Gujarat Weather: હાડ થીજવતી ઠંડી ભૂક્કા બોલાવશે! રાજકોટ, પોરબંદર, કચ્છમાં કોલ્ડવેવની શક્યતા

વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારોની આગાહી કરી છે. તેમના મતે, રાજ્યમાં હાલમાં અનુભવાતી ઠંડી હજુ પણ વધશે અને તાપમાનમાં ઘટાડો થશે.ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ જોવા મળવાની છે. કારણ કે, બંગાળની ખાડીમાં ઉદભવેલા વાવાઝોડાથી ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થવાની છે. ભરશિયાળે માવઠાની આગાહી આવી છે. આગામી 24 કલાકમાં આ દરિયાકાંઠે જોરદાર પવન ફુંકાશે. જેને કારણે દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. તો અનેક રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરાયું છે.ગુજરાતમાં હાલ શિયાળો જામી રહ્યો છે. ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં ઠંડી ભૂક્કા બોલાવી રહી છે. 24 કલાકને ઠંડીનું હવામાન વિભાગે  યેલો અલર્ટ આપ્યું છે. રાજકોટ, પોરબંદર, કચ્છમાં કોલ્ડવેવની શક્યતા છે. સામાન્ય કરતા 4.5 ડિગ્રી ઘટતા કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નલિયામાં 6.4 ડિગ્રી, રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 13.4 , ગાંધીનગરમાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સમગ્ર ગુજરાતમાં શિયાળાની ઠંડી પડી રહી છે. અનેક વિસ્તારોમાં તપામાનમાં ઘટાડો નોંધાયો છે. જોકે આગામી 5 દિવસ તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વાર વ્યક્ત કરવામાં આવી છે.ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ગુરુવારે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર પશ્ચિમ-મધ્ય ક્ષેત્રમાં હતું. તે આગામી 24 કલાકમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે, જેના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન અને ભારે વરસાદ થશે. ઉપરાંત, પશ્ચિમ હિમાલય વિસ્તાર અને આસપાસના મેદાનોને અસર કરવા માટે 27 ડિસેમ્બરથી એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ શકે છે. લો પ્રેશર વિસ્તારની અસરને કારણે 20 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુ અને પુડુચેરીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 20-21 ડિસેમ્બર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 20 થી 24 ડિસેમ્બર સુધી વરસાદ થઈ શકે છે. તેમજ આસામ અને મેઘાલયમાં 21-23 ડિસેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે IMD અનુસાર, જમ્મુ. કાશ્મીર અને લદ્દાખના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન માઈનસ હતું.

Gujarat Weather: હાડ થીજવતી ઠંડી ભૂક્કા બોલાવશે! રાજકોટ, પોરબંદર, કચ્છમાં કોલ્ડવેવની શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારોની આગાહી કરી છે. તેમના મતે, રાજ્યમાં હાલમાં અનુભવાતી ઠંડી હજુ પણ વધશે અને તાપમાનમાં ઘટાડો થશે.

ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ જોવા મળવાની છે. કારણ કે, બંગાળની ખાડીમાં ઉદભવેલા વાવાઝોડાથી ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થવાની છે. ભરશિયાળે માવઠાની આગાહી આવી છે. આગામી 24 કલાકમાં આ દરિયાકાંઠે જોરદાર પવન ફુંકાશે. જેને કારણે દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. તો અનેક રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરાયું છે.

ગુજરાતમાં હાલ શિયાળો જામી રહ્યો છે. ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં ઠંડી ભૂક્કા બોલાવી રહી છે. 24 કલાકને ઠંડીનું હવામાન વિભાગે  યેલો અલર્ટ આપ્યું છે. રાજકોટ, પોરબંદર, કચ્છમાં કોલ્ડવેવની શક્યતા છે. સામાન્ય કરતા 4.5 ડિગ્રી ઘટતા કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નલિયામાં 6.4 ડિગ્રી, રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 13.4 , ગાંધીનગરમાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સમગ્ર ગુજરાતમાં શિયાળાની ઠંડી પડી રહી છે. અનેક વિસ્તારોમાં તપામાનમાં ઘટાડો નોંધાયો છે. જોકે આગામી 5 દિવસ તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વાર વ્યક્ત કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ગુરુવારે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર પશ્ચિમ-મધ્ય ક્ષેત્રમાં હતું. તે આગામી 24 કલાકમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે, જેના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન અને ભારે વરસાદ થશે. ઉપરાંત, પશ્ચિમ હિમાલય વિસ્તાર અને આસપાસના મેદાનોને અસર કરવા માટે 27 ડિસેમ્બરથી એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ શકે છે. લો પ્રેશર વિસ્તારની અસરને કારણે 20 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુ અને પુડુચેરીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 20-21 ડિસેમ્બર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 20 થી 24 ડિસેમ્બર સુધી વરસાદ થઈ શકે છે. તેમજ આસામ અને મેઘાલયમાં 21-23 ડિસેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે IMD અનુસાર, જમ્મુ. કાશ્મીર અને લદ્દાખના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન માઈનસ હતું.