Suratમાં ગેસ સિલિન્ડર દુર્ઘટનામાં 6 ઘાયલ, પાઇપ લીક થતાં થયો બ્લાસ્ટ
સુરતમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 6 લોકો ગંભીરપણે ઘાયલ થયા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સ્થાનિકોની મદદથી હોસ્પિટલ ખસેડાયા. શહેરમાં વહેલી સવારે ગેસ સિલિન્ડરમાં ધડાકો થયો. સિલિન્ડરમાં થયેલ બ્લાસ્ટ એટલો બધો પ્રચંડ હતો કે થતાં આસપાસના વિસ્તારને પણ સંકજામાં લીધો. બ્લાસ્ટ દુર્ઘટનામાં અનેક સામગ્રી ઉપરાંત 6 લોકોને ગંભીર ઇજા પંહોચી.ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના શહેરના પૂણા વિસ્તારમાં બનવા પામી હતી. પૂણાની રાધે કૃષ્ણ સોસાયટીના એક મકાનમાં વહેલી સવારે સિલિન્ડર ફાટતા મોટો ભડકો થયો. આગની જવાળાઓએ આસપાસના વિસ્તારને ભરડામાં લેતા સામગ્રી સહિત માણસોને પણ હાનિ પંહોચી હતી. બ્લાસ્ટ દુર્ઘટનામાં આગની ચપેટમાં આવતા ૬ લોકોને ઇજા પંહોચી હતી. રાધે કૃષ્ણ સોસાયટીમાં વહેલી સવારે સિલિન્ડર ફાટવાના પ્રચંડ ધડાકાથી આસપાસના લોકો પણ ચિતિત થયા. ધડાકાનો અવાજ એટલો મોટો હતો કે લોકો તત્કાળ દુર્ઘટના સ્થળે પંહોચ્યા. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ લાગતા 6 જેટલા લોકો દાઝી ગયા હતા. સ્થાનિકો દ્વારા તમામને રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યા. અને ગંભીર રીતે દાઝતા તમામને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા. આ ઘટનામાં પતિ-પત્ની,બે દીકરી અને એક પુત્રને ઈજા પંહોચી હતી. પુણા સ્થિત રાધે ક્રિષ્ના સોસાયટીમાં બીજા માળે ભાડાના રૂમમાં રહેતો રાજસ્થાની પરિવાર દુર્ઘટનાનો શિકાર થયો. બ્લાસ્ટ ઘટનામાં એક જ પરિવારના લોકો દાઝી ગયા હતા. અને હાલમાં સ્થાનિકોની મદદ બાદ પરિવારના સભ્યો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોક્ટરોએ તમામની હાલત સ્થિર હોવાનું જણાવ્યું. પુણાની રાધે ક્રિષ્ના સોસાયટીમાં બ્લાસ્ટ દુર્ઘટનામાં એક જ પરિવારના સભ્યો ઉપરાંત પાડોશી પણ ટોયલેટમાં ફસાયો હતો. જો કે તેણે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પરંતુ આગ વિકરાળ હોવાથી નીકળી શક્યો નહિ. સ્થાનિકોની મદદ બાદ પાડોશીને બહાર કઢાયો અને હોસ્પિટલ ખસેડાયો. ઘટનાની માહિતી મળતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પંહોચી ગઈ અને આગ કાબુમાં લેવા પ્રયાસ કર્યો. ઘટનાની મળેલ પ્રાથમિક જાણકારી મુજબ ગેસ પાઈપમાં લીકેજ થવાના કારણે બ્લાસ્ટ થયું હોવાનું સામે આવ્યું. પીડિત રાજસ્થાની પરિવારમાં પત્ની ઘરમાં સિલાઈ કામ કરે છે જ્યારે ઈજાગ્રસ્ત પરિવારના પપ્પુ ભાઈ ઓટો રીક્ષા ચલાવતા હતા. સુરતમાં અગાઉ પણ ગેસ સિલિન્ડર ફાટવાની દુર્ઘટના બનવા પામી હતી. શહેરમાં ફૂલપાડા વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી. ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં ગેસ બોટલ લીક થવાના કારણે બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં સાત લોકો દાઝયા હતા અને બે ની હાલત વધુ ગંભીર હોવાનું સામે આવ્યું હતું. શહેરમાં ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના વધી રહી છે. રસોઈના કામમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડર લીકેજ થવાના કિસ્સા વધ્યા છે. ગેસ પાઈપ લીક હોય અથવા તો ગેરકાયદે ભરાતા ગેસ સિલિન્ડરના કારણે પણ આવી દુર્ઘટના બનવાની શકયતા છે.તાજેતરમાં પૂણા વિસ્તારમાં બનેલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ દુર્ઘટનામાં ઇજા પામેલ લોકો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 6 લોકો ગંભીરપણે ઘાયલ થયા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સ્થાનિકોની મદદથી હોસ્પિટલ ખસેડાયા. શહેરમાં વહેલી સવારે ગેસ સિલિન્ડરમાં ધડાકો થયો. સિલિન્ડરમાં થયેલ બ્લાસ્ટ એટલો બધો પ્રચંડ હતો કે થતાં આસપાસના વિસ્તારને પણ સંકજામાં લીધો. બ્લાસ્ટ દુર્ઘટનામાં અનેક સામગ્રી ઉપરાંત 6 લોકોને ગંભીર ઇજા પંહોચી.
ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના શહેરના પૂણા વિસ્તારમાં બનવા પામી હતી. પૂણાની રાધે કૃષ્ણ સોસાયટીના એક મકાનમાં વહેલી સવારે સિલિન્ડર ફાટતા મોટો ભડકો થયો. આગની જવાળાઓએ આસપાસના વિસ્તારને ભરડામાં લેતા સામગ્રી સહિત માણસોને પણ હાનિ પંહોચી હતી. બ્લાસ્ટ દુર્ઘટનામાં આગની ચપેટમાં આવતા ૬ લોકોને ઇજા પંહોચી હતી. રાધે કૃષ્ણ સોસાયટીમાં વહેલી સવારે સિલિન્ડર ફાટવાના પ્રચંડ ધડાકાથી આસપાસના લોકો પણ ચિતિત થયા. ધડાકાનો અવાજ એટલો મોટો હતો કે લોકો તત્કાળ દુર્ઘટના સ્થળે પંહોચ્યા. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ લાગતા 6 જેટલા લોકો દાઝી ગયા હતા. સ્થાનિકો દ્વારા તમામને રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યા. અને ગંભીર રીતે દાઝતા તમામને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા. આ ઘટનામાં પતિ-પત્ની,બે દીકરી અને એક પુત્રને ઈજા પંહોચી હતી.
પુણા સ્થિત રાધે ક્રિષ્ના સોસાયટીમાં બીજા માળે ભાડાના રૂમમાં રહેતો રાજસ્થાની પરિવાર દુર્ઘટનાનો શિકાર થયો. બ્લાસ્ટ ઘટનામાં એક જ પરિવારના લોકો દાઝી ગયા હતા. અને હાલમાં સ્થાનિકોની મદદ બાદ પરિવારના સભ્યો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોક્ટરોએ તમામની હાલત સ્થિર હોવાનું જણાવ્યું. પુણાની રાધે ક્રિષ્ના સોસાયટીમાં બ્લાસ્ટ દુર્ઘટનામાં એક જ પરિવારના સભ્યો ઉપરાંત પાડોશી પણ ટોયલેટમાં ફસાયો હતો. જો કે તેણે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પરંતુ આગ વિકરાળ હોવાથી નીકળી શક્યો નહિ. સ્થાનિકોની મદદ બાદ પાડોશીને બહાર કઢાયો અને હોસ્પિટલ ખસેડાયો. ઘટનાની માહિતી મળતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પંહોચી ગઈ અને આગ કાબુમાં લેવા પ્રયાસ કર્યો. ઘટનાની મળેલ પ્રાથમિક જાણકારી મુજબ ગેસ પાઈપમાં લીકેજ થવાના કારણે બ્લાસ્ટ થયું હોવાનું સામે આવ્યું. પીડિત રાજસ્થાની પરિવારમાં પત્ની ઘરમાં સિલાઈ કામ કરે છે જ્યારે ઈજાગ્રસ્ત પરિવારના પપ્પુ ભાઈ ઓટો રીક્ષા ચલાવતા હતા.
સુરતમાં અગાઉ પણ ગેસ સિલિન્ડર ફાટવાની દુર્ઘટના બનવા પામી હતી. શહેરમાં ફૂલપાડા વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી. ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં ગેસ બોટલ લીક થવાના કારણે બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં સાત લોકો દાઝયા હતા અને બે ની હાલત વધુ ગંભીર હોવાનું સામે આવ્યું હતું. શહેરમાં ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના વધી રહી છે. રસોઈના કામમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડર લીકેજ થવાના કિસ્સા વધ્યા છે. ગેસ પાઈપ લીક હોય અથવા તો ગેરકાયદે ભરાતા ગેસ સિલિન્ડરના કારણે પણ આવી દુર્ઘટના બનવાની શકયતા છે.તાજેતરમાં પૂણા વિસ્તારમાં બનેલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ દુર્ઘટનામાં ઇજા પામેલ લોકો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.