચાય ત્યારે વ્યાજની રકમ નહીં નિકળવાનો પણ ભય રહે છે. માત્ર મૂડી પરત મળે તેવી શક્યતાઓ પણ રહે છે. આવા સંજોગોમાં સૂચિત જંત્રી વધારાથી ડેવલપર્સ પ્રોજેક્ટ મેળવવા ઉતાવળ કરશે નહીં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી સૂચિત જંત્રીના અમલથી અર્થ વ્યવસ્થાને સીધી અસર થશે. અમદાવાદમાં ચાલી રહેલા 4596 પ્રોજેક્ટ સહિત રાજ્યના 14,736 પ્રોજેક્ટને સીધી અસર થવાની ક્રેડાઇ અમદાવાદ ગાહેડના હોદ્દેદારો ભિતી સેવી રહ્યા છે. જંત્રીના સાયન્ટિફિક વધારા સામે પણ ડેવલપર્સ અને પ્રજા જંત્રી વધારાના વિરોધમાં વાંધા-સૂચનો રજૂ કરી રહી છે.
જંત્રી વધારા મુદ્દે સોમવારે રાજ્યમાં ઠેર ઠેર રેલી કાઢી વિવિધ કલેકટરોને આવેદનપત્ર અપાશે. બીજીબાજુ ડેવલપર્સોએ રિડેવલપમેન્ટની સોસાયટીઓમાં અત્યારથી જૂની ઓફરોમાં સ્થિતી મુજબ ફેરફારની શરત મુકી દીધી છે. એસોસીએશને કહ્યું કે, સરકાર પારદર્શક સર્વે બાદ નિયમ મુજબ જંત્રી વધારે તો રિયલએસ્ટેટ બિઝનેશની સાથે પ્રજાને પણ આર્થિક નુકશાન વેઠવું પડે નહીં. ક્રેડાઇ અમદાવાદ ગાહેડના અમદાવાદાના હોદ્દેદારોએ કહ્યું કે, સૂચિત જંત્રી વધારાના લીધે અમદાવાદ ચાલી રહેલા પ્રોજેકટમાં સ્ટેમ્પ ડયુટીની અસર તો થશે પણ પ્રોપર્ટીના ભાવમાં જંગી ઉછાળો થશે. જે પ્રોપર્ટીના બાનાખત થઇ ગયા છે, તેના દસ્તાવેજ વખતે સ્ટેમ્પ ડયુટીની રકમમાં થયેલા વધારાનો બોજો કોણ ભોગવશે ? તેને લઇને ડેવલપર્સ અને ગ્રાહક વચ્ચે તકરાર થવાની શક્યતા છે. ઉપરાંત જમીનના જે કરારોમાં એડવાન્સ રકમ ચૂકવાઇ ગઇ છે, તેમાં સૌથી વધુ અસર થવાની ભિતીએ જમીનના બાનાખતની સમય મર્યાદાને બાજુ પર મુકીને ત્વરિત દસ્તાવેજનો નિર્ણય લેવાઇ રહ્યો છે. આ સિવાય જમીનના નવા કરાર અટકાવી દેવાયા છે.
એગ્રીમેન્ટ પર પહોંચેલી સોસાયટીના પ્રોજેકટ ખોરંભે ચઢશે
ક્રેડાઇ ગુજરાતના હોદ્દેદારોએ કહ્યું કે, સૂચિત જંત્રીના વધારાથી અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, ભરુચ અને ભાવનગર સહિતના શહેરોમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની જે સોસાયટીઓમાં એગ્રીમેન્ટ થવાની તૈયારીઔઓ છે, તેવા તમામ પ્રોજેક્ટ ખોરંભે ચઢશે. કારણકે સૂચિત જંત્રી વધારાથી ડેવલપર્સ રસ લેવાનું ટાળશે અથવા તો નવી ઓફરનો આગ્રહ રાખશે. જેને લઇને વિવાદો વધશે. બીજુ કે, કેટલીક સોસાયટીઓમાં તો નાના રોડને લીધે પ્લોટની સાઇઝને લીધે પૂરતી FSI મળતી નથી. ડેવલપર્સને નવા મકાનો બન્યા પછી નહીં વેચવાની ચિંતા હોય છે, લાંબેગાળે મકાનો વેચાય ત્યારે વ્યાજની રકમ નહીં નિકળવાનો પણ ભય રહે છે. માત્ર મૂડી પરત મળે તેવી શક્યતાઓ પણ રહે છે. આવા સંજોગોમાં સૂચિત જંત્રી વધારાથી ડેવલપર્સ પ્રોજેક્ટ મેળવવા ઉતાવળ કરશે નહીં.