Ahmedabadના બોપલ ઈસ્કોન પ્લેટેનિયમમાં આગની ઘટના, 3 લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદના બોપલમાં આવેલ ઇસ્કોન પ્લેટિનિયમમાં ફલેટમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી,B વિંગના 8મા માળે આગ લાગવાથી દોડધામ મચી હતી તો ફલેટમાં 8 લોકો ફસાયા હતા જેમનું સુરક્ષિત રીતે રેસ્કયું કરવામાં આવ્યું હતુ સાથે સાથે જે લોકોને સારવારની જરૂર હતી તે લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગની તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફસાયેલા 8 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું ફટાકડા ફોડવાથી આગ લાગી હોય તેવું પ્રાથમિક તારણ છે હાલ તો આગ કાબુમાં છે કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી.3 લોકોની તબિયત વધુ બગડતા તેમને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડયા છે.ત્યારે મોડીરાત સુધી રેસ્કયુની કામગીરી કરવામાં આવી હતી,ઘણા લોકો એવું કહે છે કે શોર્ટ સર્કીટથી આગ લાગી છે તો ઘણા લોકો ફટાકડાથી આગ લાગી હોય તેવું કહી રહ્યા છે ત્યારે સાચું કારણ આગ લાગવાનું હજી સામે આવ્યું નથી. ફાયરની 12 ગાડીઓએ આગ પર મેળવ્યો કાબુ ફાયર વિભાગની 12 ગાડીઓ આગ લાગતા ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ કામગીરી કરી હતી સાથે સાથે તમામને રેસ્કયું કરીને બચાવ્યા હતા,8માં માળે આગ લાગતા ઘણા લોકો ધાબા ઉપર પણ જતા રહ્યાં હતા તો ઘણા લોકો ઘરની અંદર રહ્યાં હતા પરંતુ ફાયર વિભાગે તમામને બચાવી લીધા છે,મહત્વનું છે કે આવી મોટી આગ જયારે લાગી હતી ત્યારે બિલ્ડીંગમાં 200થી વધુ લોકો અંદર હતા અને ફાયર વિભાગના 40-50 માણસોએ તમામ લોકોને બચાવ્યા છે. ઘર બળીને ખાખ થયું ઈલેક્ટ્રીક ડક ફ્લેટમાં 8માળ પર આવેલા 1 અને 4 નંબરના મકાનની બાજુના ભાગે આગ પકડી લીધી હતી. આઠમાં માળથી 21માં માળ સુધી આગ લાગવાની ઘટના બની હતી. 17મા માળે આવેલા એક મકાનમાં આગ પ્રસરી ગઈ હતી જેના કારણે આખું ઘર બળીને ખાક થઈ ગયું છે.

Ahmedabadના બોપલ ઈસ્કોન પ્લેટેનિયમમાં આગની ઘટના, 3 લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના બોપલમાં આવેલ ઇસ્કોન પ્લેટિનિયમમાં ફલેટમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી,B વિંગના 8મા માળે આગ લાગવાથી દોડધામ મચી હતી તો ફલેટમાં 8 લોકો ફસાયા હતા જેમનું સુરક્ષિત રીતે રેસ્કયું કરવામાં આવ્યું હતુ સાથે સાથે જે લોકોને સારવારની જરૂર હતી તે લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગની તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

ફસાયેલા 8 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું

ફટાકડા ફોડવાથી આગ લાગી હોય તેવું પ્રાથમિક તારણ છે હાલ તો આગ કાબુમાં છે કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી.3 લોકોની તબિયત વધુ બગડતા તેમને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડયા છે.ત્યારે મોડીરાત સુધી રેસ્કયુની કામગીરી કરવામાં આવી હતી,ઘણા લોકો એવું કહે છે કે શોર્ટ સર્કીટથી આગ લાગી છે તો ઘણા લોકો ફટાકડાથી આગ લાગી હોય તેવું કહી રહ્યા છે ત્યારે સાચું કારણ આગ લાગવાનું હજી સામે આવ્યું નથી.

ફાયરની 12 ગાડીઓએ આગ પર મેળવ્યો કાબુ

ફાયર વિભાગની 12 ગાડીઓ આગ લાગતા ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ કામગીરી કરી હતી સાથે સાથે તમામને રેસ્કયું કરીને બચાવ્યા હતા,8માં માળે આગ લાગતા ઘણા લોકો ધાબા ઉપર પણ જતા રહ્યાં હતા તો ઘણા લોકો ઘરની અંદર રહ્યાં હતા પરંતુ ફાયર વિભાગે તમામને બચાવી લીધા છે,મહત્વનું છે કે આવી મોટી આગ જયારે લાગી હતી ત્યારે બિલ્ડીંગમાં 200થી વધુ લોકો અંદર હતા અને ફાયર વિભાગના 40-50 માણસોએ તમામ લોકોને બચાવ્યા છે.

ઘર બળીને ખાખ થયું

ઈલેક્ટ્રીક ડક ફ્લેટમાં 8માળ પર આવેલા 1 અને 4 નંબરના મકાનની બાજુના ભાગે આગ પકડી લીધી હતી. આઠમાં માળથી 21માં માળ સુધી આગ લાગવાની ઘટના બની હતી. 17મા માળે આવેલા એક મકાનમાં આગ પ્રસરી ગઈ હતી જેના કારણે આખું ઘર બળીને ખાક થઈ ગયું છે.