Bhupendrasinh Zalaના કૌંભાડ કેસમાં મોટા માથાઓની પૂછપરછ બાકી : CID ક્રાઈમ
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરેલા કૌંભાડ કેસમાં સીઆઈડી ક્રાઈમ ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી છે જેમાં મોટા માથાઓ સુધી આ રેલો પહોંચી શકે છે,સાથે સાથે કૌંભાડી ઝાલા એક પછી એક રાઝ સીઆઈડી ક્રાઈમ સમક્ષ ખોલી રહ્યો છે,CID ક્રાઈમે જામીન ન આપવા કોર્ટમાં કરી છે એફિડેવિટ.સીઆઈડી ક્રાઈમે કહ્યું કે જો ઝાલાને જામીન મળશે તો આખા કેસમાં નુકસાન જશે એ નક્કી છે. ઝાલાને જામીન અપાશે તો કેસમાં નુકસાન થશે : CID સીઆઈડી ક્રાઈમનું કહેવું છે કે,હજારો કરોડોના કૌભાંડીને જેલમુક્ત ન કરી શકાય સાથે સાથે આરોપી પાસે ડિપોઝિટ ઉઘરાવવાનું લાયસન્સ પણ નથી અને આ બાબતે BZ ગ્રુપની 11 કંપનીઓની તપાસ ચાલી રહી છે જેમાં એજન્ટોની ઐયાશીની પણ તપાસ ચાલી રહી છે,કરોડોની મિલકત ખરીદી ક્રિપ્ટોમાં રોકાણ કર્યું છે જેમાં 49 રોકાણકારોની મૂડી પરત મળી નથી અને કૌભાંડીએ કરી છે રેગ્યુલર જામીન માટેની અરજી.ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજી સામે cid ક્રાઇમે કોર્ટમાં કરી છે એફિડેવિટ. ભૂપેન્દ્રસિંહ ઝાલાને મંત્રી બનવાનો શોખ હતો બીઝેડ ગૃપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સીઆઇડી ક્રાઇમ સમક્ષ એક પછી એક મોટા ખુલાસા કર્યા છે. આ ખુલાસામાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે, પૉન્ઝી સ્કીમ ચલાવનારા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું કે, તે રાજકારણમાં એન્ટ્રી કરવાની ફિરાકમાં હતો, પુછપરછ દરમિયાન તેને ખુલાસો કરતાં જણાવ્યુ કે, આગામી વિધાનસભા ચૂંટણી એટલે કે વર્ષ 2027માં તેને વિધાનસભા લડવાના અભરખા હતા, તેને આશા હતી કે, ભાજપ ટિકીટ આપશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને કેબિનેટ મંત્રી બનવાનો પણ અભરખો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરેલા કૌંભાડ કેસમાં સીઆઈડી ક્રાઈમ ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી છે જેમાં મોટા માથાઓ સુધી આ રેલો પહોંચી શકે છે,સાથે સાથે કૌંભાડી ઝાલા એક પછી એક રાઝ સીઆઈડી ક્રાઈમ સમક્ષ ખોલી રહ્યો છે,CID ક્રાઈમે જામીન ન આપવા કોર્ટમાં કરી છે એફિડેવિટ.સીઆઈડી ક્રાઈમે કહ્યું કે જો ઝાલાને જામીન મળશે તો આખા કેસમાં નુકસાન જશે એ નક્કી છે.
ઝાલાને જામીન અપાશે તો કેસમાં નુકસાન થશે : CID
સીઆઈડી ક્રાઈમનું કહેવું છે કે,હજારો કરોડોના કૌભાંડીને જેલમુક્ત ન કરી શકાય સાથે સાથે આરોપી પાસે ડિપોઝિટ ઉઘરાવવાનું લાયસન્સ પણ નથી અને આ બાબતે BZ ગ્રુપની 11 કંપનીઓની તપાસ ચાલી રહી છે જેમાં એજન્ટોની ઐયાશીની પણ તપાસ ચાલી રહી છે,કરોડોની મિલકત ખરીદી ક્રિપ્ટોમાં રોકાણ કર્યું છે જેમાં 49 રોકાણકારોની મૂડી પરત મળી નથી અને કૌભાંડીએ કરી છે રેગ્યુલર જામીન માટેની અરજી.ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજી સામે cid ક્રાઇમે કોર્ટમાં કરી છે એફિડેવિટ.
ભૂપેન્દ્રસિંહ ઝાલાને મંત્રી બનવાનો શોખ હતો
બીઝેડ ગૃપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સીઆઇડી ક્રાઇમ સમક્ષ એક પછી એક મોટા ખુલાસા કર્યા છે. આ ખુલાસામાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે, પૉન્ઝી સ્કીમ ચલાવનારા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું કે, તે રાજકારણમાં એન્ટ્રી કરવાની ફિરાકમાં હતો, પુછપરછ દરમિયાન તેને ખુલાસો કરતાં જણાવ્યુ કે, આગામી વિધાનસભા ચૂંટણી એટલે કે વર્ષ 2027માં તેને વિધાનસભા લડવાના અભરખા હતા, તેને આશા હતી કે, ભાજપ ટિકીટ આપશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને કેબિનેટ મંત્રી બનવાનો પણ અભરખો હતો.