48 કલાકમાં ચોટીલા તાલુકામાં 19, થાનમાં 13 ઇંચ વરસાદ
- સુરેન્દ્રનગર જિલ્લામાંં સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત : હજુ પણ ભારે વરસાદની આગાહી - મૂળીમાં 12, ચુડા 11, વઢવાણ 9 ઇંચ અને અન્ય તાલુકામાં સરેરાશ પાંચથી નવ ઇંચ વરસાદ ખાબક્તા જળબંબાકાર - ભારે વરસાદના પગલે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રખાઇ એનડીઆરએફની એક ટીમ ખડેપગેસુરેન્દ્રનગર : રાજયમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધ્યુ છે. ઝાલાવાડમાં ૪૮ કલાકથી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૪૮ કલાકમાં ચોટીલા તાલુકામાં સૌથી વધુ ૧૯.૨૪, થાનમાં ૧૩, મૂળી, ૧૨, ચૂડા-૧૧ વઢવાણમાં ૯ ઇંચ અને અન્ય તાલુકામાં પાંચથી નવ ઇંચ સુધી વરસાદ પડયો હતો. જેના પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાર્વત્રિક વરસાદના પગલે જિલ્લાના ડેમો અને તળાવ પણ ઓવરફ્લો થયા હતા. જયારે ભારે વરસાદની સ્થિતિના પગલે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્યભરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ છવાયો છે અને એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ મહેર કરી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લાંબા સમયના વિરામ બાદ છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જેના કારણે ડેમો અને જળાશયોમાં નવા નીરની આવક પણ થઈ છેય. જ્યારે જીલ્લામાં પડી રહેલ ભારે વરસાદને પગલે જિલ્લાનું વહિવટી તંત્ર સર્તક બન્યું હતું અને જિલ્લા કલેકટરે કાર્યરત કંન્ટ્રોલ રૃમની મુલાકાત લીધી હતી તો બીજી બાજુ સાવચેતીના ભાગરૃપે સરકારદ્વારા જિલ્લા માટે એક એનડીઆરએફની ટીમ ખડેપગે તૈનાત રાખવામાં આવી છે તેમજ જીલ્લા કલેકટર દ્વારા ભારે વરસાદને પગલે તમામ ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી તેમની રજાઓ નામંજુર કરી સર્તક રહેવા જણાવાયું છે. જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો જેમાં ગત તા.૨૫ ઓગષ્ટના સાંજના ૬-૦૦ વાગ્યાથી તા.૨૬ ઓગષ્ટ સવારના ૬-૦૦ વાગ્યા સુધી (૧૨ કલાક) દરમ્યાન ધ્રાંગધ્રા-૯૪ મીમી, દસાડા-૩૦ મીમી, લખતર-૧૭ મીમી, વઢવાણ-૧૦૧ મીમી, મુળી-૧૮૭ મીમી, ચોટીલા-૧૮૯ મીમી, સાયલા-૭૫ મીમી, ચુડા-૬૫ મીમી, લીંબડી-૩૭ મીમી, થાનગઢ-૧૧૧ મીમી વરસાદ નોંધાયો હતો.જિલ્લામાં ગત તા.૨૬ ઓગષ્ટના સવારના ૬-૦૦ વાગ્યાથી ૨૪ કલાકનો વરસાદ તાલુકાનું નામ નોંધાયેલો વરસાદ (મીમીમાં) ધ્રાંગધ્રા ૫૮ દસાડા ૧૪૦ લખતર ૧૩૭ વઢવાણ ૧૧૧ મુળી ૧૦૨ ચોટીલા ૧૮૯ સાયલા ૧૩૧ ચુડા ૧૫૯ લીંબડી ૭૫ થાનગઢ ૧૬૪ ગત તા.૨૭ ઓગષ્ટના સવારના ૬-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધીનો વરસાદ તાલુકાનું ૬-૮ ૮-૧૦ ૧૦-૧૨ ૧૨-૨ ૨-૪ ૪-૬ ધ્રાંગધ્રા ૧૩ -- -- ૧૦ -- દસાડા -- ૧૮ ૦૪ -- ૦૧ લખતર ૦૬ ૧૬ -- ૦૨ -- વઢવાણ ૧૦ ૦૫ -- -- -- મુળી ૧૧ ૧૫ ૦૨ ૦૩ -- ચોટીલા ૫૫ ૩૨ ૧૦ ૦૫ ૦૧ સાયલા ૧૪ ૧૧ -- ૦૭ -- ચુડા ૧૫ ૩૬ ૦૫ -- -- લીંબડી ૦૬ ૧૨ -- -- -- થાનગઢ ૬૬ -- -- -- --
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સુરેન્દ્રનગર જિલ્લામાંં સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત : હજુ પણ ભારે વરસાદની આગાહી
- મૂળીમાં 12, ચુડા 11, વઢવાણ 9 ઇંચ અને અન્ય તાલુકામાં સરેરાશ પાંચથી નવ ઇંચ વરસાદ ખાબક્તા જળબંબાકાર
- ભારે વરસાદના પગલે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રખાઇ એનડીઆરએફની એક ટીમ ખડેપગે
સુરેન્દ્રનગર : રાજયમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધ્યુ છે. ઝાલાવાડમાં ૪૮ કલાકથી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૪૮ કલાકમાં ચોટીલા તાલુકામાં સૌથી વધુ ૧૯.૨૪, થાનમાં ૧૩, મૂળી, ૧૨, ચૂડા-૧૧ વઢવાણમાં ૯ ઇંચ અને અન્ય તાલુકામાં પાંચથી નવ ઇંચ સુધી વરસાદ પડયો હતો. જેના પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાર્વત્રિક વરસાદના પગલે જિલ્લાના ડેમો અને તળાવ પણ ઓવરફ્લો થયા હતા. જયારે ભારે વરસાદની સ્થિતિના પગલે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
રાજ્યભરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ છવાયો છે અને એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ મહેર કરી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લાંબા સમયના વિરામ બાદ છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જેના કારણે ડેમો અને જળાશયોમાં નવા નીરની આવક પણ થઈ છેય. જ્યારે જીલ્લામાં પડી રહેલ ભારે વરસાદને પગલે જિલ્લાનું વહિવટી તંત્ર સર્તક બન્યું હતું અને જિલ્લા કલેકટરે કાર્યરત કંન્ટ્રોલ રૃમની મુલાકાત લીધી હતી તો બીજી બાજુ સાવચેતીના ભાગરૃપે સરકારદ્વારા જિલ્લા માટે એક એનડીઆરએફની ટીમ ખડેપગે તૈનાત રાખવામાં આવી છે તેમજ જીલ્લા કલેકટર દ્વારા ભારે વરસાદને પગલે તમામ ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી તેમની રજાઓ નામંજુર કરી સર્તક રહેવા જણાવાયું છે.
જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો જેમાં ગત તા.૨૫ ઓગષ્ટના સાંજના ૬-૦૦ વાગ્યાથી તા.૨૬ ઓગષ્ટ સવારના ૬-૦૦ વાગ્યા સુધી (૧૨ કલાક) દરમ્યાન ધ્રાંગધ્રા-૯૪ મીમી, દસાડા-૩૦ મીમી, લખતર-૧૭ મીમી, વઢવાણ-૧૦૧ મીમી, મુળી-૧૮૭ મીમી, ચોટીલા-૧૮૯ મીમી, સાયલા-૭૫ મીમી, ચુડા-૬૫ મીમી, લીંબડી-૩૭ મીમી, થાનગઢ-૧૧૧ મીમી વરસાદ નોંધાયો હતો.
જિલ્લામાં ગત તા.૨૬ ઓગષ્ટના સવારના ૬-૦૦ વાગ્યાથી ૨૪ કલાકનો વરસાદ
તાલુકાનું નામ |
નોંધાયેલો વરસાદ (મીમીમાં) |
ધ્રાંગધ્રા |
૫૮ |
દસાડા |
૧૪૦ |
લખતર |
૧૩૭ |
વઢવાણ |
૧૧૧ |
મુળી |
૧૦૨ |
ચોટીલા |
૧૮૯ |
સાયલા |
૧૩૧ |
ચુડા |
૧૫૯ |
લીંબડી |
૭૫ |
થાનગઢ |
૧૬૪
|
ગત તા.૨૭ ઓગષ્ટના સવારના ૬-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦
વાગ્યા સુધીનો વરસાદ
તાલુકાનું |
૬-૮ |
૮-૧૦ |
૧૦-૧૨ |
૧૨-૨ |
૨-૪ |
૪-૬ |
ધ્રાંગધ્રા |
૧૩ |
-- |
-- |
૧૦ |
-- |
|
દસાડા |
-- |
૧૮ |
૦૪ |
-- |
૦૧ |
|
લખતર |
૦૬ |
૧૬ |
-- |
૦૨ |
-- |
|
વઢવાણ |
૧૦ |
૦૫ |
-- |
-- |
-- |
|
મુળી |
૧૧ |
૧૫ |
૦૨ |
૦૩ |
-- |
|
ચોટીલા |
૫૫ |
૩૨ |
૧૦ |
૦૫ |
૦૧ |
|
સાયલા |
૧૪ |
૧૧ |
-- |
૦૭ |
-- |
|
ચુડા |
૧૫ |
૩૬ |
૦૫ |
-- |
-- |
|
લીંબડી |
૦૬ |
૧૨ |
-- |
-- |
-- |
|
થાનગઢ |
૬૬ |
-- |
-- |
-- |
-- |
|