રાજ્યમાં અતિ ભારે વરસાદના લીધે DYSOની પરીક્ષા મોકૂફ, ટૂંક સમયમાં જાહેર થશે નવી તારીખો
DYSO exam postponed : રાજ્યભરમાં સોમવારે મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી હતી. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વાર રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના લીધે બુધવારે (28 મી ઓગસ્ટ) થી શરૂ થતી DYSO ની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં છે. ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે. ભારે વરસાદને લઈને સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ-3 ની મુખ્ય લેખિત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષા 28 ઓગસ્ટ (મંગળવારે) યોજાવવાની હતી. પરંતુ સોમવારે રાજ્યભરમાં ભારે વરસાદ ખાબકતાં અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી હાલ પુરતું આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને ભારે વરસાદના કારણે મુસાફરીમાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
DYSO exam postponed : રાજ્યભરમાં સોમવારે મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી હતી. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વાર રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના લીધે બુધવારે (28 મી ઓગસ્ટ) થી શરૂ થતી DYSO ની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં છે. ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે.
ભારે વરસાદને લઈને સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ-3 ની મુખ્ય લેખિત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષા 28 ઓગસ્ટ (મંગળવારે) યોજાવવાની હતી. પરંતુ સોમવારે રાજ્યભરમાં ભારે વરસાદ ખાબકતાં અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી હાલ પુરતું આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને ભારે વરસાદના કારણે મુસાફરીમાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.