હાલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમો પર દરોડા, ટોળા ઉમટતા પોલીસે ભગાડ્યા
Halol Nagarpalika Raid : હાલોલ પંથકમાં અવાર-નવાર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત ઓછા માઇક્રોનવાળી પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરતાં વેપારીઓને દંડ ફટકારવામાં આવે છે. જેમાં ઘણીવાર વેપારીઓ 120 માઇક્રોન કે 75 માઇક્રોન લખેલી થેલીઓ ખરીદતાં હોય છે, પરંતુ જ્યારે ચેકીંગ કરવામાં આવે ત્યારે ઓછા માઇક્રોનવાળી થેલીઓ નીકળતી હોય છે. ત્યારે આજે સોમવારે નગરપાલિકા દ્વારા ઓછા માઇક્રોન વાળું પ્લાસ્ટિક ઉત્પાદન કરતાં એકમમાં દરોડા પાડી 50 હજાર કિલો ઓછા માઇક્રોન પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. દરોડાની જાણ થતા લોકોના ટોળા ઉમટી આવ્યા હતા, કામગીરી રોકવાનો પ્રયાસ કરનાર લોકોને પોલીસે ત્યાંથી ખદેડવાની ફરજ પડી હતી.ઓછા માઇક્રોનવાળી પ્લાસ્ટિકની થેલીનું કરાતું હતું ઉત્પાદન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Halol Nagarpalika Raid : હાલોલ પંથકમાં અવાર-નવાર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત ઓછા માઇક્રોનવાળી પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરતાં વેપારીઓને દંડ ફટકારવામાં આવે છે. જેમાં ઘણીવાર વેપારીઓ 120 માઇક્રોન કે 75 માઇક્રોન લખેલી થેલીઓ ખરીદતાં હોય છે, પરંતુ જ્યારે ચેકીંગ કરવામાં આવે ત્યારે ઓછા માઇક્રોનવાળી થેલીઓ નીકળતી હોય છે. ત્યારે આજે સોમવારે નગરપાલિકા દ્વારા ઓછા માઇક્રોન વાળું પ્લાસ્ટિક ઉત્પાદન કરતાં એકમમાં દરોડા પાડી 50 હજાર કિલો ઓછા માઇક્રોન પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. દરોડાની જાણ થતા લોકોના ટોળા ઉમટી આવ્યા હતા, કામગીરી રોકવાનો પ્રયાસ કરનાર લોકોને પોલીસે ત્યાંથી ખદેડવાની ફરજ પડી હતી.
ઓછા માઇક્રોનવાળી પ્લાસ્ટિકની થેલીનું કરાતું હતું ઉત્પાદન