Bhavnagar: કોળિયાક દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ ભરેલી બસ પાણીના પ્રવાહમાં ફસાઇ

ભાવનગર જિલ્લાના કોળિયાક દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ ભરેલી બસ પાણીના પ્રવાહમાં ફસાઈ હતી. બસમાં 37 જેટલા મુસાફરો સવાર હતા. મુસાફરોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટ્રક દ્વારા મુસાફરોને બહાર કઢવાની કામગીરી હાથ ધરવામાં આવી પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધારે હતો કે ટ્રક પણ પાણીમાં ફસાઈ ગયો છે. બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા ભાવનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને સમગ્ર જિલ્લામાં પાણી ભરાઈ ગયા છે. કોળિયાક દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ ભરેલી બસ પાણી વધારે હોવાથી રસ્તાથી નીચે ઉતરી ગઈ હતી અને નાળામાં ફસાઈ હતી. પાણીનો પ્રવાહ એટલો વધારે હોવાથી બહાર નીકળી ન શકતા ટ્રક બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યો હતો. બસમાંથી મુસાફરોને ટ્રકમાં ખસેડવામાં આવ્યા પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધારે છે કે ટ્રક પણ પાણીમાં ફસાઈ ગયો હતો. પાણીના ભારે પ્રવાહને લીધે રેસ્ક્યુ ઓપરેશનમાં હાલાકી મુસાફરોને બચાવવા માટે 7 ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. વહીવટી તંત્ર, સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કામગીરીની હાથ ધરાઇ છે. ભાવનગર કોળિયાક નજીક પાણીમાં બસ ફસાઇ છે. બસમાંથી મુસાફરોને ટ્રકમાં લઇ બહાર કાઢવા કામગીરી હાથ ધરાઈ. મુસાફરોને લઇ નીકળેલો ટ્રક પર પાણીમાં ફસાયો છે. ટ્રક પાણીમાં એક સાઇડ નમી ગયો છે. ટ્રકમાં 37 જેટલા લોકો સવાર છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, વરસાદ સતત ચાલુ હોવાથી રેસ્ક્યુમાં હાલાકી થઈ રહી છે. કલેક્ટર, ભાવનગરએ જણાવ્યું કે, તમામ લોકો સલામત છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુમાં મુશ્કેલી થઈ રહી છે. તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ પાણી વધારે હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે.

Bhavnagar: કોળિયાક દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ ભરેલી બસ પાણીના પ્રવાહમાં ફસાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર જિલ્લાના કોળિયાક દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ ભરેલી બસ પાણીના પ્રવાહમાં ફસાઈ હતી. બસમાં 37 જેટલા મુસાફરો સવાર હતા. મુસાફરોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટ્રક દ્વારા મુસાફરોને બહાર કઢવાની કામગીરી હાથ ધરવામાં આવી પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધારે હતો કે ટ્રક પણ પાણીમાં ફસાઈ ગયો છે.

બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા

ભાવનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને સમગ્ર જિલ્લામાં પાણી ભરાઈ ગયા છે. કોળિયાક દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ ભરેલી બસ પાણી વધારે હોવાથી રસ્તાથી નીચે ઉતરી ગઈ હતી અને નાળામાં ફસાઈ હતી. પાણીનો પ્રવાહ એટલો વધારે હોવાથી બહાર નીકળી ન શકતા ટ્રક બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યો હતો. બસમાંથી મુસાફરોને ટ્રકમાં ખસેડવામાં આવ્યા પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધારે છે કે ટ્રક પણ પાણીમાં ફસાઈ ગયો હતો.

પાણીના ભારે પ્રવાહને લીધે રેસ્ક્યુ ઓપરેશનમાં હાલાકી

મુસાફરોને બચાવવા માટે 7 ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. વહીવટી તંત્ર, સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કામગીરીની હાથ ધરાઇ છે. ભાવનગર કોળિયાક નજીક પાણીમાં બસ ફસાઇ છે. બસમાંથી મુસાફરોને ટ્રકમાં લઇ બહાર કાઢવા કામગીરી હાથ ધરાઈ. મુસાફરોને લઇ નીકળેલો ટ્રક પર પાણીમાં ફસાયો છે. ટ્રક પાણીમાં એક સાઇડ નમી ગયો છે. ટ્રકમાં 37 જેટલા લોકો સવાર છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, વરસાદ સતત ચાલુ હોવાથી રેસ્ક્યુમાં હાલાકી થઈ રહી છે. કલેક્ટર, ભાવનગરએ જણાવ્યું કે, તમામ લોકો સલામત છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુમાં મુશ્કેલી થઈ રહી છે. તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ પાણી વધારે હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે.