BZ ગ્રૂપના 6000 કરોડના કૌભાંડની CID ક્રાઈમે ખોલી સંપૂર્ણ કુંડલી, વાંચો
ગુજરાતમાં BZગ્રૂપના 6,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે. ત્યારે સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપના કૌભાંડ મામલામાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં પ્રાંતિજમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકની સીઆઈડી દ્વારા તપાસ શરૂ કરાઇ છે.એક સરકારી ફરિયાદમાં 7ની ધરપકડ: CIDBZ ગ્રૂપના 6000 કરોડના કૌભાંડ મામલે CID ક્રાઈમના SP હિમાંશુ વર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સમગ્ર મામલે CID ક્રાઈમના SP હિમાંશુ વર્માએ જણાવ્યું હતું કે, BZ કૌભાંડમાં કુલ 3 ફરિયાદ મળી છે. એક સરકારી ફરિયાદમાં 7ની ધરપકડ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર ઝાલાની અલગ અલગ રાજ્યમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર ઝાલાએ અલગ અલગ 12 કંપની બનાવી હોવાનું સામે આવ્યું છે. જેમાં 4 કંપનીના 16 એકાઉન્ટની તપાસ થઈ છે. રોકડ પૈસા આંગડિયા મારફતે મોકલવાના પુરાવા પણ મળ્યા છે.ભૂપેન્દ્ર ઝાલાની અલગ અલગ રાજ્યમાં તપાસ : CIDઆ સાથે BZગ્રૂપના 6,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાની સંપત્તિ વેચાણ ન થાય તે માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે. ભૂપેન્દ્રના નામે 18 સંપત્તિ મળી આવી છે, અન્ય સંપત્તિ અંગે તપાસ હાલ ચાલું છે. કૌભાંડની તપાસમાં 360 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા છે. તપાસ દરમિયાન 100થી વધુના નિવેદન મળ્યા છે. દરોડામાં મળેલા એગ્રીમેન્ટ અંગે પૂછપરછ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર ઝાલાના લોકેશન અંગે અલગ અલગ એન્ગલથી તપાસ ચાલુ છે. BZગ્રૂપના 6,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડના આરોપીઓના એકાઉન્ટ ફ્રીઝ કરાયા છે. જેમ લોકોને ખબર પડે તેમ તેમ સામે આવી રહ્યા છે. રોકડ રકમનો શું ઉપયોગ કરાતો તેની તપાસ ચાલુ છે. મંત્રી ભીખુસિહ, પુત્રની ભુમિકા હજુ સુધી સામે આવી નથી, ગઈકાલે કોઈપણ વ્યક્તિની ધરપકડ, અટકાયત નથી થઈ.ભૂપેન્દ્ર ઝાલાની અંગત માહિતીના અનેક ખુલાસા કર્યા શિક્ષક અને ઓફિસ બોયે ભૂપેન્દ્ર ઝાલાની અંગત માહિતીના અનેક ખુલાસા કર્યા છે તેમ સૂત્રો દ્વારા માહિતી મળી છે. તેમજ સૂત્રોએ જણાવ્યું છે કે ભૂપેન્દ્ર ઝાલા અને મહિલા પીઆઈના સંબંધોને લઈને પણ તમામ વિગતોના ખુલાસા થઇ શકે છે. ભૂપેન્દ્ર ઝાલા અને તેમના પરિવાર સહિતની વિગતો પણ સીઆઈડી સમક્ષ જણાવી છે. જેમાં અધિકારીઓના રોકાણ તેમના એગ્રિમેન્ટ સહિતની વિગતોના ચોંકાવનારા ખુલાસા થયા છે. BZ Group Scamના ભૂપેન્દ્ર ઝાલા વિશેના ફાર્મ હાઉસ પાર્ટી કલ્ચરના પણ બંનેએ ખુલાસા કરતા વિગતો આપી છે. શિક્ષક ભૂપેન્દ્ર ઝાલાનો મદદનીશ હોવાને લઈ ભૂપેન્દ્ર ઝાલા ક્યાં સંતાયો હોવાની કડીઓ મેળવવા સીઆઈડીની તપાસ શરૂ થઇ છે. તેમજ અન્ય એજન્ટો સુધી પહોંચવા પણ આકરી પૂછપરછ કરાઈ રહી છે. પૂછપરછ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલાના પર્સનલ મોબાઈલ નંબરની પણ વિગતો મેળવાઈ હોવાની સૂત્રો જણાવી રહ્યાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં BZગ્રૂપના 6,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે. ત્યારે સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપના કૌભાંડ મામલામાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં પ્રાંતિજમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકની સીઆઈડી દ્વારા તપાસ શરૂ કરાઇ છે.
એક સરકારી ફરિયાદમાં 7ની ધરપકડ: CID
BZ ગ્રૂપના 6000 કરોડના કૌભાંડ મામલે CID ક્રાઈમના SP હિમાંશુ વર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સમગ્ર મામલે CID ક્રાઈમના SP હિમાંશુ વર્માએ જણાવ્યું હતું કે, BZ કૌભાંડમાં કુલ 3 ફરિયાદ મળી છે. એક સરકારી ફરિયાદમાં 7ની ધરપકડ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર ઝાલાની અલગ અલગ રાજ્યમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર ઝાલાએ અલગ અલગ 12 કંપની બનાવી હોવાનું સામે આવ્યું છે. જેમાં 4 કંપનીના 16 એકાઉન્ટની તપાસ થઈ છે. રોકડ પૈસા આંગડિયા મારફતે મોકલવાના પુરાવા પણ મળ્યા છે.
ભૂપેન્દ્ર ઝાલાની અલગ અલગ રાજ્યમાં તપાસ : CID
આ સાથે BZગ્રૂપના 6,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાની સંપત્તિ વેચાણ ન થાય તે માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે. ભૂપેન્દ્રના નામે 18 સંપત્તિ મળી આવી છે, અન્ય સંપત્તિ અંગે તપાસ હાલ ચાલું છે. કૌભાંડની તપાસમાં 360 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા છે. તપાસ દરમિયાન 100થી વધુના નિવેદન મળ્યા છે. દરોડામાં મળેલા એગ્રીમેન્ટ અંગે પૂછપરછ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર ઝાલાના લોકેશન અંગે અલગ અલગ એન્ગલથી તપાસ ચાલુ છે. BZગ્રૂપના 6,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડના આરોપીઓના એકાઉન્ટ ફ્રીઝ કરાયા છે. જેમ લોકોને ખબર પડે તેમ તેમ સામે આવી રહ્યા છે. રોકડ રકમનો શું ઉપયોગ કરાતો તેની તપાસ ચાલુ છે. મંત્રી ભીખુસિહ, પુત્રની ભુમિકા હજુ સુધી સામે આવી નથી, ગઈકાલે કોઈપણ વ્યક્તિની ધરપકડ, અટકાયત નથી થઈ.
ભૂપેન્દ્ર ઝાલાની અંગત માહિતીના અનેક ખુલાસા કર્યા
શિક્ષક અને ઓફિસ બોયે ભૂપેન્દ્ર ઝાલાની અંગત માહિતીના અનેક ખુલાસા કર્યા છે તેમ સૂત્રો દ્વારા માહિતી મળી છે. તેમજ સૂત્રોએ જણાવ્યું છે કે ભૂપેન્દ્ર ઝાલા અને મહિલા પીઆઈના સંબંધોને લઈને પણ તમામ વિગતોના ખુલાસા થઇ શકે છે. ભૂપેન્દ્ર ઝાલા અને તેમના પરિવાર સહિતની વિગતો પણ સીઆઈડી સમક્ષ જણાવી છે. જેમાં અધિકારીઓના રોકાણ તેમના એગ્રિમેન્ટ સહિતની વિગતોના ચોંકાવનારા ખુલાસા થયા છે. BZ Group Scamના ભૂપેન્દ્ર ઝાલા વિશેના ફાર્મ હાઉસ પાર્ટી કલ્ચરના પણ બંનેએ ખુલાસા કરતા વિગતો આપી છે. શિક્ષક ભૂપેન્દ્ર ઝાલાનો મદદનીશ હોવાને લઈ ભૂપેન્દ્ર ઝાલા ક્યાં સંતાયો હોવાની કડીઓ મેળવવા સીઆઈડીની તપાસ શરૂ થઇ છે. તેમજ અન્ય એજન્ટો સુધી પહોંચવા પણ આકરી પૂછપરછ કરાઈ રહી છે. પૂછપરછ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલાના પર્સનલ મોબાઈલ નંબરની પણ વિગતો મેળવાઈ હોવાની સૂત્રો જણાવી રહ્યાં છે.